________________
કર્ષ
શારદા સાગર -
જે દીકરાએ હું કમાતે હતું ત્યારે ખમ્મા ખમ્મા કરતા હતા. બાપા શું બેલ્યા ને શું બોલશે, મને પૂછીને પાણી પીતા હતા એટલું મારું માન હતું પણ કમાતો બંધ થયો એટલે કેડીનું પણ માન ન રહ્યું. ઘરના નેકરેનું માન છે એટલું પણ મારું માન નથી. મહારાજ ! ભૂખ્યા મારા પેટમાં ચૂંથારા થાય છે. ચકકર આવે છે. ને અધૂરામાં પૂરું પેટના દીકરાએ પાટુ મારીને કેડ ભાંગી નાંખી. મારાથી સહન થતું નથી એટલે રહું છું.
- સંત કહે છે બાપા! હવે તમને સમજાઈ ગયું છે કે સંસાર કે સ્વાર્થ ભરેલે છે. કેઈ કેઈનું નથી. તમારી આંખ ખુલી ગઈ છે ને? જો આવું દુઃખ ન વેઠવું હોય તે ચાલો સાથે ને સાધુ બની જાવ. કઈ જાતની ઉપાધિ નહિ રહે. બાકી સંસારમાં તે, દુખ છે. ચારિત્રથી આત્માનું કલ્યાણ થશે.
બંધુઓ ! સંસારને મેહ કેવો છે? સંસારમાં સુખ નથી છતાં માયા મુકવી મુશ્કેલ છે. સુખની છાયા કયાંય નથી પણ માયા નથી મૂકાતી,
મૃગજળ જેવું સુખ છતાં યે તૃણું નથી છીપાતી, ખારે આ સંસાર છતાં યે, તેને ગણું હું પ્યારે
ભવના સાગરમાં ભટકું છતાં ક્યાંયે મળે ન કિનારે ભુલ ભરેલી બમણુએ છે તે ચે નથી મૂકાતી. સુખની છાયા
તરત ડોસા તાડૂકીને કહે છે મહારાજ ! તમે તમારા મનમાં શું સમજે છે? એ તે ગમે તેવા તે ય મારા છોકરા છે ને? સમય આવ્યે એ મારી ચાકરી કરશે. એ મારા ને હું એને. જુઓ, હમણું દુઃખથી રડતે હતો. કેઈ કેઈનું નથી એ શબ્દો પિતાના મુખેથી બેલ્યો હતો ને પાછો કે ફરી ગયે? આ શું બતાવે છે? સંસારને મોહ. એક ગુજરાતી કહેવત છે ને કે -
પડ૫ડ કરતી પાણું ભરે ને બેડ ફેડે બહુ
સાસુને ગધેડો કહે, તે ય દીકરાની વહુ. જુઓ તો ખરા! તમારા સંસારને મેહ કે છે? વહુને ઘરમાં જે વધારે કામ કરવું પડે તો તે બડબડ કરે. તમારા મુંબઈમાં તે ક્યાં પાણી ભરવાનું છે? પણ દેશમાં પાણી ભરવા કુવે જવું પડે છે. પાણી ભરવા જાય ને બેડા ફાડી નાખે. તેમાં જે સાસુ એમ કહે કે બેટા! જરા સાચવીને બેડું મૂકવું હતું ને માથાની ફરેલ વહુ હોય તો સાસુને કહી દે કે ડેકરી બેસને હવે ગધેડીની માફક શું ભૂકે છે? ગમે તેવી ગાળો દે તે પણ સાસુ ગળી પીવે ને ઉપરથી શું માને કે ગમે તેવી તેય મારા દીકરાની વહુ છે ને! બેલે, કેટલો મોહ છે. ત્યાં જરા પણ અપમાન સાલે છે?
જેને સંસારને મેહ ઉતરી ગયે છે. સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મમત્વ નથી રહ્યું તેવા અનાથી મુનિ આગળ શું કહે છે –