________________
૯૩૨
શારદા સાગર નહિ જવાય છે તે પ્રમાણે અમલ કરીએ. આ મેહરાજાનું પ્રતિસંસીનતા તપ છે. આમ એ પ્રકારના બાહ્યતા મહરાજાના હુકમથી આપણે અનાદિ કાળથી કરતા રહ્યા છીએ.
આપણે જે ચારિત્ર રાજાના હુકમથી ઉપવાસ આદિ અનશન તપ, ઓછું ખાવા રૂપ ઉદરી તપ, ઓછા દ્રવ્ય વાપરવા રૂપ વૃતિસક્ષેપ તપ, વિગય ત્યાગ કરીને મનગમતા ભોજનને ત્યાગ કરવા રૂપ રસત્યાગનું તપ, વિહાર, લચ આદિ કરવા રૂપ કાયકલેશ તપ અને અગેને સંકેચી રાખવા રૂપ પ્રતિસલીનતા તપ કરીએ તો આપણું આત્માને નિસ્વાર થાય, સંસાર અલ્પ થાય અને અંતે શાશ્વત પરિપૂર્ણ સુખના લેતા બની શકીએ.
મહરાજાની આજ્ઞાથી થતા બાહ્યતપને વિચાર કર્યો. હવે આત્યંતર તપનો વિચાર કરીએ. પીરોટી ખસી ગઈ હોય તો પાંચ દિવસ ન ખાવારૂપ પ્રાયશ્ચિત કરીએ છીએ. ધન મેળવવાને માટે શેઠ શાહુકારને કેટલે વિનય-વિવેક સાચવે છે? ઘરમાં પત્નીપુત્ર-પરિવાર આદિ માંદા પડયા હોય તે તે બધાની પ્રેમપૂર્વક વૈયાવચ્ચસેવા કરે છે આ રીતે મહરાજાની આજ્ઞાથી પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ આદિ તપ કરે છે. ચોથું તપ છે સ્વાધ્યાય. સંસારમાં મોહદશાને કારણે જીવ આ મારે પુત્ર, આ મારી પત્ની, આ મારા માતા-પિતા, આ પૈસો, બંગલે, હાટ-હવેલી બધું મારું છે એમ તેના દિલમાં સતત મારાપણને જાપ ચાલુ હોય છે. આ છે મોહરાજાનું સ્વાધ્યાય ૫. સંસારના પદાર્થોમાં કે વેપારમાં એવા લયલીન બની જાય છે કે ગમે તેવા ઘંઘાટ થાય તો પણ તે સહન કરે છે. ત્યારે કેણ આવ્યું ને કેણુ ગયું તેની પણ ખબર પડતી નથી. એટલે ધ્યાન પણ કરે છે. જ્યારે પુલ સીઝન હેય ને ખૂબ ઘરાકી હોય ત્યારે બે ત્રણ કલાક પણ ખડે પગે ઉભા રહે. તે તપ જે આત્માનો કમેલ કાઢવા કરીએ તે સાચું સુખ હથેળીમાં રમતું થઈ જાય.
બાય કેમિકની બાર દવા ગમે તેવા રોગને નાશ કરે છે તેમ જૈનશાસનના બાર પ્રકારના તપે આત્માના ગમે તેવા રોગોને નાશ કરે છે. તેમજ શરીરના રેગોને પણ નાશ કરે છે. તપથી લબ્ધિ પ્રગટ થાય છે. તપ કરવાથી કષ્ટ સહન કરવાને અભ્યાસ પડે છે. તેથી દુઃખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છોડ્યા વગર તપ થતું નથી. એટલે તપ એ સુખની સામગ્રીને છોડવાનું શીખવાડે છે. જેમ કેઇ માણસ ગામડામાં ફેકચર થયું હોય તો તે માણસ મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરમાં જાય તો સારું થાય છે. તેમ તપ કરવાથી ભવનાં પાપ પણ આ ભવમાં નાશ પામે છે. જેમ કઈ દદીને પેટમાં એક રતલની ગાંઠ થઈ હોય અને તેનું ઓપરેશન કરવામાં આવે તે વજન ઓછું થાય છતાં ઓપરેશન થવાથી દર્દી રાજી થાય છે કે મારે રાગે ગયા. તે રીતે તપશ્ચર્યાથી શરીર ઓછુ થાય છે. પણ કર્મ રોગ દૂર થાય છે. બાર પ્રકારના તપમાંથી