________________
૬૮૬
શારદા સીગરે . આશ્ચર્ય થયું. એ રાતે એણે પિતાના પૂળામાંથી સો પૂળા મોટાભાઈના ઢગલામાં મૂકવા માંડયા. ત્યાં મોટાભાઈ આવી ચડ્યા. નાનાભાઈને પિતાના પાકમાં પૂળા મૂકતે જોઈને મોટાભાઈએ કહ્યું - કેમ ભાઈ ! આ શું કરે છે? મેટાભાઈ! હું એકલું છું, મારે આટલે બધે પાક શું કરે છે? આપ તે વસ્તારી છે. તેથી મને એમ થયું કે લાવ, ત્યારે સે પૂળા મોટાભાઈના ભાગમાં મૂકું. મેં ગઈ કાલે રાત્રે મૂક્યા હતા પણ કેણ જાણે કેમ એ મારા ઢગલામાં પાછા આવી પડ્યા.
નાનાભાઈની આવી ઉચ્ચ ભાવના જોઈને મોટાભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે કહ્યું - ભાઈ ! ગઈ કાલે મને પણ વિચાર આવે કે તું એકલે છું. અત્યારે તેં બે પૈસા બચાવ્યા હોય તે ભવિષ્યમાં કામ આવે. એ વિચારથી પ્રેરાઈને મેં સે પૂળા તારા ઢગલામાં મૂક્યા હતા. મોટાભાઈની આવી વિશાળ ભાવના જેઈને નાને ભાઈ તેના ચરણમાં નમી પડે. મારે કહેવાને આશય એ છે કે દિલની સારી યા ખરાબ ભાવનાઓને પડશે જરૂર પડે છે. કેટલાક સ્થળ એવાં હોય છે કે જ્યાં અવાજના પડઘાં પડે છે. આપણે જે બોલીએ છીએ એ થડા વખત પછી ફરી આપણને સાંભળવા મળે છે. એ જ પ્રમાણે એક વ્યક્તિના અંતઃકરણની ભાવના બીજી વ્યક્તિના અંતઃ કરણની દીવાલને અથડાઈને એ જ રૂપમાં મૂળ વ્યક્તિ તરફ પાછી ફરે છે.
આપણુ વિચારમાં અજબ શક્તિ ભરી છે. જગતમાં જેટલાં જેટલાં કાર્યો થઈ ગયા, થઈ રહ્યા છે અને થશે એ બધાનું મૂળ વિચાર છે. જેટલા પ્રમાણમાં વિચાર શુદ્ધ અને પવિત્ર હશે એટલા પ્રમાણમાં કાર્ય શુદ્ધ અને પવિત્ર થશે. પવિત્ર વિચારથી પ્રેરાઈને જે વૈજ્ઞાનિકોએ જગતને સુંદર સગવડતાઓ આપી એ વૈજ્ઞાનિકને જગત પ્રેમથી વંદે છે. અને જે વૈજ્ઞાનિકેએ જગતને હિંસક શસ્ત્ર ભેટ ધર્યા એ વૈજ્ઞાનિકોને જગત ધૃણાની નજરે નિહાળે છે. જેમ્સ એલે કહ્યું છે કે મનુષ્ય પિતાનું ભાવિ પિતે બગાડે છે અથવા સુધારે છે. વિચાર રૂપી યંત્રશાળામાં એ એવા હથિયાર બનાવે છે કે જેથી તેને પિતાને વિનાશ થાય. તેવી જ રીતે એવા પણ હથિયાર બનાવી શકે કે જેથી આનંદ, ઉલ્લાસ અને શાંતિ રૂપી સ્વગીય ભુવનનાં સાહિત્ય બનાવી શકે. સત્ય વિચાર પસંદ કરીને તેને યથાયોગ્ય ઉપયોગ થાય તે મનુષ્ય દેવ બને. ખેટા વિચાર કરી તે ઉપયોગ કરે તે પશુ કરતાં ય નીચી પંકિતમાં ઉતરે. આ બે છેડાની વચમાં અનેક સ્વભાવના જુદા જુદા વિચારોના મનુષ્યો હોય છે. અને મનુષ્ય તેમને કર્તા અને ભકતા છે. , દેવ બનવું કે દાનવ એ માનવીની પસંદગીની વાત છે. સારા વિચાર કરનારા દેવ બની શકે છે. એને દેવની રિદ્ધિ – સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે ભૂંડા વિચારો કરનારો માનવી આખું જીવન દુઃખમાં પસાર કરે છે. આપણું અને સમાજના બંનેના કલ્યાણને અર્થે સદાય કલ્યાણકારી વિચાર કરવા. ભલે આપણા માટે