________________
શારદા સાગર
૭૦૦
આપણુ તારક ગમે ત્યાં બિરાજમાન હોય ત્યાં તેમને આપણે વંદન કરીએ છીએ. તેનું કારણ શું? ગુરૂદેવ આપણું જીવનમાં સુંદર રસાયણ રેડે છે. એને પાવર આપણું જીવનમાં ઘણો લાંબો સમય ટકી રહે છે. સદ્દગુરૂ એ પાવર હાઉસ છે. શિષ્યોના જીવનમાં સદ્દગુરૂ રૂપી પાવરહાઉસને પ્રકાશ છે. તમે ઘરમાં ગમે તેટલા ભારે લેબ ચઢાવે કે ટયુબ લાઈટ નંખાવી દે ને સ્વીચ ચાલુ કરે. પણ જે પાવરહાઉસ બંધ હશે તે પ્રકાશ કયાંથી આવશે? જે સદગુરૂના ચરણે જીવન નૈયા ઝુકાવીને તેમની આજ્ઞાનું પાલન કરે છે તેને અવશ્ય પ્રકાશ મળે છે ને તેના જીવનને અંધકાર દૂર થઈ જાય છે.
ભયંકર અંધકારમય ગાઢ ભવ વન ઓળંગવા માટે સદ્ગુરૂ દીપક સમાન છે. જેમ ભયંકર વગડામાં ચાલ્યા જતા હો તે સમયે એક નાનકડી બેટરીને પણ પ્રકાશ હશે તે ત્યાં તમને વગડા જેવું નહિ લાગે. એક દિવાસળી પેટાવશે તે તેના પ્રકાશથી વાઘ-સિંહ આદિ જંગલી પશુઓ ભાગી જાય છે. દીપકમાં તે તમારે તેલ પૂરવું પડે છે. પાવર હાઉસમાં પૈસા ભરવા પડે છે. પણ સશુરૂ રૂપી દીપક એ અલૌકિક છે કે જેમાં તેલ પૂરવું ન પડે. વાટની જરૂર નહિ. અરે, એક પૈસાને પણ ખર્ચ નહિ. એવા સદ્ગુરૂઓ તમારા હિતને માટે વગર ખર્ચ પ્રકાશ આપે છે. તમારા દુઃખના દિવસોમાં કેઈએ તમને મદદ કરી હોય તે તમારા માથે જિંદગીભર અહેસાન ચઢેલું રહે છે. પણ સદગુરૂઓ તમારા કર્મોદય સમયે ખૂબ સુંદર ઉપદેશ આપીને તમારું જીવન સુધારે છે. છતાં તમારા માથે ગુરૂનું અહેસાન ખરું? ગુરૂ હશે તે કઈ વખત પણ અકળાયામૂંઝાયા તેમની પાસે જઈને હૈયાની વરાળ કાઢશે તે તે તમને આત્મબોધ પમાડીને તમારી મૂંઝવણ દૂર કરવાને માર્ગ બતાવશે.
ગુરૂ દીપક ગુરૂ ચાંદલે, ગુરૂ વિના ઘેર અંધકાર
ઘડીએ ન વિસરું મારા ગુરૂને ગુરૂ મારા તારણુહાર ગુરૂ જન્મ-મરણના ચક્રને મટાડનાર છે. અને ચારિત્રમય જીવનનું ઘડતર કરનાર છે. એવા અમારા પૂ. ગુરૂદેવને અમારા ઉપર અનહદ ઉપકાર છે. ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ પ્રકારના ત્રણ બતાવ્યા છે. માતા-પિતાનું, શેઠનું અને ગુરૂવર્યોનું. માતા-પિતા અને શેઠના ત્રણમાંથી મુકત થઈ શકાય છે. પણ ગુરૂના ત્રણમાંથી મુક્ત થઈ શકાતું નથી. કારણ કે તેઓ આપણને ભવસાગરથી તારનાર છે. અમારા ગુરૂદેવ ખૂબ ગંભીર અને ગુણીયલ હતાં. તેમનું ચારિત્ર પણ ઉચ્ચકેટિતું હતું. આજે ઘણે સમય થઈ ગયું છે માટે લાંબું વિવેચન નહિ કરતાં ટૂંકમાં તેમના જીવનમાં રહેલા ગુણનું વર્ણન કરીશ.
" (પૂ. શારદાબાઈ મહાસતીજીએ તેમના ગુરૂનું મહાન વિદુષી સ્વ. પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જીવનમાં રહેલા મહાન ગંભીર ગુણનું, તેમની ક્ષમા, ધૈર્યતા, ચારિત્રમાં રહેલી અડગ મકકમતા તેમજ ભયંકર કેન્સરના દર્દમાં પણ ખૂબ સમભાવ રાખી આત્માની