________________
શારદા સાગર
૬૭૯ મિનિટે દરવાજો ખોલાવ્યા વગર પાછો વળી ગયે. તુલસી જે મેહમાં અંધ બનેલું હતું, પાગલ બનેલ હતું તે એક જ વચને જાગી ગયે. અને એ જાગ્યો કે પોતાને ઘેર નહિ જતા સત્યના રસ્તે ચાલવા મંડયે. મનથી વિચાર કરતા હદયના પિકાર સાથે બેલવા લાગ્ય-અહા! જેની પાછળ હું પાગલ બને તે મને પાગલ કહીને બોલાવે? મને જાકારો કરે? આ કરતાં મેં આટલે પ્રેમ ભગવાન સાથે કર્યો હોત તે ભગવાન મને જાકારો ન દેત. ભગવાન મને દરવાજેથી પાછો ન વાળત. આમ વિચારતે સીધે જંગલમાં ગયે અને ભગવાનની આરાધનામાં બેસી ગયો. અને સાચા સંત બની ગયે. તુલસીભાઈને બદલે સંત તુલસીદાસ બની ગયું અને રામાયણને લખનાર બની ગયે. “પ્રભુ તારી મળી છે પ્રછાયા, નથી જોઈતી હવે જગની માયા,
કરમ બિચારા ત્યાં ઘવાયા, ઉગ્યા દિન તે સવાયા.” તુલસી વિચાર કરે છે હે પ્રભુ! મને તારી છાયા મળી ગઈ છે. મારે હવે જગની કઈ માયા જોઈતી નથી. જ્યાં તેને આત્મા આ રીતે જાગી ગયે ત્યાં શું કર્મો બિચારા ઉભા રહે ખરા? આત્મા જાગ્યા પછી મોહની આગને ઓલવાયા વગર છુટકા નથી. અને જ્યારે મોહની આગ ઓલવાય છે ત્યારે દિવસ સફળ બને છે. આ હતા સંત તુલસીદાસ અને એ હતી સતી રત્નાવલી. બેલ દેવાનુપ્રિયે! તમારે ઘેર રત્નાવલી છે ને? તમને જગાડે છે કે નહિ? બોલે, કેમ બેલતા નથી? ખેર, રત્નાવલી ન હોય તે તમે જાગે ને તમારી રત્નાવલીને જગાડે.
આપણે રોજને અધિકાર તમે સાંભળો છે ને? અનાથી મુનિ શું કહે છે હે રાજન! સંસાર ત્યાગીને હું વીતરાગી સંત બન્યું. એટલે મારે અને સર્વ જીને નાથ બન્યા. હવે મને કઈ પણ પ્રકારને રેગ, શેક કે ભય નથી. હવે હું સનાથ બને તેથી કઈ પ્રકારનું દુઃખ મારી સામે આવી શકતું નથી. કદાચ જે કઈ રેગ કે દુખ આવે તે તેને મટાડવા માટે હું સમર્થ છું. પણ એનાથી ગભરાઈને બીજા કોઈના શરણે જવાની જરૂર પડશે નહિ. મારી જીવન કહાની સાંભળીને હે રાજા! તમે સમજી ગયા હશો કે હું પહેલાં કેવી રીતે અનાથ હતો ને. અત્યારે કેવી રીતે સનાથ બનેલું છું. આ ઉપરથી તમે પણ વિચાર કરી લે કે તમે પોતે અનાથ છે કે સનાથ છે?
હે રાજન! તમારે મારી જેમ સનાથ બનવું હોય તે સંસારની સમસ્ત વસ્તુઓ ઉપરથી તમારે અધિકાર ઉઠાવી લે. અને આ સંયમ રૂપી શક્તિને શરણે આવી જાવ. પછી તમે તમારા પોતાના પણ નાથ બનશે ને પ્રાણીમાત્રના નાથ બની શકશે. સાધુ ન બની શકે તેમ હોય તે અનાથના દેનારી વસ્તુઓને જેટલા અંશે ત્યાગ કરશે તેટલા અંશે સનાથ બનતા જશે. અને જ્યારે વસ્તુઓને સર્વથા ત્યાગ કરશે