________________
શારદા સાગર
૬૫
મુસાફીર તડકામાં આખા દિવસ ઘુમ્યા હતા એટલે ભૂખ ને તરસથી હેરાન થતાં ખૂબ થાકી ગયા હતા ને ખધી સગવડ મળી ગઇ. તેમ જ નિર્જન વનમાં રાત્રિના સમયે હિંસક પશુઓના ભયથી ખચવા સુરક્ષિત સ્થાન સૂવા માટે મળ્યું. એલે, આવા સમયે ભાંગી તૂટી ઝુપડી, ઠંડુ પાણી અને લૂખા રાટલા કેવા મીઠા લાગે ? ને કૈટલેા આનંદ થાય ? જાણે કોઈ મૃત્યુના બિછાના પર સૂતેલા માણસને સંજીવની મળી ગઈ. એ મુસાફીર ખાઈ પીને શાંતિથી સૂઇ ગયા.
મધુએ ! એ મુસાફીર ત્યાં સૂઇ તે ગયે પણ શું ત્યાં તે કાયમ પડાવ નાંખીને રહેશે ખરા? ના. કારણ કે તેના મનમાં એવી ભાવના છે કે મારે સવાર પડતાં ગામમાં પહોંચી જવાનું છે. આ પરમની ઝુપડી એ કઈ મારું ઘર નથી આ તેા મારા જેવા માર્ગ ભૂલેલા મુસાફીર માટે વિશ્રામસ્થાન છે.
આવી રીતે જ્ઞાની કહે છે કે આ સ ંસાર પણ એક ગઠન વન છે. તે જીવાત્મા તેમાં વસનારા એક મુસાફીર છે. તે પેાતાને સાચા માર્ગ ભૂલી જવાથી અનંતકાળથી ચાર ગતિ, ચાવીસ ઢંડક અને ૮૪ લાખ જીવાયેાનિમાં ભટકે છે. તેમાં મહાન પુણ્યના ચેગે અતિ દુર્લભ માનવજન્મરૂપી એક પરખ મળી ગઈ છે. પણ તે જીવનું શાશ્વતુ સ્થાન નથી. મેલે, અત્યાર સુધીમાં કાઇ પણ કાયમ માટે ટકયું છે ખરું ? કેાઈ પાંચ, પચ્ચીસ, પચાસ કૈસે વર્ષે પણ અહીંથી વિદાય લે છે. કારણ કે આ આત્માનુ શાશ્વત સ્થાન નથી. જીવનું શાશ્વત સ્થાન તેા મેાક્ષ છે. માટે બધાએ મેાક્ષમાં જવાને પુરૂષાર્થ કરી લેવા જોઈએ. પછી મૃત્યુ આવે તે પણ ચિંતા નહિ. આ માનવજન્મ રૂપી પરખમાં શીતળ પાણી સમાન ચેડા સમય માટે સુખની પ્રાપ્તિ થઈ છે. પણ અંતે તે તેને છોડવાનું છે. તા જે વસ્તુ જીવને સહાયભૂત નથી થતી, સાથે આવતી નથી તેના ઉપર મમતા રાખવી તે મૂર્ખતા છે. વિવેકવાન પુરૂષો આ સંસારમાં કાઈપણ વસ્તુ કે વ્યકિત ઉપર મમત્વ રાખતા નથી. સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહે છે.
અનાથી નિગ્રંથને આવા અસ્થિર ને ક્ષણિક સ’સારના સબધાનું ભાન થયું. તેથી આંખ ખુલી ગઇ ને પોતે રાત્રે સૂતા સૂતા જે નિર્ણય કર્યો તેમાં અટલ રહ્યા. રડતા પિરવારને ભાન થઇ ગયું કે મારા દીકરાના નિર્ણય અક્રૂર છે. તે ઉપરના રંગથી રંગાયેલ નથી પણ અંતરને રગ છે. ઘણાં માણસેા મહારથી ત્યાગી, તપસ્વી હાય અને અંદરથી ખાલી હોય પણ અહીં તેમ નથી. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક સાસુજી ખમ ધર્મના રંગે રંગાયેલા હતા. રાજ ઉપાશ્રયે જાય, વ્યાખ્યાન વાણી સાંભળે. માસખમણુનુ ઘર આવ્યુ' એટલે સતે માસખમણુ તપ ઉપર ભાર મૂકયા. સાસુજીના મનમાં થયું કે હું તે કરી શકતી નથી પણ મારી વહુ માસખમણ કરે તે સારું મારુ ઘર અને મારું કુટુ ંબ ઉજજવળ અને, સાસુને ખૂબ હોંશ હતી. ઘેર આવીને