________________
શારદા સાગર
રીતે ખાય? બસ, શેઠની આંખ ઉઘડી ગઈ ને હતું તેવું રસોડું ચલાવવા લાગ્યા. અહીં આપણે એ વિચારવું છે કે જે આપણી ભાવના ઉંચી હશે તે બધાની ઉંચી થશે. કાન્સમાં બની ગયેલી એક સત્ય ઘટના તમને કહું.
ક્રાન્સના એક નાનકડા ગામમાં બે ખેડૂત ભાઈઓ રહેતા હતા. મોટેભાઈ પરણેલ હતું. તેને બે દીકરા અને બે દીકરાઓ હતી. નાનાભાઈ કુંવારો હતો. તેના લગ્ન થયા ન હતા. પિતાના બાપદાદાઓનું એક ખેતર હતું. તેના એક ભાગમાં માટેભાઈ ખેતી કરે ને બીજા ભાગમાં નાનાભાઈ ખેતી કરે.
એક વખતના પ્રસંગમાં પાક બરાબર તૈયાર થયા પછી બંને ભાઈઓએ પાક વાઢીને ખળામાં નાંખ્યા હતા. કામ કરતાં કરતાં સાંજ પડી એટલે મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે ભાઈ વાઢેલ પાક ખેતરમાં પડે છે એટલે આપણ બેમાંથી એકને તે ખેતર પર રાતવાસો રહેવું જોઈએ. અત્યારે હું ઘેર જાઉં છું. રાતના બાર-એક વાગે હું અહીં આવી જઈશ. પછી તું જ. આ બંને ભાઈઓમાં પ્રેમ ને સંપ ઘણે હતે. નાનભાઈ કદી મોટાભાઇની આજ્ઞા ઉથાપે નહિ. તે મોટાભાઈને પિતા સમાન ગણું તેની આજ્ઞામાં તત્પર રહે. મોટાભાઈની વાત સાંભળી નાનાભાઈ કહે ભલેભાઇ, એટલે મોટેભાઈ ઘર તરફ રવાના થયા.
નાને ભાઈ બરાબર ચેકી કરતે બેઠો છે. તેની નજર પાકના ઢગલા ઉપર પડતી હતી. પાક જોતા તેને વિચાર આવે કે મારે મોટે ભાઈ વસ્તારી છે. તે છ માણસનું કુટુંબ છે. આટલા પાકમાં એમનું પૂરું કેવી રીતે થાય? વળી તે ભાઈ તે પાછો સ્વમાની છે. કોઈને કાંઈ કહે પણ નહિ. ત્યારે મારે એકલાને આટલો બધે પાક શું કરવો છે? લાવ, ત્યારે સે પૂળા મોટાભાઈના ઢગલામાં નાખી દઉં. કેટલી દિલની ઉદાર ભાવના ને ભાઈ પ્રત્યેની લાગણી! એમ વિચાર કરીને નાનાભાઈએ પોતાના સે પૂળા મોટાભાઈના ઢગલામાં નાંખ્યા. -
રાત્રીના બાર વાગે મોટાભાઈ ખેતરનું રક્ષણ કરવા માટે આવી ગયો. ને નાનાભાઈને ઘેર મેક, રાત્રે વિચાર કરતાં કરતાં મેટાભાઈને વિચાર આવ્યું કે અરે! આ મારે નાભાઈ કેટલે ભોળે ને પવિત્ર છે. હજુ એને સંસારને આ પંથ કાપવાનું બાકી છે. પિતાની પાછલી જિંદગીને વિચાર કરીને બે પૈસા ભેગા પણ કર્યા નથી. તે તે પાછો એ શરમાળ ને લજજાવાન છે કે ભૂખે મરે પણ કોઈની પાસે હાથ લાંબે ન કરે. ગમે તેમ પણ હું તેને મોટેભાઈ છું. એ ન માગે તે ય મારે છાના છાના પણ એને મદદ કરતાં રહેવું જોઈએ. એમ વિચાર કરીને મોટાભાઈએ પિતાના ઢગલામાંથી સો પૂળા નાનાભાઈના ઢગલામાં નાંખ્યા.
બીજે દિવસે નાનાભાઈએ જોયું તે પિતાને પાક પૂરેપૂરે પડે છે. તેથી એને