________________
શારદા સાગર
૬૫૭
કેમ ન થાય ? પણ વિચાર કરે કે એ ભરત ચક્રવર્તિની ભાવના કેવી હતી? સૌંસારમાં રહેવા છતાં તે સંસારથી અલિપ્ત રહેતાં હતા. સંસારને ગંધાતી ગટર માનતા હતા. ગટર ઉલેચાતી હેાય ત્યાં કેવી દુર્ગંધ મારે છે! ગટર સામુ જોવુ તમને કોઈને ગમે છે? જેમ ગટર સામું જોવુ ગમતુ નથી તેમ સંસારમાં રહેવા છતાં તમને સંસાર પ્રત્યે સૂગ થવી જોઇએ ને મનમાં થવુ જોઇએ કે યારે અવિરતિને ત્યાગ કરી વિરતિના ઘરમાં પ્રવેશ કરુ? અવિરતિ એટલે શું? જ્યાં સુધી પ્રત્યાખ્યાન નથી કર્યા ત્યાં સુધી જીવ અવિરતિના ઘરમાં રહેલા છે. પ્રત્યાખ્યાન એ પાપના દ્વારને બંધ કરનાર દરવાજો છે. તમે જે જે વસ્તુઓના ઉપભાગ નથી કરતા તેના પ્રત્યાખ્યાન ન કરો ત્યાં સુધી તેના પાપની ક્રિયા ચાલુ રહે છે. તમારા બ્લેકમાં કચરા-પોતા બધું કામ થઈ જાય એટલે મહેને જ્યાં કામ નથી તે રૂમના દ્વાર બંધ કરી દે છે. શા માટે? અંદર કચરો ન પેસી જાય તે માટે ને! આટલા માટે જ્ઞાનીઓ કહે છે અવ્રતના ત્યાગ કરી વ્રતમાં આવે.
સમ્યક્ત્વ પામેલા જીવ જે અવિશિત સભ્યષ્ટિ હૈાય તે તે પચ્ચક્ખાણ કરી શકતા નથી. તે પચ્ચક્ખાણ કરી શકે નિહ પણ તેના અંતરમાં એવા તેા ભાવ રમતા હાય કે ક્યારે અવિતિના ત્યાગ કરીશ ? ભગવાને મિથ્યાત્વ, અત્રત પ્રમાદ, કષાય અને અશુભયેાગ આ પાંચ કર્મબંધનના હેતુ કહ્યા છે. સક્લિષ્ટ આવી તેથી પતી જતુ નથી પણ તેને અવિરતિ ખટકવી જોઇએ. સમ્યક્ત્વી જીવાને અવિત ખટકે છે. જો તે નિયાણું બાંધીને ન આવ્યેા હોય તે તે અવિરતિને કાઢે છૂટકો કરે. જયાં સુધી અવિરતિ ન જાય ત્યાં સુધી સમજવું કે હજુ સંસાર ભેા છે. સમ્યકત્વ પામ્યા પછી પણ અવરતિ, પ્રમાદ, કષાય ને અશુભયાગ આ બધુ જશે નહિ ત્યાં સુધી જીવ ૧૩ મા ગુણુસ્થાને પહોંચી શકશે નહિ. સમ્યકષ્ટિ હાવા છતાં નિયાણું કરીને આવેલાછે તેવા વાસુદેવ અવિરતિને છેડી શકતા નથી. તેમને અવિરતિ ખટકે છે છતાં છેડી શકતા નથી. તમને અવિરતિ ખટકે છે કે નહિ એ તે જ્ઞાની જાણે, સમ્યકત્વ આવ્યું એટલે ચેાથુ ગુણસ્થાનક આવ્યું. ચાયા ગુણસ્થાનકે આબ્યા એટલે મેાક્ષના પાયે નખાયે. સમ્યકત્વ પામ્યા પછી વસી જવાથી કઇક જીવાને અપુદ્ગલ પરાવર્તનકાળ સંસારમાં રખડવાનું રહે છે. સમ્યકત્વ અવ્યા પછી એટલેા કાળ પણ ખટકવા જોઇએ. જેમ કેાઈ વિદ્યાથી સ્કુલ અગર કેાલેજમાં પાસ થાય તે! તે પાસ થવા માત્રથી ખુશ થતા નથી. તેને આનંદ હોતા નથી. કારણ કે તેને પાસ થવા સાથે પરિપૂર્ણ રીઝલ્ટ લાવવું હતું તે ન મળ્યું. તેમ સમ્યકત્વી આત્મા સમ્યકત્વ પામ્યા એટલેથી શજી થતા નથી. પણ તેને પરિપૂર્ણ રીઝલ્ટ એટલે માક્ષમાં ન પહોંચે ત્યાં સુધી આન થતા નથી. જેમ કેાઇ ગરીમ માણસના હાથમાં સત્તા આવી જાય પછી તે ભિખારી શા માટે રહે? તેમ એના હાથમાં સમ્યકત્વના પાવર આવી ગયે તે પાવર મેક્ષમાં પહેાંચાડે છે તેવા છે તે પછી અર્ધોપુદ્ગલ પરાવર્તન કાળ શા માટે રખડવું જોઈએ? જેમને અવિરતિ ખટકતી નથી તેવા