________________
શારદા સાગર
૬૭
ગોચરી જાય ને ખબર પડે કે મારા નિમિત્તે બનાવ્યું છે તે તે આઘાકમી આહાર સાધુ લે નહિ. પિતાને માટે સામું ટીફીન લાવીને વહેરાવે તે પણ સાધુ લે નહિ. આઘાકમી આહાર લેવાથી સાધુનું ચિત્ત સ્વાધ્યાય ધ્યાનમાં સ્થિર રહેતું નથી. જીવનમાં પ્રમાદ આવી જાય છે ને કર્મબંધન થાય છે. નિદોષ આહાર-પાણીની ગવેષણ કરીને ચારિત્ર પાળનાર સાધુ જ્ઞાનધ્યાનની વૃદ્ધિ કરે છે.
એક સાધુ સંસારમાં કરેડાની મુડી છોડીને ત્યાગી બન્યા હતા. પણ દીક્ષા પછી અનેક શેઠીયાઓએ તેને માનપાનમાં પાડી દીધા અને દરરોજ તેમના માટે બૈચરી બેલાવવાની પડાપડી થવા લાગી. પરિણામે આધાકમી આહારથી ચારિત્રમાં શિથિલતા આવી ગઈ. પણ એક દિવસ આંખ ઉઘડી ગઈ ને નિદોષ બૈચરી ગષણું કરીને લાવ્યા, તે શુદ્ધ આહાર પેટમાં જતાં ચારિત્રનું ભાન થયું ને સાધુપણામાં સ્થિર બન્યા. અને ચારિત્રના મહાન ગુણો પ્રગટયા. માટે ગોચરી નિર્દોષ હોવી જોઈએ. જે સાધુ ચારિત્ર નિર્મળ પાળશે તે પિતે તરશે ને બીજાને તારશે. અરે, તમારા સંસારમાં પણ જે પત્ની ગુણીયલ હશે તે ભાન ભૂલેલા પતિને પણ ઠેકાણે લાવશે.
- સંત તુલસીના જીવનને પ્રસંગ છે. તેની પત્નીનું નામ રત્નાવલી હતું. એ ખરેખર સાચા રત્નની માફક આત્મગુણથી પ્રકાશિત થયેલી હતી. તુલસીભાઈ અને રત્નાવલી લગ્નગ્રંથીથી જોડાયા પછી તેમની જીવન કહાનીમાં શું બન્યું છે તે હું કહેવા માંગું છું. તુલસીભાઈની સાથે રત્નાવલીના લગ્ન થયા અને જયારે પરણીને ઘેર આવ્યા ત્યારે તુલસી રત્નાવલીના રૂપ પાછળ એ પાગલ બની ગયા કે દુકાન કે ઘરનું કાંઈ પણ કામ કરે નહિ. એક કલાક પણ રત્નાવલીથી છુટે ન પડે. પરિણામ એ આવ્યું કે તેને પરણ્યા બે મહિના થયા. રત્નાવલીનું પિયર નજીક હોવાથી તેને તેડવા માટે આવ્યા. પણ મોહાંધ તુલસી તેને કોઈ હિસાબે પિયર જવા દેતા નથી. ચાર ચાર વાર તેડા આવ્યા. અને પાછા ગયા. એના મા-બાપે તુલસીને ઘણું સમજાવ્યું કે તું એને પંદર દિવસ પણ પિયર જવા દે. નહીં તે આપણું ખરાબ દેખાશે, મા-બાપના જીવને દુઃખ થાય છે. પણ તુલસી કે વાત સમજ્યો નહિ. અહાહા...મોહ દશા કેવી ભયંકર છે. મેહમાં અંધ બનેલ તુલસી રત્નાવલીની પાછળ પાછળ ફર્યા કરે છે. છેવટમાં તુલસીના ભાઈઓએ રત્નાવલીના ભાઈએને સમજાવ્યા. તમે છાનામાના બાજુના ઘરમાં રોકાઈ જાવ. ને જયારે તે સંડાસ જવા જંગલમાં જાય ત્યારે તમે લઇને રવાના થઈ જજે. એની સાથે એના જેવા થશે તો તમારું કામ થશે. પણ તુલસીભાઈ તે ક્યાંય જતા નથી. તે કરવું શું? કુદરતને કરવું કે તે એક દિવસ ગલમાં ગયે કે તરત રત્નાવલીને લઈ તેના ભાઈ રવાના થઈ ગયા. બે ગામ વચ્ચે ફકત નદી છે. બેનને લઈ ભાઈ ઘેર ગયે. બધા ખુશખુશ થઈ ગયા.
આ બાજુ તુલસી બહારથી આવી પહોંચ્યા, જ્યાં રત્નાવલીને જોઈ નહિ ત્યાં