________________
- શારદા સાગર
A s૨૯
વિનંતી કરું છું હું મને દીક્ષાની આજ્ઞા આપી દો,
મને દીક્ષા દઈને માતા! મારા ભવને સુધારી લેવા દે....વિનંતી... હું કહું છું પ્રતિજ્ઞાથી, મારે જીવડે રંગાયો છે, આ ભૌતિક સુખે ઉપર
મને વૈરાગ્ય આવ્યો છે હવે આત્માના સુખ માટે મને સંયમ પથે જાવા દે...મને દીક્ષા
હે માતા! તારા ચરણમાં પડીને હું વિનંતી કરું છું કે હવે મને દીક્ષાની આજ્ઞા આપે. ને આ મારા માનવભવને સુધારી લેવા દે. હું જે સાજો થયે હેલું તે આ મારી પ્રતિજ્ઞાને પ્રભાવ છે. જે હું બિમાર રહ્યો હોત તે તમે દુઃખી થઈ જાત. હું વેદના જોગવીને થાકી જાત. મને ને તમને બધાને કેઈને સુખ ન હતું. હું જીવતાં છતાં મરેલા જેવો હતો. વળી જે બિમારીમાં મારું આયુષ્ય પૂર્ણ થયું હોત તે તમને કેટલું દુઃખ થાત? તમારે કેટલી હિંમત રાખવી પડત! તેના કરતાં હું સાજે થયે તે સારું થયું ને? તમે શા માટે હિંમત હારી જાય છે? જે સંયમ શક્તિની કૃપાથી હું સાજો થયે છું તેના શરણે જવા માટે તમે મને કેમ રજા આપતા નથી? મેં દીક્ષા લેવાને નિર્ણય ન કર્યો હતો તે હું સાજો થયા ન હત! માટે તમે પ્રસન્ન થઈને સંયમ પંથે પ્રયાણ કરવાની આજ્ઞા આપે. આ રીતે મેં બધાને ખૂબ સમજાવ્યા પણ એ તે બધા હિંમત હારી ગયા. મારી વાત સાંભળીને માતા તે મૂછ ખાઈને પડી ગઈ. બેલે, અનાથી પ્રત્યે તેની માતાને કેટલે પ્રેમ હતું! જ્યાં પુણ્યને ઉદય હેય છે ત્યાં આટલી ખમ્મા ખમ્મા હોય છે. માતા-પિતા અને સંતાનોને એક બીજા પ્રત્યે પરસ્પર અંતરનો પ્રેમ હોય છે. બાકી પાપને ઉદય હોય ત્યાં તમે જોશો તે કોઈ કેઈના સામું જોતા નથી, અરે, ઉપકારી માતા-પિતાને ઉપકાર પણ સંતાને ભૂલી જાય છે. આચારગ સૂત્રમાં પાનું કહ્યું છે કે –
"जेहिं वा सध्धि संवसंति ते वि णं एगया णियगा पुव्वं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवएज्जा, नालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं नालं ताणाए वा सरणाए वा, से ण हासाए, ण कोडाए, ण रत्तिए, ण विभूसाए।"
જે પુત્રને માતા-પિતા મોટી આશાથી, પાલન પોષણ કરીને, ખૂબ કષ્ટ વેઠીને મેટા કરે છે તે સંતાને મોટા થતાં માતા-પિતા વૃદ્ધ થતાં તેમના કેવા હવાલ કરે છે. તેનું આ સૂત્રમાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. મનુષ્ય પોતાની પત્ની, પુત્ર પરિવારના મોહમાં આસકત બનીને તેમને ખવડાવવા, પીવડાવવા, સારા વસ્ત્ર પહેરાવવા, સારા દાગીના પહેરાવવા, સારૂં મકાન બંધાવવા માટે કેટલા કાવાદાવા કરી પૈસા ભેગા કરે છે. તેમના માટે પાપ કરતાં પાછું વાળીને જોતાં નથી, પણ એ સંતાને માતા-પિતાએ વૃદ્ધ થતાં તેમને તિરસ્કાર કરે છે. બિમાર થાય છે તે તેમની ધૃણા કરે છે કે આ