________________
શારદા સાગર
એક વખત એક વણિકે કઈ મહાન જ્ઞાની સંતનું વૈરાગ્યભર્યું. વ્યાખ્યાન સાંભળ્યું, સંતે સંસારની અસારતા વિષે ખૂબ સરસ સમજાવેલું. એટલે ભાઈના મનમાં થઈ ગયું કે સંસાર આવે છે? બસ, હવે ઘરમાં રહેવું નથી. દીક્ષા લઈ લઉં. ભાઈ તે ઘેર આવ્યા. પત્નીને કહે છે કે, આ ચાવીને ઝુડે. આ તિજોરીમાં જે મિલ્કત છે તે અને આ ચેપડા બધું સંભાળી લેજે, ને હું તે જાઉં છું. ત્યારે પત્ની કહે છે પણ છે શું? ક્યાં જાવ છો? તે કહે કે આ સંસાર અસાર છે. મારે સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. પત્ની ચાલાક હતી. તે સમજી ગઈ વૈરાગ્યને ઉભરે આવ્યો છે. ઉભરે કયાં સુધી ટકે? દૂધને ઉભરો આવે છે તેમાં થોડું પાણી નાંખે એટલે ઉભરો બેસી જાય. પત્નીએ વિચાર કર્યો કે હું થોડું પ્રેમનું પાણી નાંખું. ઉભરો હશે તે બેસી જશે. પત્ની કહે છે સ્વામીનાથી પણ આમ મને મૂકીને ભૂખ્યા ને ભૂખ્યા જવાય? કયાં જાવ છો? ખીચડી અને લવીંગને વઘાર કરીને કઢી બનાવી છે. ખીચડી અને કઢી ખાઈ લે. પછી દીક્ષાની વાત. શ્રીમતીજીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ભાઈ તે જમવા બેઠા. ખીચડીમાં ભારોભાર ઘી અને લવીંગને વઘાર કરેલી ટેસ્ટફૂલ કહી આપી. ભાઈ તો ખીચડી સાથે કઢીને સબડકો લઈને જમવા લાગ્યા, જમતાં જમતાં કહે છે અહો ! આજે તે તેં કંઈ ખીચડી ને કઢી બનાવી છે. આ સ્વાદ તે કદી આવ્યું નથી. હું દીક્ષા લઉં તે મને ત્યાં આવી ખીચડી ને કઢી મળશે કે નહિ? ત્યારે પત્ની કહે છે ત્યાં કયાંથી મળે? ત્યાં તે તમારે ઘર ઘરમાં બૈચરી જવું પડશે. કોઈ વખત ઠંડુ મળશે, કઈ વખત ગરમ મળશે ને કઈ વખત નહિ પણ મળે! ત્યારે કહે છે તે હું અહીં વહેરવા આવું તો તું મને આવી ખીચડી ને કહી વહેરાવીશ ને? ત્યારે પત્ની કહે કે તમે દીક્ષા લે તો પછી તમારા માટે બનાવાય? (હસાહસ). પછી તે આ ગામમાં પણ વધુ ન રહેવાય. દીક્ષા લઈને વિહાર કરે પડશે. ત્યારે કહે છે મારે દીક્ષા નથી લેવી. (હસાહસ) ભાઈને વૈરાગ્ય ઉતરી ગયો. આનું નામ ખીચડીયો વૈરાગ્ય. ખીચડી ખાધીને વૈરાગ્ય ઉતરી ગયે. તમે તેનાથી ઉતરે તેવી નથી. કેમ બરાબર ને? પણ ગજસુકુમારને વૈરાગ્ય એ ન હતું. અંતે માતાને આજ્ઞા આપવી પડી.
અનાથી મુનિ કહે છે મારા સ્વજને પણ મને ઘેરી વળ્યા ને કહેવા લાગ્યા કે બેટા! દીક્ષા લેવી એ કંઈ બાળકની રમત નથી. તે કદી કષ્ટ વેઠયા નથી. ખુલ્લા પગે ચા નથી. સંયમ માર્ગમાં કઠોર પરિષહ આવશે ત્યારે તારે સંસારનું એક પણ સ્મરણ નહિ કરાય ખૂબ વિચારીને દીક્ષા લેજે.
લેજે સમજીને દીક્ષાને ભાર, સહેજે મનડું ચળે, સઘળું ધૂળમાં મળે,
- ડગલે પગલે ત્યાં ખાંડાની ધાર લેજે સમજીને