________________
૬૯૮
શારદા સાગર બંધુઓ! તમારો વિરોગ નાબૂદ કરનારા સંત રૂપી વૈદ તમને તપની ટેબ્લેટ આપવા માટે બેઠા છે. જે તપની ટેબ્લેટ લેશે તેને ભવરોગ અવશ્ય નાબૂદ થશે. જ્યારે અંતરમાં આ વાત રૂચશે ત્યારે ખાવાનું મન નહિ થાય. ને વીતરાગ વાણીને રંગ લાગશે ત્યારે બસ તપ-ત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં તમારું મન લાગેલું રહેશે, પછી બાહ્ય પ્રવૃત્તિ નહિ ગમે.
બીજા પ્રકારના છ મ્યુનિસિપાલિટીની મેટર જેવા છે. મ્યુનિસિપાલિટીની મોટર ઉપરથી રંગેલી લાલ ચટક જેવી હોય છે. પણ અંદર ઈષ્ટિ કરે તે કીચડ, કચરો, છાણ, વિષ્ટા આદિ ખરાબ વસ્તુઓ ભરેલી હોય છે. તેનું ઢાંકણું ખેલવામાં આવે તો માથું ફાટી જાય તેવી દુર્ગધ મારે છે. તે રીતે અનેક જીવો એવા હોય છે કે તેની આગળ કઈ ગમે તેટલી સારી ધર્મની વાત કરશે તો તે તેને નહિ ગમે. પણ એને તે કેઈની નિંદા, કુથલી કરવી ગમશે. કોઈના મોઢે સારું બોલવું પણ પાછળ તેના મૂળ ઉખેડી નાખવા. સારા ધર્મના પુસ્તકનું વાંચન કરવું તેને ન ગમે. નેવેલ વાંચવી અથવા વિષયકષાય, રાગ-દ્વેષ અને વિકથા કરી કર્મના કચરા ભેગા કરવા ગમે એટલે તે જ
મ્યુનિસિપાલિટીની મોટર જેવા છે. એ મોટર આપણી પાસેથી પસાર થાય છે તેમાંથી દુર્ગધ આવે છે. તેમ જ્ઞાની કહે છે, એવા ને સંગ કરવાથી આપણું જીવન પણ દુર્ગુણની દુર્ગધથી દુર્ગ ધમય બની જાય છે. માટે એવા ને સંગ કદી કરશે નહિ.
- હવે ત્રીજા પ્રકારના છ લાયબ્રેરી જેવા છે. લાયબ્રેરીમાં ઘણાં પુસ્તકનો સંગ્રહ કરવામાં આવે છે. સમાજને નવું નવું જ્ઞાન મળે તે માટે લાયબ્રેરીના સંચાલકો નવા નવા પુસ્તકે લાવીને લાયબ્રેરીમાં મૂકે છે. પણ એ લાયબ્રેરીને એક અક્ષરનું પણ જ્ઞાન ખરું? માત્ર લાયબ્રેરીમાં તે પુસ્તકને સંગ્રહ છે. બાકી તેને સહેજ પણ જ્ઞાન નથી. તાવે દૂધપાકમાં ફર્યા કરે છે. પણ તેને દૂધપાકનો સ્વાદ ચાખવા મળતું નથી. તેમ કંઈક મનુષ્ય પોતાના જ્ઞાન દ્વારા બીજાને સમજાવશે. તે એવું સમજાવે કે સામી વ્યકિતને એમ થઈ જાય કે શું આમનું જ્ઞાન છે? પણ પિતે પિતાના જ્ઞાનને અંશ માત્ર લાભ ઉઠાવી શક્યું નથી. જ્ઞાનને સાર પ્રાણીમાત્ર ઉપર દયા શખવી. “gવં રહુ નાનો સાર
હૃક્ ધિંai ” કઈ પણ જીવની હિસા ન કરવી. ગમે તેવા પ્રસંગોમાં સમભાવ રાખો. આવી સમજણપૂર્વક જ્ઞાનને અનુભવ કરે. જેમ લાયબ્રેરીના પુસ્તક વાંચીને બીજા છ જ્ઞાન મેળવે છે પણ લાયબ્રેરીને જ્ઞાન હેતું નથી. તેમ એકેક જીવો એવા છે કે પિતાના જ્ઞાન દ્વારા બીજા ને સાચો રાહ બતાવે, ધર્મના પંથે વાળ પણ પિતે તેમાંથી કંઈ પ્રાપ્ત કરી શકતાં નથી.
ચોથા પ્રકારના છ મંદિર જેવા હોય છે. જેમ મંદિરમાં તે જ્યાં જુઓ ત્યાં પ્રભુભકિતના સૂર ગૂંજતા હોય, પ્રભુના ગુણગ્રામ થતાં હોય છે. ને ત્યાં પવિત્ર ને સ્વચ્છ