________________
-
૬૫૪
શારદા સાગર તેને વિજયનું પર્વ માનવામાં આવે છે. આજના દિવસે ભલાઈએ બૂરાઈ ઉપર વિજ્ય મેળવ્યું હતું. અને નીતિઓ અનીતિ ઉપર વિજય મેળવ્યું છે. જે આત્માઓ જગતમાં જન્મીને સદાચારને દિપક પ્રગટાવી ગયા છે. તેમને પણ યાદ કરવામાં આવે છે. ને જેઓ દુરાચારી જીવન જીવીને દુર્ગુણની દુધ ફેલાવી ગયા તેમને પણ યાદ કરાય છે. આજના દિવસ માટે બે વાતો પ્રચલિત છે. કેટલાક એમ કહે છે કે રામે રાવણની સામે તેની દુષ્ટ પ્રકૃતિઓ ઉપર જીત મેળવવા માટે યુદ્ધની શરૂઆત કરી હતી. ને કેઈ એમ કહે છે કે વિજયાદશમીના દિને યુદ્ધની પૂર્ણાહુતિ થઈ હતી. બેમાંથી ગમે તે હોય પણ આજના દિવસે આપણને એ વાત જાણવા મળે છે કે સદાચારે દુરાચાર ઉપર વિજય મેળવ્યું હતે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણું ગામમાં આજના દિવસે ગામની બહાર કાગળથી રાવણનું પૂતળું બનાવીને ઉભું રાખવામાં આવે છે. અને સંધ્યા સમયે ગામના લોકો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા માણસે સારા સારા કપડા પહેરીને ગામ બહાર જાય છે. નાના નાના બાલુડાને પૂછવામાં આવે કે તમે કયાં જાઓ છે? તે તે અભિમાનથી કહેશે કે અમે રાવણને મારવા જઈએ છીએ. ગામની બહાર રાવણનું વિકરાળ અને વિશાળ પૂતળું ઉભું કર્યું હોય છે. ગામના દરેક માણસો એકેક પથ્થર લઈને રાવણના પૂતળાને મારે છે.
બંધુઓ! આ જગ્યાએ જે સાચો રાવણ હોય તો કોઈની તાકાત છે કે તેની સામે ઉભા રહી શકે! એ નાના બાળક ગર્વથી એમ બેલે છે કે અમે રાવણને મારી આવ્યા. જે રાવણનો સંહાર કરતાં મહા બળવાન વાસુદેવ એવા લક્ષમણને પણ છ મહિના લાગ્યા હતા. તે રાવણને શું નાના બાળકે પથ્થર મારી શકે? પણ રાવણના નામ ઉપર કલંક છે. તમે એટલું તે જરૂર સમજી લેજે કે જેણે જીવનમાંથી સદાચાર વેચી નાંખ્યો તેના નામ ઉપર કઈ થુંકવા પણ તૈયાર નહિ થાય. તેને મરી ગયા પછી કેઈ આંસુના બે ટીપા પણ નહિ પડે. અને જેના જીવનમાં સદાચારની સૌરભ છે તેના સાથીદારે ઘણાં થશે. રાવણના દ્રષ્ટાંત ઉપરથી આ વાત આપણે સમજી શકીએ છીએ.
એ રાવણ જ્યારે સદાચારી હતા ત્યારે સેંકડો રાજાઓના મસ્તક તેના ચરણમાં નમતા હતા. તે જ્યાં ને ત્યાં વિજયની વરમાળા પહેરીને પાછો ફરતે હતો. એ રાવણ રામની સામે કેમ હારી ગયે? તે તે તમે જાણે છેને? જ્યારે સતી સીતાનું હરણ કરીને સદાચારની સીમા ઓળંગી ત્યારથી તેના જીવનમાંથી સદાચારને સૂર્ય અસ્ત થઈ ગયે. તેનો સગો ભાઈ વિભીષણ પણ તેને ન રહ્ય, પ્રભુ મહાવીર, રામ, કૃષ્ણ, ગાંધીજી આદિ જે જે મહાન પુરૂષ જીવનમાં સદાચારને સૂર્ય પ્રગટાવી ગયા તેમના જીવનની જગત ગૌરવગાથા ગાય છે. પણ કેઈ રાવણ, કંસ, ગોડસે આદિ વ્યક્તિઓનું નામ લે છે ખરા? આજે માતા પિતા દીકરાનું નામ કઈ રામ પાડે છે, કૃષ્ણ પાડે છે પણ રાવણ કે કંસ પાડતા નથી. કારણ કે તેના નામ ઉપર પણ જગતને નફરત છે. માટે