________________
શારદા સાગર
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મને ઉપદેશ રંજન લોકને કરવા કર્યા, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું,
સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. અહો હે ભગવંત! મેં તે જગતને દેખાડવા માટે આ સાધુને વેશ પહેર્યો છે. ને અંતરમાં તે કેટલે દંભ રાખે? પ્રભુ! મારું શું થશે? મારા પાપની તો તારી પાસે શું વાત કરું? એ પશ્ચાતાપ કર્યો કે જેમ નાનું બાળક માતાની પાસે રડે તેમ રયા.
શું બાળકે મા-બાપ પાસે બાલકીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. હે મારા પ્રભુ! હું તો તારી પાસે નાનું બાળક છું બાળકે મા-બાપની પાસે કાલીઘેલી ભાષામાં ગમે તેમ બોલે છે. તેમ હું પણ તારે બાળક બનીને મેં જીવનમાં જે દંભનું સેવન કર્યું તેની તારી પાસે માફી માંગું છું. જુઓ, મહાન પુરૂષનું હૃદય કેવું નિર્મળ હોય છે! સાધુ હોવા છતાં પોતાના પાપનો કે પશ્ચાતાપ કર્યો! આ પશ્ચાતાપ દરેક જીવને થાય તે કામ થઈ જાય. જલદી મોક્ષમાં જવું હોય તે પાપનો કરાર કરી જીવન પવિત્ર બનાવો.
અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને કહે છે હે રાજન ! મને હેજ સંસાર અસાર લાગે ને દીક્ષા લીધી એવું નથી. પણ મને રેગ ન મટ, મ રાથી વેદના સહન ન થઈ ત્યારે મેં છેલ્લો ઉપાય અજમાવવા પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન! જે હું રોગથી મુક્ત થઈશ તે જરૂર દીક્ષા લઈશ. એ નિર્ણય કરતાની સાથે હું રેગથી મુકત થયે. ત્યારે મારી શ્રદ્ધા દઢ થઈ કે મેં સંયમ લેવાને સંકલ્પ કર્યો ત્યાં મારે દ્રવ્યરોગ નાબૂદ થયો તે સંયમ લઈશ તે મારો ભાવગ પણ નાબૂદ થઈ જશે. મેં મારા સંકલ્પની વાત માતા-પિતા આદિ કુટુંબીજને પાસે રજુ કરી. એટલે એ તે બધા ધારા આંસુએ રડવા લાગ્યા. કેઈરીતે છાના ન રહ્યા ત્યારે મેં કહ્યું કે
હું પવિત્ર પંથે પ્રયાણ કરું, આંસુડા આંખમાંથી શાને ઝરે? હું પવિત્ર પથે...૦ હિંયા શાને તમારા બને છે દુખી? શાને ચહેરા પર આ ઉદાસી ઉઠી? જે પ્રભુએ લીધે પંથ એ હું લઉં, નામ રોશન કરે એ દિશામાં જાઉ..હું
હે માતા-પિતા! ભાઈઓ ને બહેનો! પત્ની! તમે બધા શા માટે રડે છે? હું જે પંથે જાઉં છું તે પંથે તે મોટા મોટા મહારાજાઓ, રાજકુમાર, ચક્રવર્તિઓ