________________
શારદા સાગ
જગતના જીવાને છોડવા સમજાવુ છું. તેમની સામે પડકાર કરું છું. અરે, માંગ પેાકારીને કહું છું હવે પરિગ્રહની મમતા છોડા-ને છોડા, જો તમારી મમતા ને મૂર્ચ્યા નહિ છૂટે તે દુર્ગતિના દરવાજા ખખડાવવા પડશે. આવી વાતે હું જગતના જીવાને સમજાવું છું. પણ હું કયાં ભૂલ્યા છે તેનું મને કયા ભાન છે? જેતે મેં ત્યાગ કર્યા છે, જેનેા સ્પર્શ કરવા પણ મને ખપતા નથી. એ તે દુ ધનું ઘર છે. મેં એને અસ્થિર, નશ્વર જાણીને, સંસારના રંગરાગ અને વિષય ભાગને તેમજ માંસના લેાચા સમાન પરિગ્રહના છડેચેાક ગુરુદેવ અને ભગવતની સાક્ષીએ જેને મેં ત્યાગ કર્યાં છે, જેને હું વસી ગયા છું. અહાહા....હું એને જ ચાટવા માટે ઊભે થયે ? અને ઉભે થયે તે પણ કેવા ? જેને ત્યાગ પાંચ મિનિટ પણ મારે ન કરવા પડે તેવા રજોહરણની અંદરની દુશી સાથે મેં પાંચ રસ્તે મૂર્છા રાખીને બાંધી રાખ્યા છે. હું આત્માનાં ચેર છું. પછી સુધન મારું સમજાવેલું કયાંથી સમજે ? અહાહા....હું આત્માધિક્કાર છે તને! જો તને સુધન જેવે સુધારનાર ગુરૂ ન મળ્યે હેત તે! તારુ શું થાત ?
૬૬૮
“ આત્માનું પરિવર્તન થતાં રત્નને કાંકરા જેવા ગણીને ફેંકી દીધા – સવાર પડતાં મુનિએ પથરા લીધા ને જેમ માટીની એક ઈંટને ભાંગે ત્યારે હૃદયમાં કઈ પણ દુ:ખ ન થાય તે રીતે જેને આત્મા જાગી ઉઠયા છે, મમતા ને મૂર્છા - ઝેર જેના ઉતરી ગયા છે તેવા મુનિએ એક પળવારની અંદર પથ્થરથી રત્નાના ચૂરેચૂરા કરી નાંખ્યા અને એ જ્યાં કચરા પેટીની અંદર નાંખે છે ત્યાં દૂથી સુધનની દૃષ્ટિ પડી ગઈ. ગુરૂદેવની આ અપૂર્વ ત્યાગવૃત્તિ જોઇ સુધનનું શીર દૂર રહ્યા છતાં ઝૂકી પડયું ને તરત જ તે આવીને ગુરૂના ચરણમાં પડી ગયા. કેમ સુધન! શ્લોકના અર્થ સમજાય ? હા. ગુરૂદેવ આપની કૃપાએ મને આજે ઘણુ સચેાટ સમજાઇ ગયું. મેં આપને ખૂબ ખૂબ તકલીફ આપી છે. મને માફ કરશો. આજ મારું હૈયું હલકું થયું છે. આપે મને ઉગાર્યા છે. આ શબ્દો સાંભળતા રત્નાકરસૂરિની આંખમાં આંસુ આવી ગયા. સુધન! હું ગુરૂ નહિ પણ તું મારે ગુરૂ છે. તને સમજાયુ તે। હતુંજ પણ મારુ દિલ શુદ્ધ કરવા માટે તું આ રીતે કરી રહ્યો હતેા. “પાપના એકરાર કરતાં રત્નાકરસુરિએ પેાતાના પ્રાયશ્ચિત માટે રચેલુ સ્તાત્ર”
દેવાનુપ્રિયે!.! ઉત્તમ પુરૂષના જીવન કેવા પવિત્ર હાય છે! કયારે ચ પણ મહાન પુરૂષ પાપ છુપાવવા નથી માંગતા. પેાતાના પાપને જેને એકરાર થયેા છે તેવા મુનિએ પેાતાના પાપના પ્રાયશ્ચિત માટે રત્નાકર પચ્ચીસી સ્ટેાત્ર રચીને ખરેખર તેમણે પાપની આલેચના કરી છે. તેમની વાતને ફકત સુધન સિવાય કોઇ જાણતું ન હતું છતાં પેાતાના પાપની આલેચના કરવા કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરી, જગત સામે ક્ષમા માગી એ કાંઇ જેવી તેવી વાત નથી. તેમણે રત્નાકર પચ્ચીસી રચીને જગતની સામે જાહેર કર્યું, કે