________________
શારદા સાગર
સગપણ સંસારીના ભલવા પડે, મુક્તિને મારગ છે ત્યારે જડે, બહેની કેવા હશે, મા શું કરતા હશે,
જે જે યાદ આવેના સંસાર-લે સમજીને... દીક્ષા લીધા પછી તારું મન સંયમમાં સ્થિર નહિ રહે તે તારી બધી સાધના ધૂળમાં મળી જશે. માતા, પત્ની તેમજ બધા સગપણ તારે ભૂલવા પડશે. બધા શું કરતા હશે તે વિચાર સરખો પણ નહિ કરાય. તું દીક્ષા લેવા તૈયાર થયું છે તે સારી વાત છે. કારણ કે સંયમ વિના આત્માની સિદ્ધિ નથી. એ વાત નક્કી છે પણ ખૂબ વિચાર કરીને સંયમ પથે કદમ ભરજે. માતા પિતાએ ખૂબ કહ્યું. પણ જેનું મન દઢ છે તે પીગળતો નથી. અનાથી મુનિએ બધા પ્રશ્નના બરાબર જવાબ આપી દીધા. હવે માતા-પિતા બધા કેવી રીતે આજ્ઞા આપશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં –૭૭ આસે સુદ ૧૫ ને ગુરૂવાર
* તા. ૧૬-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત જ્ઞાની, મહાન કરૂણાવંત ભગવંત કહે છે હે ભવ્ય છે ! આ સંસાર શું છે?
જે દુનિયા સરા હૈ, ઔર તૂ હૈ મુસાફીર,
ચલા ચલ ચલા ચલ યે ગાતી ઘડી હૈ! આ સંસાર એક મુસાફરખાનું છે. ને જીવ એ મુસાફીર છે. દરેક જીવ પોતપોતાના કર્માનુસાર જુદી જુદી યોનિમાં જન્મ લે છે અને આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા જાય છે. સંસારમાં તમને ગમે તેટલા વૈભવ મળે પણ એ વૈભવને ભેગવવામાં રકત રહેવું એ માનવ જિંદગીનું એય નથી. એક દિવસ તે એ બધું છોડીને ચાલ્યા જવાનું છે. એ તે તમે બધા બરાબર જાણે છે ને? અગાઉથી ધર્મકરણ કરીને ભવિષ્યને સુધારવાને પુરૂષાર્થ કરે જઈએ. અહીં જીવને રહેવાનું સ્થાન શાશ્વત નથી.
આપણે એક કલ્પના કરીએ કે કઈ એક મુસાફીર એક ગામથી બીજે ગામ જવા માટે રવાના થયે. પણ વચમાં ભયંકર વન આવે છે. તેમાં તે મુસાફીર માર્ગ ભૂલી ગયે. વનમાં આખો દિવસ ભટકો પણ સાચો માર્ગ જો નહિ. સૂર્યાસ્ત થઈ જતાં વનમાં ઘોર અંધકાર છવાઈ ગયે. એટલે મુસાફીર ગભરાઈ ગયો કે હવે શું કરવું? ડે દૂર જતાં એક ઝૂંપડીમાં ધીમે દીવ બળતું હતું. તેને પ્રકાશ જોઈને તે તે તરફ ગયે. ઝુંપડીમાં એક વૃદ્ધ માણસ છે. તેણે આવેલા મુસાફરને પરબમાંથી ઠંડુ પાણી પાયું. ખાવા માટે ભૂખે સૂકો રોટલે આપો ને રાત્રે સૂવા માટેની સગવડ પણ આપી. આવેલ