________________
શારદા સાગર
૬૬૧ એક વખત એક વૃદ્ધ શેઠ ખૂબ બિમાર પડયા. ઘણાં ડોકટરોની દવા કરી પણ શેઠને રેગ મટયો નહિ. ત્યારે એક અનુભવી અને જાણકાર વૈદને બેલા. શેઠ કહે છે વૈદરાજ ! હું જલ્દી સાજો થઉં તેવી દવા આપ. મારી બિમારીના કારણે ઘરના બધા દુઃખી થાય છે. હું મરી જઈશ તે આ મારી વહાલી પત્ની અને દીકરા-દીકરીઓ બધાનું શું થશે ? વૈદ ખૂબ તત્ત્વજ્ઞાની હતા. તેણે કહ્યું. શેઠ! હવે બહુ મમતા ન રાખે, તમે બધાને માટે ઘણું કર્યું છે. હવે તમે તમારા આત્માનું કરો. આ સંસાર સ્વાર્થને ભરેલ છે. કેઈ કેઈનું નથી. ત્યારે શેઠ કહે છે વૈદરાજ! મારે ઘેર એવું નથી. ઘરના બધાને મારા પ્રત્યે એટલે બધે પ્રેમ છે કે મારા વિના કોઈ જીવી શકે તેમ નથી, વૈદ કહેશેઠ! તમારે જેવું છે? તે હું ઔષધ દ્વારા અજમાશ કરી બતાવું.
વૈદ કહે હું અકસીર દવા આપું છું તેથી શેઠને રોગ મટી જશે પણ તમારે ડે ભેગ દેવે પડશે. ઘરના બધા કહે જે કરવું પડે તે કરીશું પણ જલ્દી સાજા થાય તેમ કરે. એટલે વૈદ કહે છે હું શેઠના પેટે લેપ લગાડું છું. ને તમે એક સળગતી સગડીને અંગારા ઉપર હાથ ગરમ કરીને શેઠના પેટે શેક કરે. સૌથી મોટા છોકરાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે વૈદરાજ ! હજુ તમે કહે તે અંગાસ ઉપર હાથ ધરીને શેક કરું પણ અંગારાને હાથ અડાડું તે મારા હાથ જ બળી જાયને! ત્યારે વૈદ કહે છે પણ તમારા પિતાનું દર્દ મટાડવું હોય તો એ પ્રમાણે કરવું પડશે. ત્યારે દીકરે કહે છે
મારા પિતાની મિલ્કતને હું એક ભાગીદાર નથી. ચાર દીકરા છે. ચારને હિસ્સો છે. - બીજા દીકરાને બોલાવ્યું. બીજાએ વાત જાણ કહ્યું કે હું પૈસા ખચી જાણું પણ મારાથી
આ નહિ બને. ત્રીજાને કહ્યું ત્યારે કહે કે બે મોટા ભાઈઓએ તે પરણીને ખૂબ મજમઝા માણી છે. ને મને પરણ્યા હજુ છ મહિના થયા છે. હું કેવી રીતે કરું? ચોથા દીકરાને કહ્યું. ત્યારે તે કહે ત્રણ તે પરણું ઉતર્યા છે ને હું તે કુંવારો છું. મારા હાથ બળી જશે તે મને કણ પરણશે? છેવટે શેઠાણીને કહ્યું ત્યારે શેઠાણીએ પણ કહ્યું -શેક કરવામાં વધે નથી. પણ મારી ઉંમર થઈ ગઈ છે. ઘડપણમાં હાથ બળી જાય તે મારી ચાકરી કોણ કરે? આ રીતે બધા જુદા જુદા જવાબ આપીને છૂટી ગયા. શેઠને એ મેહ હતું કે મારા ઘરના બધા મારી પાછળ પ્રાણ પાથરવા તૈયાર થશે. પણ આ તે જુદું નીકળ્યું. એટલે સંસાર કે સ્વાર્થમય છે તેનું શેઠને ભાન થયું. બધાને મહ ઉતરી ગયે. વૈદરાજે કહ્યું શેઠજી! હવે તમને સમજાયું ને કે આ સંસારમાં કોણ કોનું છે? જુઓ, તમારે માટે કોઈ કષ્ટ વેઠવા તૈયાર થયું? હવે મમતા છોડીને ભગવાનનું નામ લે.
બંધુઓ! તમને પણ ઘણી વાર સંસારના કડવા-મીડા અનુભવ તે થતા હશે. પણ હજુ મમતા કયાં છૂટે છે? સંસારની જેલમાં કયાં સુધી જકડાઈ રહેશે? કે