________________
શારદા સાગર બીજા ગમે તે વિચાર કરતા હોય પણ આપણે તે સદાય બીજાનું સારું ઈચ્છવું જોઈએ. આપણે જે દિલથી બીજાનું શુભ ઈચ્છતા હોઈશું તે એક દિવસ એ જરૂર ઉગશે કે સામી વ્યક્તિને ફૂડ કપટ ભર્યા મનેભાવ પણ પલટાવાના.
બંધુઓ ! કેઈના મકાનમાં અત્તરભર્યું હોય તે શું ત્યાંથી પસાર થનારા પ્રવાસીઓને એની સુગંધ નહિ આવે? આવે. ઘરની અંદર કઈ જીવજંતુ મરી ગયું હોય અને સડતું હોય તે ત્યાંની હવા દુર્ગધમય નહિ બને? પુરતા વિચાર અત્તર જેવા છે. અને કુવિચાર સડતા કચરા જેવા છે. જ્યારે આપણું ચિત્ત રૂપી તંત્રમાં વિચારોની ઘટમાળ શરૂ થાય છે. ત્યારે તે વિચારેની અસર આપણા શરીર ઉપર થાય છે એટલું નહિ પણ આપણુથી ન જોઈ શકાય કે ન સમજી શકાય તેવી અદશ્ય અસર વાતાવરણમાં પણ ફેલાય છે. એક દાખલો આપીને સમજાવું.
બનારસના રાજા બ્રહ્મદરે રાજ્યના લાભથી કેશલ દેશ પર ચઢાઈ કરી. ને તે રાજય જીતી લીધું. કોશલ રાજા યુદ્ધમાં માઈ ગયા ને તેની રાણું જંગલમાં ભાગી ગઈ. તે સમયે તેને નાને બા હતું. તેને જંગલમાં રહીને રાણીએ ઉછેર્યો. ને તેનું નામ દીર્ધાયુ પાડયું. સમય જતાં આ વાત તે ભૂલાઈ ગઈ. દીર્ધાયુને એની માતા ભૂતકાળની ઘણી ઘણી વાતો કરતી. સાથે એ કહ્યું કે દીકરા બનવાનું હતું તે બની ગયું. હું એમ નથી કહેતી કે તું તારા પિતાનું વેર લે. વેરથી કદી વેર શમતું નથી, અગ્નિ જેમ પાણીથી શાંત થાય તેમ વેરની જવાળા પ્રેમથી શાંત થાય. આ સુંદર વાત તારા પિતા મને ઘણું વખત કહેતા હતા.
સમય જતાં દીર્ધાયુ મોટે થયે. તેના દેહ પર યૌવન થનગનવા લાગ્યું. પિતાની આજીવિકાને માટે દીઘાયુ બ્રહ્મદત્તને ત્યાં સારથિ તરીકે કામ કરવા રહ્યો. એક દિવસની વાત છે. બ્રાહદત્ત રાજા શિકાર ખેલવા નીકળ્યા. તે જંગલમાં ઘણે દૂર સુધી નીકળી ગયા. બધા સાથીદારે છૂટા પડી ગયા. થાક્યાપાયા બધા બપોરે એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. બ્રહ્મહત્ત રાજા દીર્ધાયુના ખેાળામાં માથું મૂકીને ઊંધી ગયા. રાજાને ઊંઘતા જોઈને દીર્ધાયુને પિતાનું જુનું વેર યાદ આવ્યું.બ્રહ્મદત્તને નાશ કરવા પાસે પડેલી તલવાર ઉપાડી. ત્યાં તે માતાની મીઠી શિખામણ યાદ આવી. બેટા! વેરથી વેર નથી શમતું પણ પ્રેમથી શમે છે. દીર્ધાયુએ તરત તલવાર નીચે મૂકી દીધી. પણ અશુભ વિચારને પડદે પડયે હેય તેમ રાજા બ્રહ્મદત્ત એકદમ ઝબકીને જાગી ગયા.
બ્રહ્મદત્તને એકદમ ગભરાયેલો જોઈ દીર્ધાયુએ પૂછયું. મહારાજા! આપ આટલા બધા ગભરાયેલા કેમ દેખાવ છે? હે દીર્ધાયુ! મને સ્વપ્ન આવ્યું કે તું કોશલરાજને પુત્ર છે અને પિતાનું વેર લેવા કટિબદ્ધ થયો છે. દીઘાયુ કહે-હા, વાત સાચી છે. તે પછી હે મહારાજા! મને મારી માતાના શબ્દો યાદ આવ્યાં અને હું આપની ઘાત