________________
શારદા સાગર
૭૦૧
જે તેમને ઓળખાણ થઈ હતી તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું હતું. તેમજ પૂ. શારદાબાઈ મહાસતીજીને તેમના ગુરૂણદેવે આસો સુદ ૧૩ ના દિવસે કહેલ, કે હે શારદા! હું ત્રણ દિવસ છું. પુનમના દિવસે આ નશ્વર દેહને ત્યાગ કરીશ. મને સંથારે કશવ, પછી પૂ. શારદાબાઈ મહાસતીજીએ સાગારી સંથારો કરાવ્યું હતું. અંતિમ સમય સુધી પૂ. પાર્વતીબાઈ મહાસતીજીનું જીવન જ્ઞાન-ચારિત્રની જેતથી ઝગમગી રહ્યું હતું. તેમનું સમાધિ અને પંડિત મરણ થયું હતું. પોતે જે દિવસ અને ટાઈમ આપે હતો તે રીતે નવકારમંત્રનું સ્મરણ કરતાં નશ્વર દેહને ત્યાગ કર્યો હતો. આ બધુ પૂ. શારદાબાઈ મહાસતીજીએ સચોટ ને સુંદર વર્ણન કરીને સમજાવ્યું હતું પણ અમે ટૂંક નેંધમાં લીધું છે. પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિ નિમિત્તે ઘણાં વ્રત-પચ્ચખાણ થયા હતા.)
વ્યાખ્યાન નં. ૮૧ આત્માને વિતરણી નદીની ઉપમા ક્યારે અપાણીઃ ભાદરવા વદ ૧ ને સેમવાર
તા. ૨૦-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત ઉપકારી શાસનપતિ, ભગવાનના મુખમાંથી ઝરેલી વાણુ એ અમૃતની પરબ છે. આ પરબ પાસે જે કઈ ભાગ્યવાન આત્મા આવે અને એ પરબનું એક બિંદુ જેટલું પણ પાન કરે તે તેના જન્મ-મરણના ફેરા ટળી જાય અને આત્મા અનંત અક્ષય સુખને લેતા બનીને મુકિત મંદિરમાં પહોંચી જાય. દઢપ્રહારી જેવા ઘેર હત્યારા અને ચંડકૌશિક જેવા ભયંકર દષ્ટિવિષ સર્પ જેવા અધમ આત્માઓ પણ અનંત કરૂણાના ભંડાર ભગવાન મહાવીર સ્વામીના શરણે આવ્યા તો તેમની અમૃતવાણીની પરબના પાન કરી અનંતકાળની વિશ્વભરી વાસનાઓથી જીવન મુકત બનાવી અમરપંથના નિવાસી બની ગયા. આવા અનંત ઉપકારી ભગવાનનું શાસન વર્તમાનમાં જડવાદના વિષમકાળમાં આપણને મળ્યું છે. એ આપણે જે તે ભાગ્યોદય નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર વીસમું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. અનાથી નિર્ચ થે શ્રેણીક રાજાની સામે જીવ અનાથ કેવી રીતે બને છે અને સનાથ કેવી રીતે બને છે તેનું આબેહૂબ વર્ણન કર્યું. હવે કહે છે, હે શ્રેણીક રાજા ! આપણે આત્મા સુખ અને દુખ ઉત્પન્ન કરે છે. મને જે કંઈ રોગ થયે તેમાં કારણભૂત મારે આત્મા હતું. તે આત્મા કયારે કે હોય છે તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને સમજાવે છે.