________________
શારદા સાગર
તેના હૈયે હાથ પડી ગયે. હાય-હાય દગો કરીને લઈ ગયા. બેચેનીથી ભમવા લાગે. ખાધું પીધું નહિ. કેવી મોહની ભયંકર દશા છે. તમારા તે સ્વાનુભવની વાત છે ને? આ દશા છે રાગની ને મોહાંધ દશામાં પડેલા અજ્ઞાનીઓની. તુલસીએ ખાવા પીવાનું છેડી દીધું અને ઝર ઝુર કરે. એમ કરતાં રાત પડી. બધા સૂઈ ગયા. પણ તુલસીને ઉંઘ આવતી નથી. રાગની આગ લાગવાથી પથારીને બચકા ભરે છે. રૂંવાડે રૂંવાડે વિયેગની વેદના થાય છે. છેવટે રાતના બાર વાગ્યા. આખા ગામનું વાતાવરણ શાંત થઈ ગયું. ભાઈસાહેબને કાંઈ ચેન પડતું નથી. છેવટે મધરાત્રે પથારીમાંથી ઉભું થાય છે. દરવાજો ખોલી બહાર જાય છે. અહાહામહ દશા શું કરી રહી છે ! - તુલસીને સહેજ પણ વિચાર ન આવ્યું કે હું મધરાતે જાઉં છું. વચમાં નદી આવે છે. હું ત્યાં જઈશ, રસ્તામાં મને કોઈ તકલીફ પડશે તે? મારું માન જળવાશે કે નહિ જળવાય? કઈ પણ જાતને વિચાર કર્યા વગર ચાલી નીકળ્યા. જેમાસાની ઋતુ હેવાથી વરસાદ ધેધમાર પડી રહ્યો છે. રસ્તામાં ઢીંચણસમા પાણી છે. આવું કષ્ટ હોવા છતાં ભેગને ભિખારી દેડયે જાય છે. નદી કિનારે પહોંચે છે. નદીમાં પૂર આવ્યું છે. ભલભલા માણસો પણ હિંમત હારી જાય એવા નદીના પૂરમાં તુલસીએ કાંઈ પણ વિચાર કર્યા વગર પોતાની જાતને ઘોડાપૂરની સામે ઝંપલાવી દીધી. મેતના મુખમાં જતે હેય તેમ સાહસ કરીને નદી ઓળંગી રહ્યો છે. નદી પાર થતાં સસરાને ઘેર પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો. બધા ઉંધી ગયેલા છે. ફક્ત રત્નાવલી જાગે છે. મારે ધણું આટલે મોહાંધ છે! એનું શું થશે? આમ વિચાર કરતી હતી ત્યાં અવાજ આવ્યું. બારણું ખેલે. રત્નાવલી પૂછે છે કેણું છે? તુલસી કહે- હું છું. અહાહા ! શું તમને દુનિયાની લાજ પણ ન આવી? મને કઈ દેખી જશે તે? વાસનાના ભિખારી, પાગલ જેવા બની પ્રેમને આધીન થઈ તમે અહીં દેડી આવ્યા છે. ધિક્કાર છે તમારી વાસનાને!
બંધુઓ! છે તમારી સ્ત્રીમાં તાકાત કે તમને મેહના વિષમાંથી પાછા વાળે ? આ તો નારી નથી પણ નારાયણી છે. ખરેખર, શકિત અને હિંમત ભરેલી સ્ત્રીએ પોતાના પતિને કડક શબ્દો કહી દીધા. હે મારા નાથ ! હાડકા અને લેહી માંથી બનેલી કાયા પર આટલી પ્રીતિ કરીને પાગલ બન્યા છે પણ તમારી આ પ્રીતિ તમને દુર્ગતિમાં લઈ જશે. પણ આટલી પ્રીતિ ભગવાનમાં કરી હતી તે હે નાથ! તમારી ભવની ભીતિ મટી ગઈ હોત. જેટલા દિવસથી મારી પાછળ પાગલ છે તેટલા દિવસથી ભગવાનની પાછળ પાગલ હેત તો આ તમારે તિરસ્કાર ન થાત. હું પ્રેમની ભૂખી નથી તેમ નથી પણ દરેકમાં મર્યાદા હેવી જોઈએ. ચામડાની પાછળ ચમાર બની આત્મભાન ભૂલી ગયા છે. કંઈક સમજે. તમારી આ ભૂખ તમને ભરખી ખાશે. | ૨નાવલીના આ વચન સાંભળી તુલસીનું હદય વીંધાઈ ગયું. તે જ