________________
૭૦૮
શારદા સાગર
બનાવી એક બીજાને દુખ આપે છે. જેથી ત્યાં તે નરકમાં નારકી જીવ હે માત ! હે તાત ! મારું રક્ષણ કરો આદિ કરૂણાજનક શબ્દોથી કલાહલ તથા પ્રગટપણે રૂદન કરતા હેવાના શબ્દ સંભળાય છે. વળી ત્યાં પરમાધામએ નારકીઓને દુખ આપવામાં આનંદ માની ઉત્સાહપૂર્વક નારકીઓને દુખ આપે છે. તે નારકી જીવોને તૃષા તે એટલી બધી લાગે છે કે તેને સારા સમુદ્રનું પાણી પીવા માટે આપે છે તે બધું પી જાય અને ભૂખ એટલી સતાવે છે કે ત્રણે લોકનું અનાજ ભેગું કરીને આપવામાં આવે તે ખાઈ જાય. પરંતુ તેને ન તે એક ટીપું પાણી મળે કે ન તે અન્નને એક કણ પણ ખાવા મળે. આવી ભયંકર વેદનાઓ નરકમાં છવને ભેગવવી પડે છે.
સંત મુનિરાજે જ્યારે સંયમ માર્ગમાં કોઈ પરિષહ આવે ત્યારે આ વિચાર કરે છે, કે મારા આત્માએ કેટલીવાર નરકના અવર્ણનીય દુઃખે ભેગવ્યા છે. તે દુઃખની આગળ આ પૃથ્વી પર આવવાવાળા પરિષહ શું ગણતરીમાં છે? જ્યારે આત્મા નરકના દુખે સાથે પોતાના જીવનમાં આવેલા પરિષહાની તુલના કરે છે અથવા પોતાનાથી અધિક દુઃખી વ્યકિતઓને જુએ છે તે તેને પિતાનું દુઃખ કાંઈ ગણતરીમાં નથી લાગતું, એટલા માટે સાધક આત્માએ પરિષહ-ઉપસર્ગો આવે ત્યારે એ વિચાર કરે જોઈએ કે, હે આત્મા ! તેં નરક ગતિમાં ભયંકર દુઃખે અનેક વાર સહન કર્યા છે. તિર્યંચ ગતિમાં પણ વિવિધ યોનિઓમાં જઈને અસહ્ય વેદના ભેગવી છે પછી આ મનુષ્ય જન્મમાં તું આવ્યો છે. તે અત્યારે આવવાવાળા પરિષહ શું તેનાથી વધુ દુઃખદાયક છે ? ના.
શેખશાદી ઘણા મોટા વિદ્વાન હતા. પરંતુ તેઓ બહુ નિધન હતા. આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ ને જોઈએ છીએ પણ ખરા કે મોટા ભાગે પંડિત નિધન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તે જ્યાં સરસ્વતી નિવાસ કરે છે ત્યાં લક્ષમી નથી રહેતી. એ બંનેમાં ૩૬ ના આંક જે મેળ છે. એવું શા માટે હશે? એટલા માટે કે ધન માનવીને અભિમાની તથા અવિવેકી બનાવે છે. અને વિદ્યા માનવીને બુદ્ધિમાન તથા વિવેકી બનાવે છે.
એક રૂપક છે, કે કઈ માનવીએ લક્ષ્મીને પૂછ્યું-તું ઘણું કરીને મુખએની પાસે રહે છે. શું પંડિત અને વિદ્વાન પ્રત્યે તારે મત્સર ભાવ છે?
પમે! મૂઢજને દહાસિ દ્રવિણું, વિદ્વત્યુ કિ મત્સરે? નાહં મત્સરિણી ન ચાપિ ચપલા નવાસ્મિ મૂર્ખ હતા કે જે મૂર્ખભ્યો દ્રવિણું દદામિ નિતરાં, તત્કારણું શ્રયતાં. વિદ્વાન સર્વ જનેષ પૂજિત તન, મૂર્ખસ્ય નાન્યાગતિ:
લક્ષમી કહે છે, હું તે મત્સરિણી કે ચંચળ નથી અને મૂખઓની પાસે રહું છું તેનું કારણ ફકત એક છે કે વિદ્વાન તે વિદ્યાને કારણે જગતમાં સર્વત્ર પૂજાય છે. પરંતુ મૂર્ખાઓને મારા સિવાય કોઈ ગતિ નથી. એટલે કે તેની પાસે ધન ન હોય તેને કણ પૂછે?