________________
૬૮૨
શારદા સાગર
તેના અંતરમાં અશાંતિની વેદના થતી હોય છે. બહિર્મુખ ભાવ એ જીવને માટે દુઃખનું કારણ છે. કસ્તુરીયા મૃગની નાભિમાં સુગંધ હોવા છતાં તે બહાર સુગંધની બેજ કરતે હોય છે. ને તેના પરિણામે તે દુઃખી થાય છે. આ રીતે આત્મા આંતરદષ્ટિ નહિ અવલોકતાં બાહ્ય દૃષ્ટિમાં ભમી રહ્યો છે. આત્માએ વિચાર કરવા જોઈએ કે પુદ્દગલ માત્ર જડ છે. આત્મા ચેતન છે. આઠ કર્મો પણ જડ છે. છતાં અનંત શકિતના ધણી એવા આત્માને આઠ કર્મો હંફાવી રહ્યા છે. જેમ તમે કઈ પહાડી પર્વતમાં જતા હે અને દૂરથી તમને એવું દશ્ય દેખાયું કે સિંહને ઘેટાં અને બકરાઓ હંફાવી રહ્યા છે. આ રીતે બનવું અસંભવિત છે. પણ જે કદાચ બને તે છેવટે સિંહ પિતાના સ્વરૂપમાં આવીને જે પુરૂષાર્થ કરે તે તેને ભગાડતા વાર નહિ લાગે. એ રીતે આત્મા રૂપી સિંહને જડ કર્મરૂપી ઘેટાં તથા બકાં સામને કરી રહ્યા છે પણ જયારે આત્મા જાગૃત બનીને એક અવાજ કરશે ત્યારે બકરા અને ઘેટારૂપી જડ કર્મને ભાગતા વાર નહિ લાગે. બે ઘડીમાં ઘાતકર્મને ખપાવવાની તાકાત આત્મામાં છે. પણ આમા મેહ મદિરાનું પાન કરીને એ મૂર્શિત બની ગયો છે કે પોતાની શકિતનું ભાન ભૂલી ગયો છે.
બંધુઓ! તમે આત્માને કહે કે તું જે પુદ્ગલમાંથી સુખની આશા રાખે છે તે પુદગલ વિનાશી છે. જયારે આત્મા અવિનાશી છે, રિચાર તે કરે કે વિનાશી અવિનાશીને શું ઉદ્ધાર કરશે? શું કાચને ટુકડે રત્નચિંતામણુ જેવું કામ કરી શકશે? ટૂંકમાં આપણે આત્મા રત્નચિંતામણી સમાન છે. ને પુગલ કાચના ટુકડા સમાન છે. પુદગલના મુખે તે સ્વપ્ના જેવા છે. જ્યારે તેમને આ વાત સમજાશે ત્યારે આત્માના સુખની પીછાણ થશે ને શાસ્ત્રની વાત સમજાશે. ભગવાને આઠ પ્રકારના અંધ કહ્યા છે. તેમાં જન્માંધ ને મમતાંધ આવે છે. જે જન્માંધ છે તે સામે જે વિદ્યમાન છે તેને જોઈ શકતો નથી. અને જે મમતાંધ છે તે જે નથી તેને જુએ છે. ખરું ને? શરીર, ઘર, કુટુંબ, હાટ-હવેલી ને જુએ છે ત્યારે એમ લાગે છે કે આ બધું મારું છે. પણ ખરી રીતે સમજે તે તેમાં કાંઈ તમારું નથી. મારું મારું કરી રહ્યો છે પણ તારું નહિ તલભાર હૈ...(૨) સગાસબંધી સે સ્વાર્થના, પુત્રાદિક પરિવાર હે (૨).ફિગટ ફિગટ કુલાય છે, જીવન તારુ જાય છે. મુરખ મનુષ્ય તારું જીવન એળે જાય છે.
જે વસ્તુ પિતાની નથી તેને પિતાની માની હરખાવું તે એક પ્રકારને અંધાપ નહિ તે બીજું શું છે? તિજોરી ઉઘાડે અને તેમાં ત્રણ–ચાર લાખ કે કરેડની રકમ દેખે ત્યારે તમને હરખ સમાતો નથી. પણ મહાન પુરૂષ કહે છે કે ચાર લાખ હેય કે દશ લાખ હોય કે બેંકમાં કરોડો રૂપિયા મૂકેલા હોય તેમાં તમારું કાંઈ નથી. ફક્ત પરિગ્રહની મમતા છોડીને જેટલું વાપર્યું હશે તેટલું તમારું છે. તમારે તે એમ માનવું