________________
૭૧૦.
શારદા સાગર કહે તેને ફાંસીની સજા દેવી જોઈએ. કોઈ કહે તેની છમ ખેંચી લેવી જોઈએ. અને કોઈએ કહ્યું તેના મુખ પર મેશ લગાડી મુખ કાળું કરીને તેનું નિરાલ બધું જપ્ત કરીને દેશનિકાલ કરવો જોઈએ. ખલીફાએ બધાની વાત સાંભળી. પરંતુ કોઈ પણ સજા તે અફસર માટે તેમને બરાબર યોગ્ય ન લાગી. આથી બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયા અને ખલીફા તેને કઈ સજા કરશે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા. અને બધા તે શિક્ષા સાંભળવાને માટે ઉત્સુક થઈને ચૂપચાપ બેસી ગયા.
ખલીફાએ પિતાના પુત્રને સંબોધીને કહ્યું- હે પુત્ર! તે અફસરને માટે સૈથી મોટી સજા તે મારી દ્રષ્ટિમાં એ છે કે તમે એને ક્ષમા આપી દે. કારણ કે જે માનવ બીજાના સે ગુન્હા માફ કરે છે તેના હજાર ગુન્હા પણ માફ થઈ જાય છે અગર જો તું એવું ન કરી શકે અને બદલે લેવાનું ઈચ્છે છે તે તું જઈને તેને સામી ગાળ દઈ દે. પરંતુ યાદ રાખજે કે તેનામાં અને તારામાં કેઈ અંતર રહેશે નહિ. પુત્ર પિતાની શિખામણને મર્મ સમજી ગયે અને સાચા હૃદયથી તે અપરાધીને ક્ષમા આપી. મારે કહેવાને આશય એ છે કે ક્ષમા જીવનની એવી ઉત્તમ ભાવના છે કે જેમાં શાંતિ, દયા, કરૂણા, સંયમ, સ્નેહ, સહાનુભૂતિ આદિ બધી શ્રેષ્ઠ ભાવનાઓને સમાવેશ થઈ જાય છે.
ટૂંકમાં આપણુ આત્માએ જે અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવી હોય તે જીવનમાં ક્ષમાને પાઠ અવશ્ય શીખવે જોઈશે. ક્ષમા એ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે અમોઘ હથિયાર છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે, કે ભગવાન મહાવીરને કેટલા કેટલા ઉપસર્ગો આવ્યા અને અનાડીઓએ કષ્ટ આપ્યા છતાં એ વીરપુરૂષે ક્યારે પણ પૈર્યતા ગુમાવી નથી. તે ક્ષમાવાન બનીને આપણને ક્ષમાને પાઠ શીખવાડી ગયા છે. તે આપણા જીવનમાં આવે એ અંતરની મનીષા 20 શાંતિ.
વ્યાખ્યાન નં. ૮૨ આસે વદ ૨ ને મંગળવાર
તા. ર૧-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર શાસનપતિ, ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્ર વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. હવે અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને આત્માનું સ્વરૂપ સમજાવે છે કે આત્મા પોતે કે છેઃ
अप्पानई वेयरणी, अप्पा मे कूड सामली। अप्पा कामदूहा घेणू, अप्पा मे नंदणवणं ॥ .
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૬.