________________
૬૯૨
શારદા સાગર
આગળના વખતમાં પાંચ સિગ્નલ આપવામાં આવતા હતા. જેમ ગાડી આગળના સ્ટેશનેથી ઉપડે ત્યારે સામા સ્ટેશનમાં ડંકા પડે. ગાડી સ્ટેશનમાં આવતા પહેલા પાંચ મિનિટ અગાઉથી સિગ્નલ આપવામાં આવે છે. તેમ પહેલાના વખતમાં આ જીવનની ગાડી ઉપડતા પહેલાં પાંચ સિગ્નલ આપતા હતા. તેમાં સૌથી પહેલાં માથાના વાળ કાળા હતા તે ધેાળા થાય એટલે માનવ સમજી જતા હતા કે માથામાં કાળા વાળ મટીને ધેાળા થયા. એટલે મને ચેતવણી આપે છે.
આ કાળ વહેણ વહેતાં, સદેશ કઇ કઇ કહેતાં, નથી સ્થિર કાઇ રહેતા, તુ બનજે તત્ત્વવેત્તા.
નદીના વહેણ પૂરજોશમાં વહે છે. તેને બે હાથ આડા દેવામાં આવે તે પણ તેને કાઈ રાકવા સમર્થ બની શકતુ નથી. છતાં માની લેા કે એ કાંઠે વહેતી નદીના વહેણને પણ કાઈ ઉપાયથી રાકી શકાય પણ કાળના વહેણને રાકવા કાઈ સમર્થ નથી.
જળ પ્રવાહ સમું અવિશ્રાન્ત આ, ઘટતુ જાય ક્ષણિક જ જીવન,
કાળના વહેણ પૂરોશથી વહી રહ્યા છે. તે માનવને સદેશેા આપે છે, કે હું માનવ! તુ ચેતી જા.
ચેતી જા આતમ ચેત હવે અવસર ચાહ્યા જાય છે (૨) આન્યા હતા તુ છેાડવા, બાંધીને શાને જાય છે (૨) સ્વમાંથી તુ' પરમાં જઈ, શાને વધુ રખાય છે (૨) - ચેતી જા
·
જે આત્માએ સતના સમાગમ કરીને સ્વને આળખે છે તે કામ કાઢી જાય છે. તે આત્મા પ્રત્યેક પદાર્થાને પરિવર્તનશીલ દેખે છે. એટલે તેને કાઈ પણ પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ થતા નથી. તમે પણ જુએ છે ને કે આત્મા સિવાયના સર્વ પદ્મા જડ છે ને દરેકની પર્યાય પલ્ટાય છે. તમે બે ત્રણ વર્ષના હશે ત્યારે તમારી માતાએ ફોટો પડાવેલા હશે તે તમને ખતાવશે તેા તમે એમ કહેશો કે આ ફાટા કાને છે? યુવાનીના અને ખાલપણુના ફોટો સરખાવશે તે જુદો લાગશે. આ બધી પુગલના પર્યાય છે. જ્યાં પર્યાય છે ત્યાં પલટાવાપણું છે. આવા વિનશ્વર પુદ્દગલને સ્વભાવ જોઇને કંઇક આત્માએ વૈરાગ્ય પામી ગયા છે ને કંઇક જીવે! સંસારમાં રહેવા છતાં પણ ન્યારા રહે છે.
એક રાજકુમાર ખૂબ સાંઢ વાન હતા. એક દિવસ સુદર સ્વાંગ સજી ફરવા જઇ રહ્યા હતા. એનુ લલાટ ઝગારા મારી રહ્યું હતુ. પુણ્યવાનના પ્રકાશ કદી છાના રહેતા નથી. કદાચ સાદા વેશમાં હાય તા પણ તેનું લલાટ કદી છૂપું રહેતું નથી. રસ્તામાં એક વેશ્યાની હવેલી આવી. વેશ્યા ઝરૂખામાં ઊભી છે. રાજકુમારને દેખી તે તેના રૂપમાં મુગ્ધ મની અને રાજકુમારને ખેલાવ્યે. કુમારને ખખર નથી કે આ કાની હવેલી છે. એટલે એ તે હવેલીમાં ગયે તે વેશ્યાને પૂછ્યું–બહેન! તમે મને શા માટે ખેલાવ્યે