________________
શારદા સાગર
આવતા તપ- સંયમરૂપી શીતળ પત્રન પણ સંસાર તાપથી અકળાયેલા, મુઝાયેલા પથિકને શાંત ને શીતળ બનાવે છે. સતા સંસાર ત્યાગીને સયમી અને છે. સયમી અન્યા પછી ભગવાન કહે છે, કે હું મારા સાધક! તું તપ કર. તપ કરવાથી શું લાભ થાય છે? " भवकोडि संचियं कम्मं तवसा निज्जरिज्जइ ।
ક્રેડા ભવના સચિત કનેિ ખાળવા માટે તપની અવશ્ય જરૂર છે. જો તપની જરૂર ન હાત તે ભગવાન તપ કરત નહિ. ભગવાને દીક્ષા લઇને કેવા ઉગ્ર તપ કર્યા હતા ! ભગવાન ઋષભદેવના સમયમાં મનુષ્ય વધુમાં વધુ ખાર મહિના સુધી તપ કરી શકતા હતા. વચલા ખાવીસ તીર્થંકરના સમયમાં વધુમાં વધુ આઠ મહિના અને ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના વખતમાં વધુમાં વધુ છમાસી તપ થઇ શકે છે. આવા મહાન તપના તેજ અલૌકિક છે. જૈન શાસનમાં તપને અપૂવ મહિમા ખતાન્યા છે. અને કર્માં ખપાવવા માટે તપની અવશ્ય જરૂર છે.
૬૬
તપ એ કના વાદળાને વિખેરી નાંખનાર વટાળ છે ને સસારની અધારી ખીણમાંથી સિદ્ધશીલાની જાતિય ભૂમિકા પર પહાંચાડનાર પગદંડી છે. તપસ્વીના તપના તેજથી મેટા મેટા ઉપદ્રવે પણ શમી જાય છે. ને દેવા પણ તપસ્વીના ચરણમાં ઝૂકી પડે છે. ભયંકર અસાધ્ય રોગ પણ તપશ્ચર્યાથી શમી જાય છે. તપ ભવની પરંપરાને કાપી નાંખે છે. આવી મહાન તાકાત કે આજસ હાય તે તપમાં છે.
ભગવાન મહાવીર સ્વામીના જીવે નંદરાજાના ભવમાં રાજવૈભવ છોડીને દીક્ષા લીધી. ને દીક્ષા લીધી તે દિવસે અભિગ્રહ કર્યો કે મારે જાવજીવ સુધી માસખમણને પારણે માસખમણુ કરવુ. કર્મના બંધનાને તેડી આત્મશાને પામવા માટે શરીરની સુકામળતા છોડી પ્રમળ પુરૂષા ઉપાડયા. દીક્ષા લઈને અગિયાર લાખ ઉપરાંત માસખમણુ કર્યા હતા. તમે તે ઓળી કરી તા એમ લાગે કે મેં ઘણું કર્યું. પણ અનાદિ કાળની વાસના કાઢવા માટે તપની અવશ્ય જરૂર છે. જેને કર્મબંધનથી મુક્ત થવાની જિજ્ઞાસા જાગે છે તે આત્માઓ જલ્દી કર્મીને ખપાવવા સચમ લઈને મહાન ઉગ્ર તપ કરે છે. તેનું લક્ષ કર્મોથી મુકત થઇ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું હોય છે. પણ જે અજ્ઞાની છે તે શું કહે છે. છ દર્શનમાં એક ચાર્વાક દર્શન છે. તે શું ખેલે છે?
यावत् जीवेत् सुखं जीवेत्, कर्जकृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः ॥
આ જીવ પંચભૂતમાંથી ઉત્પન્ન થયા છે ને તે પંચભૂતમાં સમાઈ જશે. શરીરના નાશની સાથે તેને પણ નાશ થઇ જશે. ધર્મ-કર્મી જેવી ને પલેાક જેવી કઈ ચીજ છે નહિ માટે આ ભવ મીઠા તા પરભવ કાણે દીઠા ? આ શરીર દ્વારા ખાએ, પીએને માજમા ઉડાવી લે. આવું શરીર ને આવા સુખા ફરીફરીને મળવાના નથી. માટે