________________
શારદા સાગર
૬૮૯ સોજો, મરડો વગેરે માટે કામ આવે છે. જો કે તેની અંદર બીજી દવાનું મિશ્રણ તે કરવું પડે છે. છતાં મુખ્યપણે તેનું કામ ઉપર કહેલા રોગોની નાબૂદી કરવાનું છે.” તેવી રીતે ઉદરી રૂપ ફેરમફેર્સ તપ કરવાથી બ્રહ્મચર્ય સારું પળાય છે. વિચારોની શુદ્ધિ થાય છે. મન પવિત્ર બને છે. પ્રમાદ હટી જાય છે. અબ્રહ્મ, પ્રમાદ, મનની અશુદ્ધિ વગેરે દૂર થાય છે.
ત્રીજી દવાનું નામ છે ફેસ્મ-ફેર્સ, જે શરીરમાં લોહીના ગઠ્ઠાઓ જામી જાય, કઈ અંગ બેટું વધ્યું હોય તેમજ ચામડી આદિના રાગે માટે વપરાય છે. તેમ વૃત્તિસંક્ષેપ રૂપ ફેસ્મફેર્સ નામને તપ પરિગ્રહ ઉપર કાબૂ મેળવે છે. જીવનમાં કરકસર લાવે છે. ખાઉં ખાઉંની વાસના ઓછી કરે છે. જેના દ્વારા મૈથુન સંજ્ઞા ઉપર પણ થડે પ્રહાર પડે છે. બીજા પણ અનેક કામમાં આવે છે. જે દ્વારા પરિગ્રહ સંજ્ઞા રૂ૫ રેગ તેમજ વાસનારૂપ રોગની નાબૂદી થાય છે.
ચેથી દવાનું નામ છે કેલ્કર-ફેર્સ. જે માથાનો દુઃખાવો, ખાસ કરીને મુખ ઉપરના રેગે, દાંતના સડા વગેરે માટે કામ આવે છે. તેમ રસત્યાગ રૂપી કેલ્કરફેર્સ તપ જીભની ચળ, વધુ ખાવાની લત, અબ્રહ્મની અશુદ્ધિ વગેરે આત્માના અનેક રોગોના ઉપાય માટે કામ આવે છે.
પાંચમી દવાનું નામ કાળીમૂર છે. એ ફેરમફેર્સ સાથે અપાય છે. જે ટાઈફોઈડ માટે, જીભ ઉપર થતી સફેદ ફેલ્લીઓ, કે આંખના રોગો માટે અપાય છે. તેવી રીતે કાયકલેશ રૂપી કાલીમૂર તપ અનાદિ કાળથી કાયામાં પેસી ગયેલા પ્રમાદ રૂપી રોગ, આત્મામાં વધી ગયેલા ભેગ વૈભવના તાંડવ રૂપી રેગ વગેરે માટે અકસીર ઈલાજ છે.
છઠ્ઠી દવાનું નામ છે કાળફેર્સ. ઉંઘ ન આવતી હોય, બીક લાગતી હોય, ગાંડપણ જેવું લાગતું હોય, જ્ઞાનતંતુ નબળા લાગતા હોય, ઝાડામાં દુર્ગધ આવતી હોય વગેરે ઘણ રેગ માટે આ દવા અપાય છે. સંસીનતા રૂપ કાળીફેર્મ તપ બહુ ઉંઘ આવતી હોય. (ઉંઘ આવવી એ દર્શનાવરણીય કર્મને ઉદય છે.) તે માટે અકસીર ઈલાજ છે. જે દ્વારા સ્વાધ્યાય, ધ્યાન વધારે થાય છે. ઉપગ સારે રહે છે અને ઉપયોગ સારો રહેવાથી આત્માના જ્ઞાનતંતુઓ ખૂબ સતેજ રહે છે.
સાતમી દવાનું નામ કાળી- સલ્ફ છે. ગડગુમડ, ઉનાળામાં થતા તાપડીયાં, કાનનું પાકવું, દાંતમાં રસી થવી, ખરજવું, ચિંતા, વિગેરે માટે જે કામ આવે છે તેવી રીતે જૈન શાસનને સાતમે તપ પ્રાયશ્ચિત છે. જે દ્વારા અનાદિની પા૫ વાસનાઓ શાંત થાય છે. અઢારે પાપના ગડગુમડ બેસી જાય છે. આત્માની ચિંતા ઓછી થાય છે. આત્મા પાપના ભારથી હળ ફૂલ બની જાય છે. તેને કોઈ જાતને ભય રહેતો નથી. આ રીતે અનેક કામમાં પ્રાયશ્ચિત રૂપી કાબી સલ્ફ દવા કામમાં આવે છે.