________________
શારદા સાગર
૬૯૩
છે? વેશ્યા પણ ખૂબ સ્વરૂપવાન હતી. તેણે કહ્યું સ્વામીનાથ! આ મારી સમસ્ત સંપત્તિ આપના ચરણે ધરી દઉં છું. આપ તેને અને મારે સ્વીકાર કરે. આપણે સાથે રહીને સંસારના સુખે ભેગવીએ.
બંધુઓ ! આ રાજકુમાર ચામડીના રૂપમાં મોહ પામે તેવું ન હતું. ચારિત્ર સંપન્ન હતા. વિનશ્વર પુલના સ્વભાવને સમજનારે હતે. એટલે સહેજ પણ તેનું મન ચલાયમાન ન થયું. જીવનમાં ચારિત્રની ખૂબ મહત્તા છે. ચારિત્ર વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જીવનમાંથી બધું જશે તે કઈ વાંધો નથી પણ ચારિત્ર ગયું તે સમજી લેજે કે જીવન ધૂળધાણી થઈ જશે. મહાનપુરૂષેના જીવનમાં કોટી આવે ત્યારે પહેલાં સામી વ્યકિતને સમજાવે. પણ જો તે ના સમજે તે જીભ કરડીને મરી જાય પણ પિતાનું ચારિત્ર લૂંટાવા દે નહિ. ચારિત્રની રક્ષા કરતાં આ રીતે મરવું પડે છે તે આપઘાત ન કહેવાય. બધી ખેટ પૂરી થશે પણ ચારિત્રની બેટ કઈ નહિ પૂરી શકે.
માની લે કે શેઠને ચાર દુકાન છે. એક બકાલાની, બીજી કાપડની, ત્રીજી દવાની અને ચેથી ઝવેરાતની. બકાલાની દુકાનમાં બેટ આવશે તે કાપડની દુકાનમાંથી પૂરી કરી શકાશે. કાપડની દુકાનમાં ખોટ આવશે તે દવાની દુકાનમાંથી પૂરી કરી શકાશે. પણ જે ઝવેરાતની દુકાનમાં ખોટ આવશે તે તે ખોટ બકાલાની દુકાન, કાપડની દુકાન કે દવાની દુકાનમાંથી પૂરી થઈ શકશે નહિ. કારણ કે ઝવેરાતનાં મૂલ્ય ઘણાં હોય છે. તેમ ચારિત્ર એ ઝવેરીની પેઢી છે. માટે એ પેઢીમાં સહેજ પણ ખોટ આવવી ન જોઈએ. તેનું ખૂબ લક્ષ રાખે.
રાજકુમાર વિચારે છે કે અહો! આ વેશ્યા પુદ્ગલના રંગમાં કેટલી આસક્ત બનેલી છેપણ તેની યુવાની, સૌંદર્ય, અને સંપત્તિ કંઈ સ્થિર રહેવાના છે? ખરેખર એ વાત સત્ય છે કે “નથી કે સ્થિર રહેતાં તું બનજે તત્વવેત્તા” હે આત્મા! તું ખૂબ સજાગ બન. તારે આ તરફ દષ્ટિ કરવાની નથી. જે અત્યારે વેશ્યાને ના કહીશ તે મને જવા નહિ દે. એટલે સમયસૂચકતા વાપરીને રાજકુમાર કહે છે અત્યારે હું કઈ અગત્યના કામે બહાર જઈ રહ્યો છું. મારું કામ પૂર્ણ કરીને કેઈ સમયે મારી જરૂર પડશે ત્યારે આવીશ. વેશ્યા કહે છે ના. હું તમને નહિ જવા દઉં. કુમાર કહે અત્યારે ગયા વિના મારે ચાલે તેમ નથી. હું જાઉં છું. જ્યારે મારી જરૂર હશે ત્યારે આવીશ. એમ કહીને છટકબારી શોધીને છટકી ગયે.
બંધુઓ! તમે કઈ ચેર અગર ગુંડાના સકંજામાં સપડાઈ જાવ ત્યારે નાસી છૂટવા માટે છટકબારી શોધે છે ને? રખે, ગુંડાના પાશમાં સપડાઈ જઈશ તે મારા પૈસા ને માલ મિલ્કત લૂંટી લેશે. માટે જલ્દી અહીંથી કેમ છુટું? તે માટે રસ્તો શોધે છે ને