________________
શારદા સાગર
અત્યારથી આટલે બળવાન છે તે માટે થતાં કે બળવાન થશે? આ દીકરે તારી કુંખને ઉજજવળ કરશે ને તેના બાપના કુળને અજવાળશે. એવા પ્રતાપી બનશે. બાપ કરતાં બેટે સવા થશે. અંજના પિતાના બાલુડાના વખાણ સાંભળીને હરખાય છે.
બંધુઓ! જે દીકરા સારા પાકે તે તેના મા-બાપનું નામ ઉજજવળ કરે છે.
કંઇક જગ્યાએ આપણે જોઈએ છીએ કે મા-બાપના પુણ્ય નથી હતા. એ સામાન્ય સ્થિતિમાં જીવન પૂરુ કરીને ચાલ્યા જાય છે. પણ જો તેને દીકરે પુણ્યવોન નીકળે તે તેના માતા પિતાનું નામ અમર બનાવે છે. પ્રસંગ આવે ત્યારે બેલાય છે કે આ ફલાણાને સુપુત્ર છે. અને કંઈક જગ્યાએ એવા કુપુત્ર પાકે તે મા-બાપનું નામ બળે છે. મામા કહે છે આ તારો પુત્ર ચંદ્ર જે શીતળ ને તેજસ્વી બનશે. આવા પવિત્ર આત્માને મારે ઘેર લઈ જવાને મને અવસર મળે તેથી હું પણ ધન્ય બની ગયે. હવે આપણે જલ્દી પહોંચી જઈએ ને પુણ્યાત્માને જન્મ મહત્સવ ઉજવીએ. મામાને એટલે બધે હરખ છે કે તેનું નામ પણ રસ્તામાં નક્કી કર્યું. મામાને ખૂબ આનંદ ને હોંશ છે. હવે આનંદપૂર્વક ગામમાં ધામધૂમથી પ્રવેશ કરશે ને કુમારને જન્મોત્સવ કેવી રીતે ઉજવાશે ને તેનું શું નામ પાડશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૬ આ સુદ ૧૧ ને બુધવાર
તા. ૧૫-૧-૭૫ અનંત કરૂણાના સાગર, શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦મા અધ્યયનમાં અનાથી મુનિને અધિકાર ચાલે છે. અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને સનાથ અનાથના ભાવ સમજાવે છે. જે મહાને પુરૂષે જીવનમાં સાધના કરી ગયા છે તેમના નામ ભગવાનના મુખે ગવાયા ને આગમન પાને લખાયા. તે મહાન પુરૂષાએ કર્મોથી મુકત બનવા માટે પ્રબળ પુરૂષાર્થ કર્યો. આજે તે બધાને સુખ જોઈએ છે પણ સાધના કરવી ગમતી નથી. કોઈ કરોડપતિ શેઠને મુનિમ કે નેકર એમ માને કે મારે શેઠ આટલો શ્રીમંત બની ગયેલ છે. તે હું કેમ ન બનું? મુનિમ અને નેકરને શેઠના જેવી સિદ્ધિ મેળવીને જગતમાં શ્રીમંત શેઠ તરીકેની પ્રસિદ્ધિ મેળવવી છે. પણ કદી એ વિચાર કર્યો હશે કે મારા શેઠે કરોડપતિ બનતાં પહેલાં કેટલી કઠોર સાધના કરી હશે? બજારમાં દુકાન નાંખવી રહેલ છે. પણ તેને જમાવવી મુશ્કેલ છે. દુકાન કે પેઢી એક વાર જામી ગયા પછી વધે નથી આવત પણ જમાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ઘણી સાધના કર્યા પછી સિદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે પછી આત્માની સિદ્ધિ મેળવવા માટે કેટલી સાધના કરવી જોઈએ? ઘણું એમ કહે છે કે ભરત ચક્રવતિને અરિસા ભુવનમાં ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું હતું તે આપણને