________________
૫૭૨
શારદા સાગર
तहारुवाणं समणाणं निग्गंथाणं पज्जुवासणाए किं फलं ? सवण फलं ।
હે ભગવાન! સાચા નિગ્રંથ શ્રમણની પર્ય પાસના કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાને કહ્યું કે સાધુની સેવા કરવાથી શ્રવણને લાભ મળે છે અથવા શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- અંજના સતીએ વસંતમાલાને કહ્યું કે હે સખી! મને પણ શ્રુતજ્ઞાનને લાભ મળે છે. હું મારા કર્મોને પક્ષ રૂપે જાણતી હતી પણ આ ગુરૂદેવે કૃપા કરી મારા પૂર્વકર્મને પ્રત્યક્ષ જોઈને વાત કહી છે એટલું નહિ પણ ભવિષ્ય સબંધી વાતે જે હું જાણતી ન હતી. તે પણ આ મુનિ પાસેથી જાણવા મળી છે. મુનિના વચન ઉપર મને દઢ વિશ્વાસ થયો છે કે હવે મારા દુઃખને અંત આવવાનો છે. ત્યારે વસંતમાલા કહેતમે તે આ પ્રમાણે કહે છે પણ કેણ જાણે દુખને અંત આવશે કે નહિ! અને તમારા પતિ યુદ્ધમાંથી જીવિત આવશે કે નહિ? અંજના કહે - મને સંતના વચન ઉપર દઢ વિશ્વાસ છે. પતિના સબંધમાં અને પુત્રના સબંધમાં જે કાંઈ કહ્યું છે તે ઉપર પણ વિશ્વાસ છે. આમ બંને વચ્ચે વાત ચીત થઈ રહી છે. હવે ત્યાં શું બનશે તેના "ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. - ૬૭ ભાદરવા વદ અમાસને શનિવાર
તા. ૪-૧૦–૭૫ અનંત ઉપકારી, નિર્વાણ પથના નેતા, રાગની આગને ઓલવતા, જ્ઞાનબગીચાને ખીલવતા એવા વીતરાગ પ્રભુએ જગતના જીવના દુઃખ અને દરિદ્રને દૂર કરવા આગમની પ્રરૂપણ કરી. તેમાં આત્માના ઉત્થાનના કીમિયા બતાવ્યા છે. પણ જયાં સુધી અંતરમાં રહેલે મિથ્યા માન્યતાને મેલ દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી ભગવાને પ્રરૂપેલા ભાવને સમજી શકાતા નથી. ભગવાનના પ્રરૂપેલા ભાવે જગતના ભાવથી જુદા છે. ભગવાનની સાથે સબંધ બાંધ હોય તે જગતને સબંધ તેડે પડશે. ને ભગવાનના વચનને અંગીકાર કરવાની પાત્રતા કેળવવી પડશે. જેમ કેઈ પાત્રમાં વસ્તુ છલછલ ભરેલી હોય તો તેમાં બીજી વસ્તુ ભરી શકાય નહિ. પણ જ્યારે અંદર ભરેલી વસ્તુને ખાલી કરીશું ત્યારે બીજી સારી વસ્તુ ભરી શકીશું. તે રીતે આપણા અંતરમાં ભરેલી મલીન ભાવનાઓને ખાલી નહિ કરીએ ત્યાં સુધી ભગવાને કહેલા ભાવને ભરી શકીશું નહિ.
મહાન પુરૂષે કહે છે, કે હે ચેતના જે તને ભગવાનની આજ્ઞાની આરાધના કરવાની ભાવના હોય તે તું પ્રભુના શાસનમાં અર્પણ થઈ જા ને તારા મલિન અભિપ્રાયને છોડી દે. એક વખત પાંચ-સાત મિત્રો દારૂ પીને નદી કિનારે પુનમની ચાંદનીમાં ફરવા માટે આવ્યા.