________________
શારદા સાગર
૬૬૨ ગુનેગારને જેલમાં પૂરવામાં આવે છે તે પણ છૂટવાના રસ્તા શોધે છે. કેમ કરીને . જેલમાંથી છૂદરેકના ગુન્હા પ્રમાણે જેલમાં સજા થાય છે. મોટે ગુન્હો હોય તો જેલમાં મજુરી કરવી પડે અને નાને ગુન્હો હોય તે ખાઈ પીને કેટડીમાં બેસી રહેવાનું હોય છે. પણ જેલ એટલે જેલ. ત્યાં થોડું ગમે? મનમાં એમ જ થાય કે ક્યારે અહીંથી છૂટું? તે રીતે જ્યાં સુધી આપણે મેક્ષમાં ન જઈએ ત્યાં સુધી આપણે આત્મા સંસાર રૂપી જેલમાં બેઠો છે. કંઈક પુણ્યશાળી આત્માઓને દીક્ષા લેવા માટેના બધા સાનુકૂળ સંગ હોય છે. ઘરના રજા આપે છતાં એને સંસારની જેલમાંથી છૂટવાનું મન થતું નથી.' પોપટને સ્વભાવ સ્વેચ્છાપૂર્વક વનમાં ઉડવાનો હોય છે પણ પિપટ પાંજરામાં પૂરાયેલું હોય છે તેથી તેને પાંજરૂ ગમે છે. કેઈ વાર તેને માલિક પાંજરું ખુલ્લું મૂકી દે તે પણ ઉડવાનું મન થતું નથી. પરાણે ઉડાડે તે થોડે દૂર જઈને પાછો પાંજરામાં આવીને બેસી જાય. કારણ કે તેને પાંજરું ગમી ગયું છે. તેમ તમને પણ આ સંસારનું સોનેરી પાંજરું એવું ગમી ગયું છે કે તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી.
અનાથી મુનિને રેગનું નિમિત્ત મળતાં તેમને આત્મા જાગૃત બની ગયે. મહાન પુરૂષોને રેગ પણ સારા માટે આવે છે. અનાથી નિગ્રંથ કહે છે હે રાજન? મેં દીક્ષા લેવાની વાત કરી તેથી મારા ઘરનાને ખૂબ દુઃખ થયું. કારણ કે સ્વજનના વિયેાગ જેવું બીજું કઈ દુઃખ નથી. એટલે માતા-પિતા, પત્ની બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. મોહના કારણે મને સંસારમાં રોકવા ખૂબ પ્રયત્ન કરવા લાગ્યા કે હે દીકરા! વધુ નહિ તો અમારી ખાતર એક વર્ષ તે રોકાઈ જા. પણ મેં તે તેમને કહ્યું કે એક વર્ષ તે શું એક દિવસ પણું નહિ રેકાઉં. મારા માતા-પિતા સમજણવાળા અને ઉદાર હતા. સમજુ માતા પિતાઓ સંતાનોની કસોટી કરે. પછી આજ્ઞા આપે છે. પણ સંયમ માર્ગે જતાં સંતાનને રોકતા નથી.
ગજસુકુમાર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની માતાને આઘાત લાગ્યા ને ધરતી ઉપર ઢગલે થઈને ઢળી પડી. જ્યારે માતા ભાનમાં આવી ત્યારે ગજસુકુમારે પૂછયું કે હે માતા! જો કે શત્રુ આપણુ રાજ્ય ઉપર ચઢી આવે તો તે વખતે તું મને મહેલમાં સંતાડી દઈશ કે રણમાં લડવા મેકલીશ? ત્યારે માતા દેવકીએ કહ્યું - હે બેટા! એ વખતે તે યુદ્ધમાં મેલું. કદાચ પુત્ર ગર્ભમાં હોય તે પણ એવી ઈચ્છા કરું કે પુત્ર ગર્ભમાંથી બહાર નીકળીને દુશ્મનની સામે લડે! ગજસુકુમારે માતાને કહ્યું તો તે માતા! હું કમરૂપી શત્રુઓની સામે લડવા જાઉં છું. તે તું આવી વીરમાતા થઈને મને શા માટે રોકે છે? તું શા માટે આટલું બધું દિલમાં દુઃખ ધરે છે? બેલે, હવે માતાને આજ્ઞા આપવી પડે ને? સાચે વૈરાગી કદી છૂપ ન રહે. જેને વૈરાગ્ય આવે છે તેને કોણ રોકી શકે છે?