________________
શારદા સાગર
છે. આજે દુનિયામાં પચ્ચીસ લાખનું દાન કરનારા મળશે. અઠ્ઠાઇથી માંડીને માસખમણુની તપશ્ચર્યા કરીને તેના ગાણા ગાનારા જોવામાં આવે છે. પણ પેાતાનું પાપ પ્રકાશનાર બહુ ઓછા જોવામાં આવે છે.
૬૬૭
·
“ સંસાર છેડયેા પણ માયા રહી ગઈ '' :- રત્નાકરસૂરિ નામના એક મહાન વિદ્વાન સત હતા. તેઓ ખૂબ આત્મ સ્વરૂપની વાતા કરતા. તેમના પ્રવચનમાં એવુ તા જોમ હતુ કે ભલભલા પીગળી જાય. તેથી હજારો લાકે તેમનુ પ્રવચન સાંભળવા જતા. તેમજ તેમની પાસે યુવકે પશુ જ્ઞાનાભ્યાસ કરતા. જ્યારે રત્નાકરસૂરિ મહારાજ પ્રવચન કરતાં ત્યારે સુધન નામના યુવક ખૂબ ઝીણુવટથી સાંભળતા. તેમાં તેને એક વાત એમ લાગી કે ગુરૂ મહારાજ ખાર વ્રતમાં પાંચમા વ્રત કરતાં બધા વ્રતા ઉપર ઘણું સુંદર જોરદાર પ્રવચન આપે છે. પણ પાંચમા વ્રતમાં કેમ ઢીલા પડે છે? છેવટે તેની શેાધ કરવા માંડી. પરિણામ એ આવ્યુ કે બધે છાનું છાનુ જોયું પણ કંઈ પત્તા પડતા નથી.
હવે એક દિવસ એવું અન્ય કે. ગુરૂદેવને રજોહરણનુ પડિલેહણ કરવું ને તેની સાથે ખાંધેલી પેાટલી છેાડવી. પાટલીમાં પાંચ કિંમતી હીરા છે તે સુધન જોઇ ગયેા. તેના મનમાં થયું કે અહેા ! મારા ગુરૂએ આટલે મોટો ત્યાગ કર્યાં ને આની એમને મમતા રહી ગઈ! ગ્મા મારા તારક ગુરૂદેવ તેમના ઉપદેશથી હજારા જીવનું કલ્યાણ કરે. પણ આ માયા મારા ગુરૂદેવનું પતન કરાવશે. તે મારાથી સહન કેમ થાય? કોઈ પ્રયત્ને મારા આ ગુરૂદેવની મમતા છેડાવુ. છેવટમાં તેણે ઘણા ગ્રંથનુ વાંચન કરી એક સુદર શ્લાક કાઢયા. ને ગુરૂદેવની પાસે જઇને કહ્યુ ગુરૂદેવ! મને આ શ્લાકના અ સમજાવેા. ગુરૂદેવ કહે, હે સુધન! સાંભળ, જે મનુષ્ય પાપ કરીને પરિગ્રહ ભેગા કરે છે ને તેમાં આસક્તિ રાખે છે તે જીવા મરીને દુર્ગતિમાં જાય છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે. માટે વિવેકી આત્માઓએ પરિગ્રહની મૂર્છા છેોડવી જોઈએ. ખૂબ સુંદર અને સચાટ સુધનને સમજાવવા છતાં કહે છે, ગુરૂદેવ ! આ અર્થ મારા મગજમાં બેસતા નથી. આ શ્લાક સમજાવતાં એક મહિના થયેા છતાં સુધન જવાબમાં નકાર ભણતા હતા. ત્યારે ગુરૂદેવની ભૂખ અને ઉંઘ ઉડી ગઇ. અરે, આવા હાંશિયાર સુધન તેને મન આ શ્લાક સમજવા સ્હેલ છે છતાં કેમ ના પાડતા હશે ?
સતના હૃદય પૂર્વકના પશ્ચાતાપ :- સતના મનમાં એક જ વિચાર ઘૂમવા લાગ્યા, કે અરે! હું હજારા જીવાને સમજાવું ને આવા વિચક્ષણ સુધનને કેમ સમજાવી શકતા નથી ? શું મારામાં ઉણપ છે? શું મારામાં ખામી છે? અરે હું ચૈતન્ય ! તું કાં ભૂલ્યા છું? તારી શું ખામી છે કે તુ સુધનને શ્લાકના અહૃદયમાં બેસાડી શકતા નથી ? અહાહા હવે મને યાદ આવ્યું ? ભૂલ્યે। છું. ભૂલ્યો છું.
....