________________
શારદા સાગરો
કહ્યું- બેટા! જે તમારાથી બને તે માસખમણ કરે, મને ખૂબ ોંશ છે. વહુ પણ માસખમણ કરવા તૈયાર થઈ. સાસુજીએ તે અત્તરવાયણાને દિવસે લવીંગ હલાવ્યા, ટોપરા છીણ્યાં, સૂઠ બનાવી. ઘણું બનાવીને વહુને અત્તરવાયણું કરાવ્યું. વહુએ બીજે દિવસે ઉપવાસ કર્યો. પણ રાત પડી એટલે બડબડીયા બોલવા લાગ્યા. ઉંઘ આવતી નથી. ઘરમાં બધા સૂઈ ગયા હતા. આ લાગ જોઈને વહુ પથારીમાંથી ઉભી થઈ. રસોડામાં જઈને ડબ્બામાંથી એક લાડો લઈને ખાઈ ગઈ. બીજે દિવસે ઉપવાસ કર્યોને બીજે દિવસે લાડ ખાધે. રોજ લાડ ખાવા લાગી. એકલે લાડ ભાવે નહિ એટલે ઘરમાં ચટણ વિગેરે જે હોય તે સાથે લઈને ખાઈ લે. આ રીતે રોજ બધા ઉંઘી જાય એટલે લાડ, ચટણી, અથાણું ખાઈ લેતી ને સવારે ઉપવાસ કરતી. સાસુ વિચાર કરવા લાગી કે લાડવાનો ડખે આખે ભરેલું હતું ને લાડવા આટલા બધા ઓછા કેમ થઈ ગયા? ખૂબ તપાસ કરી પણ કોઈ પકડાયું નહિ. તેથી તેના સાસુ જાગતા પડયા રહ્યા. સાડાબાર વાગ્યા ને વહુ રસોડામાં આવ્યા. લાડને ચટણ ખાઈ લીધું. સાસુ સમજી ગયા કે મારી વહુ જ લાડ ખાઈ જતી લાગે છે. હવે વહુની આંખ તે ખેલાવવી જોઈએ! સાસુને પણ રે જ વિચાર થતો કે મારી વહુને પંદર સત્તર ઉપવાસ થયા પણ શરીર સહેજ પણ સૂકાતું નથી. કેઈએ સારી અંતરાય તેડી હોય તે તપશ્ચર્યા ખૂબ શાતાપૂર્વક કરી શકે પણ શરીર તે સૂકાય ને? ઉપાશ્રયે જાય તે લોકે પણ વિચાર કરતાં પણ કઈ મેઢે તે કહી શકે નહિ. હવે સાસુ વહુની પાસે બેસીને ધીમે ધીમે ગાવા લાગી કે મીઠી કેર:મારી વહુએ તે માસખમણુ કીધું, ને રાતે ઉઠીને લાડ રે ખાધે, લાડ ખાધે ને રાયતું પણ ખાધું, ને સાથે ચટણને ચટકે રે કર્યો,
સાસુજી આ રીતે ગાતા હતાં. વહુ કહે છે બા! તમે આ શું ગીત ગાવ છો? ત્યારે સાસુ કહે વહુ! તમને ગાઉં છું. વહુ સમજી ગઈ કે મારી સાસુને જાણ થઈ ગઈ લાગે છે. તેનું મોટું પડી ગયું. સાસુએ કહી દીધું કે આવા દંભ કરીને તપ કર્યું કહેવડાવશે તે ક્યા ભવમાં છૂટશે? ગુરૂ પાસે પ્રત્યાખ્યાન લઇને ગુરૂને પણ છેતરી રહ્યા છે. થોડું થાય તે થોડું તપ કરે પણ શુદ્ધ તપ કરે. સાસુજી ખૂબ ગંભીર ને સજજન હતા એટલે વહુનું વગોણું ન કર્યું. પણ ઘરમાં બેસીને છાનીમાની શિખામણ આપી.
ભગવાનના શ્રાવકે પણ આવા ગંભીર હોય. શ્રાવકોને શાસ્ત્રમાં સાધુના અમ્માપિયા કહેવામાં આવ્યા છે. સાધુઓ પણ એવા હતા. ભૂલેચૂકે ભૂલ થાય તે પશ્ચાતાપ કરતા. તમે રત્નાકર પચ્ચીસી વાંચશે તે ખબર પડશે કે એકેક શ્લેકમાં કે પશ્ચાતાપ ભર્યો છે. રત્નાકર પચ્ચીસીની રચના રત્નાકરસૂરિ મહારાજે કરી છે. એ રચના તેમણે કયારે કરી તે જાણે છે? રત્નાકરસૂરિ મહારાજે પિતાના પાપને પશ્ચાતાપ તેમાં હાલ