________________
શારદા સાગર
૭૧૩ એવું જોવામાં આવે છે કે વહુ આવવાની હોય ત્યારે શી વાત સાસુને મન વહ કહું હોય છે ને પછી હઉ.....હઉ થાય છે. (હસાહસ) આ શેઠના દીકરાને એક સુલેચંતા નામની કન્યા સાથે ખૂબ ધામધૂમથી પરણાવ્ય. વહુનું નામ તે સુચના-અહુ સરસ હતું. સુલેચના એટલે જેના લેચ સારા છે તેનું નામ સુચના. પણ આ સુલોચનાના લોચન બંધ હતા. ને એવી અક્કડ ને અભિમાની હતી કે તે કેઈના સામું જોતી ન હતી. બસ, એનું ધાર્યું કરવાવાળી હતી. સાસુ સસરા ગમે તે હોય પણ કોઈની શરમ ધરતી ન હતી. તે કહે તેટલું ઘરમાં થવું જોઈએ. એને જે વસ્તુ જોઈએ તે તરત હાજર કરવી પડે. જે ના થાય તે ઘરમાં ધમધમાટી બોલાવે ને સાસુને રોજ ઉઠીને પિશ આંસુએ રડાવે.
વિચાર કરો, આ સંસાર કેવો છે” કેટલા લાડેકેડે, દીકરાને પરણાવ્યું હતું. સાસુ માનતા હતા કે વહુ આવશે ને મારી સેવા કશે. એક દિવસ સાસુએ કહ્યું. બેટા! તમે શા માટે આમ કરે છે? અમે તમારે માટે કેટલું કર્યું છે ! સહેજ તો વિચાર કરે. ત્યારે ક્રેપ કરીને કહે છે બસ. હવે મારે તમારા ઘરમાં રહેવું નથી. એમ કહી પોતાના પતિને લઈને જુદી થઈ. પણ એને ખબર નથી કે ધણીમાં કેટલું પાણી છે. છોકરામાં કમાવાની ત્રેવડ ન હતી. બાપે જે કંઈ પૈસા આપ્યા હતા તે બધા થોડા દિવસમાં ઉડાવી દીધા. છોકરો સાતે વ્યસને પૂરો થઈ ગયો હતો. પિસા બધા ખલાસ થઈ ગયા. વેપારીની પેઢીમાંથી બાપાના નામે પૈસા લેવા માંડયા. બે વર્ષમાં રૂપિયા પંદર હજારનું દેવું કર્યું. છેવટે શેઠના ઘેર ઉઘરાણી આવી. આથી શેઠ ચમકયા ને કહ્યું કે આજે હું પૈસા ભરપાઈ કરું છું. પણ હવે મારા દીકરાને મારા નામે કંઈ પણ આપશો નહિ. પરિણામે દીકરો વહુ ખૂબ દુઃખી થયા. મહાન પુરૂષે કહે છે.
' ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશે નહિ.
તમે ભલે બધું ભૂલી જજે પણ મા-બાપના ઉપકારને કદી ભૂલશે નહિ. કારણ કે સંતાને ઉપર માતા-પિતાને મહાન ઉપકાર હોય છે. આ છોકરે તેની પત્નીના મોહમાં પડીને તેના માતા-પિતાને ભૂલી ગયો. પણ માતા-પિતા દીકરા માટે તલસે છે. આપણા ઘેર દીકરા-વહુને જમવા માટે બેલાવીએ. બાપા દીકરાને જમવા માટે કહેવા ગયા. તે વખતે દીકરાની વહુ તેના પતિને કહેતી હતી કે તમારામાં કમાવાની તાકાત નથી ને કઈ તમને પૈસા ધીરતું નથી. તો ગામ બહાર, ફલાણે કસાઈ રહે છે તે ખૂબ ધનવાન છે. તેને કહેજે કે મારા બાપા મરી ગયા પછી તારા જેટલા પૈસા લઈશ તેનાથી ડબલ પૈસા તને આપીશ. પણ મને અત્યારે તું પૈસા આપ. બાપાએ બહારના રૂમમાં ઉભા ઉભા આ શબ્દ સાંભળ્યા ને તેનું કાળજું બળી ગયું. અહીં! જે દીકરા-વહુ માટે હું આટેલું કરું છું તે મારા. મરવાની રાહ જુએ છે ને કસાઈના પૈસા લેવા માંગે છે."
દીકરાને આમંત્રણ દેવા ગયેલા પિતાના દિલમાં ખૂબ દુખ થયું, ઘેર આવીને