________________
શારદા સાગર
લાગ મળે તે છટકી પણ જાય છે ને? રાજકુમારને મન વેશ્યા પણ ચારિત્ર રૂપી ધન લંટનાર લૂંટારી હતી એટલે તે ત્યાંથી છટકી ગયે. વેશ્યા તે રાહ જોતી રહી. આ વાતને પંદર વર્ષો વીતી ગયા. એક વખત ફરીને તે રાજકુમાર ફરવા માટે નીકળ્યો. ત્યારે એક સ્ત્રી રસ્તામાં પડેલી જોઈ. તે કાળા પાણએ કલ્પાંત કરે છે ને બચાવ - બચાવોની બૂમ મારે છે. આ કરુણ રુદનના શબ્દો કુમારના કાને અથડાયા. તરત એ ઘડેથી નીચે ઉતર્યો. એ બાઈના સામું જોયું. તે તરત ઓળખી ગયે. અહે! આ તે પેલી વેશ્યા છે. કયાં ગઈ તેની યુવાની અને તેનું સૌંદર્ય! પાણી પાણી કરે છે પણ કોઈ પણ પાતું નથી. શરીરમાંથી દુર્ગધ છુટે છે. કુમારે તેને શીતળ પાણી પીવડાવ્યું. બીજું પાણી મંગાવી તેનું શરીર સ્વચ્છ કરાવ્યું, એટલે વેશ્યાને કંઈક શાંતિ વળી અને પૂછયું - તમે કોણ છે? ત્યારે કુમારે કહ્યું - પંદર વર્ષ પહેલાં મેં તને કહ્યું હતું કે અત્યારે મારી જરૂર નથી. મારી જરૂર પડશે ત્યારે આવીશ. એટલે ખરા સમયે હું આવી ગયો છું. કંઈક વિચાર કર. તું
જ્યારે યુવાન અને સૌંદર્યવાન હતી ત્યારે ભોગવિષયની મસ્તીમાં કૂદતી હતી. અને તારી પાસે જે પુરૂષે આવે તેને પધારે સ્વામીનાથ....પધારો સ્વામીનાથ કહેતી હતી. અને બધાને તારા રૂપમાં મુગ્ધ બનાવી ભેગ વિલાસમાં જિંદગી બરબાદ કરી. પણ વિચાર કર. અત્યારે કઈ તારી પાસે આવે છે? કઈ તારૂં છે? આ શરીર રૂપ, સંપત્તિ, યૌવન બધું વિનવર છે. કોઈ સ્થિર રહેનાર નથી. એક દિવસ બધું ચાલ્યું જવાનું છે. માટે તત્ત્વવેત્તા બનીને વિચાર કર. આ સુંદર શરીર પણ અહીં રહી જવાનું છે. આ મેંઘી માનવજિંદગી પ્રાપ્ત કરીને સદ્દગુરૂના ચરણે ઢળીને મહમસ્તીને ટાળી દેવાની છે. અને વ્રત-નિયમ દ્વારા આ દેહને પવિત્ર બનાવવાનું છે.
બંધુઓ! આ રાજકુમારને આવી તત્વદષ્ટિ કયાંથી મળી? એને સાચા સદ્દગુરૂ મળ્યા હતા. એક વખત સાચા સદગુરૂ મળે તે મિથ્યાત્વ, મોહ અને અજ્ઞાનના ઝેર ઉતર્યા વિના ન રહે. સુરતા સશુરૂ ચરણે ઢળે, મેલ જે મોહ માયાના ટળે, ભાવના ભકિત રસમાં ભળે, સચ્ચિદાનંદ સેનું તેને મળે. સાચા સદ્દગુરૂને સમાગમ કરવાથી એને એવું જડ અને ચૈતન્યનું ભેદ જ્ઞાન થયું હતું. એટલે કેઈ મનમોહક પદાર્થો પ્રત્યે તેને રાગ થતું ન હતું. ગારૂડી મળી જાય તે સર્પના ઝેર ઉતારી નાંખે. હોંશિયાર વૈદ કે ડેકટર હેય તે ભયંકરમાં ભયંકર રોગનું નિદાન જલ્દી કરી શકે છે અને દદીના અશાતા વેદનીય મંદ પડવાના હોય તે તેની દવાથી રેગ શાંત થઈ જાય છે. તે દદી ડેકટર અને વૈદનો ઉપકાર માને છે કેઈ ડોકટર કે વૈદ એમ કહે કે ભાઈ! મારી દવા લે. તમારે એક મેટે રોગ મટશે પણ બીજા ત્રણ રેગ ચેડા સમય પછી થશે તે તમે એવા મૂખ નથી કે એની દવા લે. કેમ બરાબર છે ને? એક રેગ ભલે રહો. નવા રેગ નથી જોઈતા. આ જ રીતે જ્ઞાની કહે છે, કે સાચા સશુરૂઓ ભરેગને નાબૂદ કરનાર કુશળ ડેકટર છે. તેઓ કહે છે કે લેગ વિષય