________________
૭૦૪
શારદા સાગર
અને વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી છૂટીએ અથવા આ મહાઘેર દુઃખથી રક્ષણને પ્રાપ્ત કરીએ!
પરમાધામીએ આ શબ્દ બોલે છે એટલું નહિ પણ તે જીવેને પકડીને ભાલા, તલવાર, બરછી લઈને મારે છે. તેના ઉપર તૂટી પડે છે. ખડગ વડે કાપાકાપી કરે છે અને ભાલા લઈને તેના શરીરમાં સેંકે છે. તે સમયે તે જીવોને કેવી તીવ્ર વેદના થતી હશે! તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. એ છેડાયેલા અંગે પાંગ પાસની કણીઓની જેમ ભેગા થઈ જાય છે. અને જ્યાં આખું શરીર બની જાય કે તરત એના શરીરમાં ત્રિશૂળ ભેંકીને તેના ઉપર બેસાડે છે. આવી તીવ્ર વેદના વિલંબ રહિત નરકમાં જ ભેગવે છે.
એક પછી એક ઉપરા ઉપર માર પડવાથી વેદનાને પાર રહેતું નથી. લાકડીના પ્રહાર, તલવારના ઘા, ભયંકર ગરમી અને ઠંડી આદિથી ત્રાસ પામેલા અને ભયભીત બનેલા નારકીઓ બિચારા રાંક જેવા બનીને કરૂણ સ્વરે રૂદન કરતાં પરમાધામી દેવેને વિનંતી કરે છે કે અમને ખૂબ પીડા થાય છે. અમે દુઃખી દુઃખી થઈ ગયા છીએ. અમે હાથ જોડીને આપને વિનવીએ છીએ કે અમે આપને એ શે અપરાધ કર્યો છે. શા પાપ કર્યો છે કે આપ અમને આવું કઠેર દુઃખ આપે છે. આ નારકીઓ બિચારા રાંક જેવા થઈને નમ્રતાપૂર્વક પૂછે છે ત્યારે પરમાધામીઓ પુંફાડા મારતા એના માથામાં ઘણને ઘા મારતાં કઠોર સ્વરે કહે છે. હે પાપી! તને પૂર્વભવમાં તારા ધર્મગુરૂએ કહેતા હતા કે કોઈ જીવને હણશે મા, હણશે તે હણવું પડશે. જૂઠું ન બોલશે. ચોરી ન કરશે, પરસ્ત્રીગમન ન કરશો, પરિગ્રહમાં આસક્ત ન બનશે, કાંદા કંદમૂળ ના ખાશે, રાત્રભેજન ના કરશે. આવા પાપકર્મ કરશે તે તમારે નરકમાં જવું પડશે. આવા આવા દુખો ભેગવવા પડશે. પણ તે ગુરૂની હિત શિખામણે તને ગમતી ન હતી. જ્યારે પૂર્વભવમાં તું જીવોને મારી નાંખતો હતે, ચીરી નાંખતે હોં અને એના માંસની મિજબાનીઓ ઉડાવતા હતા ત્યારે એમ નહેાતે પૂછતે, કે મેં એ શે અપરાધ કર્યો છે કે મારે આ જીવને મારવા પડે છે? અને હવે પૂછે છે, કે મેં શું અપરાધ કર્યો છે? મન ફાવે તેમ જહું બોલતું હતું, ચેરીઓ કરીને લેકેના હદય કકળાવતે હતું, પરસ્ત્રીઓમાં મહિત બની બીજાની યુવાન સ્ત્રીઓ સાથે ભોગ ભેગવતો હતો. કાચી કાકડીને કાપી ઉપર મીઠું ને લીંબુ ચઢાવી કાંટામાં ભરાવી હશે હોંશે ખાતે હતે. મદિરાની પ્યાલીઓ મજાથી પીતું હતું. કાંદા-બટાટાના શાક હોંશે હોંશે ખાતે હતે. પંદર કર્માદાનના વહેપાર કરતાં વિચાર ન કર્યો. હવે પૂછે છે કે મેં શું પાપ કર્યું? પરમાધામીઓ આવા મહેણાં મારતા તે જીવેને માર મારતા જાય છે. એકેક પાપની યાદ દેવડાવતા જાય છે ને એના ઉપર લોખંડી ઘણના ઘા મારતા જાય છે. એવા મહેણુના કઠેર શબ્દ સાંભળે તેટલે સમય પણુ શસ્ત્રના પ્રહાર બંધ નથી રહેતા. વળી પાછા