________________
શારદા સાગર
૬૫૩
એક વખત એક ભીલને સંત સમાગમ થયે. ને તેણે પ્રતિજ્ઞા કરી, કે મારે ગળ ખાવે નહિ. થોડા દિવસોમાં ભીની ન્યાતમાં જમણવાર થયે. બાર વર્ષે ભીલની ન્યાતમાં જમણું થતું હોવાથી જમણમાં ગોળના લાડવા બનાવેલા એટલે હવે લાડવા કેવી રીતે ખવાય? તે જમવા ગયો. ભાણમાં લાડવા પીરસાયા. લાડવા જોઈને ભીલનું મન પીગળી ગયું. ત્યારે બાજુમાં બેઠેલે કહે છે અરે, શું જોઈ રહ્યો છે? ખાવા માંડને. ત્યારે કહે છે મારે ગાળની બાધા છે. કેવી રીતે લાડવા ખાઉં? ત્યારે તે કહે છે. હું તને ઉપાય બતાવું તું બાધા બદલી નાખ. ફરીને જ્યારે જમણવાર થવાનું છે? એટલે પેલે ભીલ કહે છે. અગડ રે અગડ તું મેરી મા. લાડવા ઉપરથી ઉઠીને ભાત ઉપર જા. (હસાહસ). એમ કહીને ભીલે તે ખૂબ લાડવા ખાધા. પછી આવ્યો ભાત. એટલે ભાત ખાવાનું મન થયું. તેથી કહે છે અગડ રે અગડ તું મારી મા ભાત ઉપરથી ઉઠીને હતી ત્યાં જા. (હસાહસ) એમ કહીને ભાત પણે ખાઈ લીધે. આમ વારાફરતી બાધા ઉઠાડીને બધું ખાઈ લીધું. તમે આવી બાધા તો નથી કરતા ને? નિર્ણય દઢ હવે જોઈએ.
અનાથી મુનિએ નિર્ણય કર્યો, કે મને રેગ મટી જાય તે સવારે દીક્ષા લઈ લેવી. પછી મુહૂર્તની રાહ જેવા ના રહે. તેથી અનાથી મુનિ બોલ્યા- હે માતા-પિતા! મને અસહ્ય પીડા થતી હતી. એ વેદના કેવી હતી તે તો અનુભવે તે જાણી શકે. તેનું વર્ણન કરી શકું તેમ નથી. હવે મારી વેદના તદ્દન શાંત થઈ ગઈ છે. તમે બધાએ કાળજીપૂર્વક મારી સતત સેવા કરી છે. મારી દવા કરાવવા માટે પાણીની જેમ પૈસા વાપરી નાંખ્યા. મોટા વૈદે અને હકીમોને તેમજ મંત્ર-તંત્રવાદીઓને તેડાવ્યા. કિંમતીમાં કિંમતી દવાઓ મને ખવડાવી છતાં મારું દર્દ મટયું નહિ અરે મટયું તો નહિ પણ જરાયે ઓછું ન થયું એ તો તમે જાણો છો ને? એ સાચી વાત છે ને? બધા એ કહ્યું- હા, એ વાત સાચી છે. તમારા કરેલા બધા ઉપચારે ફેઈલ ગયા. ત્યારે મેં મારા આત્મા સાથે દઢ નિર્ણય કર્યો કે મને કઈ રોગ મટાડવા સમર્થ ન થયું. તે હવે જે મારો રોગ મટી જાય તે સવાર પડતાં સ્વજનની આજ્ઞા લઈને સંયમને સ્વીકાર કરીશ. આવો દઢ નિશ્ચય કરીને હું સૂઈ ગયા. કે તરત મને ઉંઘ આવી ગઈ. ને વેયા ને વય મયા મારી વેદના મટી ગઈ, મને મારા આત્મવરૂપનું આ રીતે ભાન થતાં જગત માત્ર ભૂલાઈ ગયું છે. માટે મારી આ પ્રતિજ્ઞા પૂરી કરવા મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. અનાથી મુનિના આ વચનો સાંભળીને તેમના માતા-પિતાને માથે જાણે વીજળી પડી હોય તેવો અથવા પિતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તે આઘાત લાગ્યો. અનાથી મુનિની વાત સાંભળતાં તેમને રેગ મસ્યાને જે આનંદ હતો તે ઉડી ગયે. ને બધાના પગ ઢીલા થઈ ગયા પણ અનાથી મુનિને દેવ જેવા દેવ ચલાયમાન કરવા આવે તો પણ તેમનું મન ચલાયમાન થવાનું નથી. તે તે આત્માને વિજય મેળવશે.
તમારે પણ આજે વિજ્યાદશમીને પવિત્ર દિવસ છે. તેનું બીજું નામ દશેરા છે.