________________
શારદા સાગર
૬૯૯ વાતાવરણ હોય છે. તેમ જેના મન મંદિરમાં એવી લગની રહેતી હોય કે અહે પ્રભુ! તું કે ને હું કે? તેં કેધ કષા ઉપર વિજય મેળવ્યો છે ને હું તે કક્ષાથી ભરેલો છું. તે વિષયને વમી નાંખ્યા છે ને હું તે વિષચેના વમળમાં ભમ્યા કરું છું. હે પ્રભુ! હું તારા જે કયારે થઈશ? આવી ભાવના જેના મન-મંદિરમાં રમતી હોય તેવા છ મંદિર જેવા છે.
તે હવે તમારે કબ્રસ્તાન જેવા બનવું છે? મ્યુનિસિપાલિટીની મોટર જેવા, લાયબ્રેરી જેવા કે મંદિર જેવા બનવું છે-તેને તમે આજના પવિત્ર દિવસે નિર્ણય કરી લેજે. હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ. આયંબીલની ઓળી, નવપદની આરાધના કરી કર્મની જંજીર તોડવા માટે છેલ્લો દિવસ છે. બીજી રીતે અમારા તારણહાર પૂ. ગુરૂણી પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિનો દિવસ છે. અને ત્રીજી રીતે આજે શરદુપૂર્ણિમાને દિવસ છે. પૂર્ણિમાને ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે છે ને તેની શીતળ ચાંદનીના અજવાળાથી પૃથ્વીને તે પ્રકાશથી ભરી દે છે. તેમ જ્ઞાની પુરૂષે કહે છે તે ચેતન! તું પુરૂષાર્થની પૂર્ણિમાને ચાંદ તારા અંતરમાં પ્રગટાવ. પૂર્ણિમા પ્રકાશ આપે છે ને અમાસ અંધકાર આપે છે. તેમ પુરૂષાર્થ એ પુનમ છે ને આળસ એ અમાસ છે. અનંતકાળથી અંતરમાં અમાસ જેવા અંધારા ઘર કરીને બેઠા છે. તેને દૂર કરી પુરૂષાર્થ દ્વારા જ્ઞાનને દીપક પ્રગટાવી અંધકારને દૂર કરી દે.
આત્મા ઉપર ચઢેલા ગાઢ જ્ઞાનાવરણીયાદિ કર્મો ખપે ત્યારે અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટે છે. પૂરાણાં કર્મોને ખપાવવા માટે અમેઘ ઔષધ હોય તો તે તપ છે. ઘણાં આત્માઓએ આયંબીલની ઓબીની સાધના કરી છે. આ તપના પ્રભાવે શ્રીપાળ રાજા તેમજ તેમની સાથે ૫૦૦ કેઢીયાઓનો કેઢ રેગ નાબૂદ થઈ ગયે. શ્રીપાળ રાજાને મયણાસુંદરી જેવી પત્ની ન મળી હતી તે તેમને કેહને રેગ મટત નહિ. શ્રીપાળ રાજાને જેન ધર્મ પમાડનાર તેમની પત્ની મયણાસુંદરી હતી. મયણાસુંદરીએ ગુરૂની આજ્ઞા પ્રમાણે આયંબીલ તપની આરાધના કરાવી તે કેટલા છ શાંતિ મેળવી શક્યા! શ્રીપાળ રાજાના ગુરૂ તેની પત્ની હતી. શિવાજીને રામદાસ જેવા અને રામચંદ્રજીને વસિષ્ઠ જેવા ગુરૂ હતા. તેમ આપણુ દરેકને માથે ગુરૂ હોય તે આપણી જીવન નૈકા તારે છે. સિકંદર જેવા સમ્રાટને પણ એરિસ્ટોટલ ગુરૂ હતા. ગુરૂ વિનાનું જીવન અંધકારમય જીવન છે. - गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्गज्ञाता,
गुरु विना को नहि जाड्य हर्ता, गुरु विना को नहि सौख्यकर्ता।
ગુરૂ વિના કેઈ આપણને મુકિતનો માર્ગ બતાવનાર નથી. જે છૂટેલા હોય તે છોડાવે છે, બંધાયેલા હોય તે ક્યાંથી છોડાવે? દરેક ધર્મોમાં ગુરૂનું સ્થાન પ્રથમ બતાવ્યું છે.