________________
શારદા સાગર બધા ગયા છે. આવા પવિત્ર પંથે જતાં તમારે મને આશીર્વાદ આપવા જોઈએ. તેના બદલે તમે બધા આ શું કરે છે? તમે હવે મને પ્રેમપૂર્વક પવિત્ર પથે પ્રયાણ કરવાની આજ્ઞા આપે.
तओ कल्ले पभायम्मि, आपच्छित्ताण बंधवे। खन्तो दन्तो निरारंभो, पव्वइओ अणगारियं ॥
ઉત્ત. સૂ અ. ૨૦ ગાથા ૩૪ છેવટે માતા-પિતા આદિ સર્વેએ મને રજા આપી. અને મેં ક્ષમાવાન, ઈન્દ્રિઓને નિરાધી તેમજ નિરારંભી બનીને અણગાર ધર્મ સ્વીકારી લીધે.
બંધુઓ! અનાથી મુનિએ તે દીક્ષા લઈ લીધી. પણ હવે તમને કોઈને દીક્ષા લેવાનું મન થાય છે? અનાથી મુનિને સંસારમાં રોકવા માટે તેમના માતા-પિતા, પત્ની, ભાઈઓ, બહેને કેટલું રડયા ને ઝૂર્યા છતાં તે કાયા? જેમને સંસાર અસાર લાગે છે તે કેઈના ક્યા રેકાતા નથી. તેમને મન સંસારના સુખ સ્વપ્ન જેવા લાગે છે. તમારા સુખ બે પ્રકારના છે. એક આંખ ખુલે જાય અને એક આંખ બંધ થયે જાય. સ્વપ્નનું સુખ આંખ ઉઘડે એટલે ખલાસ. કેમ બરાબર છે ને?
આ જગતમાં સ્વપ્ન બે પ્રકારના છે. એક તે રાત્રે આવે છે તે અને બીજું કયું? એ તમને ખબર નહિ હોય. લે, ત્યારે હું કહું. એક સ્વપ્ન નાનું છે ને બીજું મોટું છે. રાત્રે ઉંઘમાં આવે છે તે નાનું સ્વપ્ન અને સંસાર એ મેટું સ્વપ્ન છે. નાના સ્વપ્નામાં આંખ ખુલ્યા પછી કાંઈ નહિ ને મેટા સ્વપ્નામાં આંખ બંધ થયા પછી કાંઈ નહિ.
સ્વપ્નની દુનિયામાં તું હાલે, આંખ ખુલે તારું કાંઈ નથી, આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારું કાંઈ નથી, મુકિતપંથ વિરવાને કાજે, પ્રભુ ભજન વિના કાંઈ નથી, પુરાણું પિંજર છેડીને, પંખી પાંખ વિના ઉડવાનું એ ઉડનારા...પંખી કે તારે કાયમ ના રહેવાનું.
જેમ રાત્રે કોઈ માણસને એવું સ્વપ્ન આવે કે મને રાજ્ય મળ્યું. ઘણી રાજકુમારીઓ સાથે પરણે ને મહાન સુખ ભોગવી રહ્યો છું. નોકર ચાકરે ખમ્મા ખમ્મા કરે છે. પણ સવાર પડતાં આંખ ખુલે છે ત્યારે તે હતું તે ને તે હોય છે. તે રીતે જ્ઞાની પુરૂષે આ સંસારને સ્વપ્ન કહે છે. સંસારમાં ખૂબ મહેનત કરીને વસાવેલા હાટ, હવેલી વૈભવ આદિ આંખ બંધ થયા પછી શું? બોલો, કેમ નથી બલતા? એક ફૂટી બદામ કે કાણું પાઈ પણ સાથે આવતી નથી. કેમ બરાબર છે ને? તે છોડવાનું મન થાય છે ખરું? સંસારની દરેક વસ્તુઓ અનિત્ય અને અવાસ્તવિક હોય છે. એટલે કહેવત છે ને કે “સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિ” તે નીચેના દ્રષ્ટાંતથી સ્પષ્ટ સમજાશે.