________________
શારદા સાગર
ઈશ. જમણવાર કરું તે મારી કેટલી લક્ષમી વપરાઈ જાય? શેઠને હાય પૈસે ને ય પૈસો હતે. શું મફતના પૈસા આવે છે કે જમણમાં વાપરી નાખું? (હસાહસ). પિસાના કંઈ ઝાડ નથી કે તોડી લાવું!
શેઠના આંગણે માનવ મહેરામણ - લગભગ અગિયાર વાગ્યા ને શેઠના આંગણે લોકો થાળી વાટકો લઈને જમવા આવ્યા. શેઠના નામની થાળી ફરી ત્યારથી સૌના મનમાં શંકા થઈ હતી કે આ શેઠ શું જમાડશે? કદી ચાર માણસને જમાડયા નથી ને આટલે મોટે જમણવાર એકદમ કરે છે? બધા માણસો લાઈનબંધ જમવા તો બેસી ગયા પણ જમણવાર જેવી તૈયારી દેખાતી નથી. કેઈ પીરસવા પણ આવતું નથી. સૌ રાહ જોઈને બેઠા હતા. ત્યાં શેઠ પોતે બહાર આવ્યા ને નોકર પાસે ખાટલે ને ગાદલું મંગાવી પથરાયું. ને બધાની વચમાં ઉભા રહીને શેઠે કહ્યું- મારા ભાઈઓ ને બહેને! સાંભળો, મેં રાત્રે સ્વપ્નામાં સુખડીથી સાત ઓરડા ભરેલા જોયા હતા. તેથી તમને બધાને જમવા માટે નોતર્યા. હવે હું સૂઈ જાઉં છું. મને ઉંઘ આવે અને ઉંઘમાં કરીને પાછા સુખડીના ભરેલા એારડા દેખીશ તે તમને પીરસાવીશ. માટે તમે બધા શાંતિથી બેસજો. (હસાહસ) શેઠની આ ઠગબાજી જોઈને મેં ઘર ભેગાં થઈ ગયા.
બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે તે એટલે સાર લેવાનો છે કે સ્વપ્નમાં દેખેલી સુખડીએ કેઈની ભૂખ ભાંગી નહિ. તે રીતે આ સંસારમાં વૈભવવિલાસ અને ધનદોલતથી આપણે આત્મા ક્યારે સંતુષ્ટ થવાનું નથી. આ બધું સ્વપ્ના જેવું છે. આંખો બંધ થતાં બધુ અહીં રહી જવાનું છે. આટલા માટે ભગવંતે સંસારને સ્વપ્નાની ઉપમા આપી છે. માટે જીવનમાં બને તેટલી ધર્મની આરાધના કરી લે.
અનાથી મુનિએ જીવનમાં સાધના કરી લીધી. સંસાર છોડીને સંયમી બની ગયા. હવે પિતે કેવી રીતે ને કોના નાથ બન્યા તે વાત રાજા શ્રેણુકને કહેશે. તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. - ૭૮ આ સુદ ૧૩ ને શુક્રવાર
તા. ૧૭-૧૦-૭૫ ભવની રાશિના ભાંગનાર અને પરમ પવિત્ર પંથના દર્શક એવા અનંત કરુણાનિધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે આગમવાણીનું નિરૂપણ કર્યું. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. ભવની રાશિને ભાંગવા માટે અનાથી મુનિને આત્મા જાગૃત બને છે. આવી પવિત્ર વાણી દ્વારા મહનિદ્રામાં સૂતેલા જીને જગાડવા માટે ભગવંત ઉદ્દઘષણ કરે છે કે હે જી ! અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એક ગતિમાંથી બીજીમાં એમ ચારે ગતિમાં ચક્કર