________________
૬૯૦
શારદા સાગર
આઠમી દવાનું નામ છે મેગ્નેશિયા ફર્સ. જે ઊટાટા, શરદી, ખાંસી આ બધા માટે કામ આવે છે. જેનશાસનની વિનયરૂપ મેનેશિયા ફેર્સ જે અહં રૂપી ખાંસી, ઊંટાટીયે, મમ રૂપી શરદી માટે કામ આવે છે. જે દ્વારા અહંમ રૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે.
નવમી, દવાનું નામ છે નેટમમુર. જે બંધકેશ, સૂકાયેલું ખરજવું, તેમાંથી પાણી ઝરવું, આંખમાંથી પાણી આવવું, આ માટે કામ આવે છે. તેવી રીતે વૈયાવચ્ચે રૂપ નેટમમુર દવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે તથા ક્ષય માટે તેમજ અંતરાય કમના ક્ષય માટે ખૂબ અસાધારણ દવા છે. જો કે બધી દવાઓ દરેક કર્મના ક્ષય માટે છે. છતાં પણ શાસ્ત્રમાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. તેથી વૈયાવચ્ચ માટે વધારે ફેર્સ લખે છે.
- દશમી દવાનું નામ નેટ્ટમફેર્સ છે. દાંતના દર્દો, ગેસ, સ્વપ્નદેષ, વગેરે માટે આ દવા બીજી દવા સાથે મિલાવીને અપાય છે. તેવી રીતે સ્વાધ્યાય ત૫ રૂ૫ નેટ્ટમફેર્સ આત્મશુદ્ધિ માટે તેમજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ માટે તેમજ સમ્યકત્વની શુદ્ધિ માટે ખાસ કામને છે.
અગિયારમી દવાનું નામ નેમસલ્ક છે. જે ટાઢિયે તાવ, પેશાબ રોકાઈ રોકાઈને આવ, તથા દમ રોગ માટે અપાય છે. તેવી રીતે ધ્યાનરૂપ નેમસ ઘાતી કર્મના નાશ માટે અકસીરમાં અકસીર ઉપાય છે.
બારમી દવાનું નામ છે સિલિસિયા. જે વાળ ખરતા હોય, માથાની જૂ માટે, ગુમડું પાકતું ન હોય તો અપાય છે. તેવી રીતે કાર્યોત્સર્ગ રૂપી સિલિસિયા દવા કાયાનું મમત્વ મુકાવવા માટે છેલ્લામાં છેલ્લો ઉપાય છે. બાયકેમિકની આ બાર દવાઓ એક દવા સાથે બીજી મિકસ કરીને પણ અપાય છે. તેવી રીતે જોવા જેવા આત્માના દે હેય તે તે રીતે વધતા ઓછા પ્રમાણમાં બાર તપ રૂપ દવા લેવી જરૂરી છે.
દેવાનુપ્રિયા બાયકેમિકની બાર દવાઓ જેવી રીતે દેહના દઈ મટાડે છે તેવી રીતે આત્માના રોગ મટાડવા માટે આ બાર દવાએ તે છે કે છ આત્યંતર તપ અને છ બાહ્ય તપ. અનંતકાળથી આત્માએ જેટલી બહારની ચિંતા કરી છે તેટલી આત્માની ચિંતા કરી નથી. જ્યારે અંતરાત્મા જાગી ઉઠશે ને પિતાના સ્વરૂપની રમણતામાં કરશે ત્યારે અલૌકિક આનંદ પ્રાપ્ત કરશે. સમય થઈ જવા આવ્યો છે. વિશેષ આ બાબતમાં કંઈ કહેતી નથી. આવતી કાલે પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. જીવનનૈયાને ભવસાગર પાર કરાવનાર અમારા પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્ય તિથિને પવિત્ર દિવસ છે અને આયંબીલ તપની આરાધનાને છેલ્લો દિવસ છે. આવતી કાલે સુંદર આરાધના કરી તપ ત્યાગમાં જોડાશે તેવી આશા સહિત વિરમું છું.