________________
શારદા સાગર
૬૫ર મમતા પણ છૂટી જાય. પણ જે મમત નહિ છૂટે તો કલ્યાણ નથી. મમતા કરતાં મમત ખરાબ છે. મમત તે પહેલાં ગુણસ્થાનકથી આગળ વધવા નહિ દે. આ જગતમાં ઘણાં વિદ્વાને અને મહાત્માઓ થઈ ગયા. તેઓ સંસારની મમતા ત્યાગી શક્યા છે પણ મમત છોડી શકયા નથી. સ્ત્રી પુત્ર, પૈસાનો ત્યાગ કરવો સહેલે છે પણ અસત્ય હોવા છતાં હું જે કહું છું તે સાચું છે એવા કદાગ્રહને ત્યાગ કરવો મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામ્યા. માતા-પિતા, પત્ની અને રાજ્યસાહ્યબીની મમતાના બંધને પલકારામાં તેડી નાંખ્યા અને સંયમ લઈ મહાન જ્ઞાની બન્યા. પણ ભગવતે કહ્યું કે “માને ?” કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. ત્યારે જમાલિએ મિથ્યા માન્યતાના જોરે ભગવાનના વચનને ઉથલાવી નાંખ્યા માટે મહાન પુરુષે કહે છે કે મમતા છોડવી સહેલ છે પણ મમત છોડવું મુશ્કેલ છે. મમતા કરતાં મમત વધુ નુકસાન કરનાર છે. માટે પહેલાં મિથ્યા મમતને છોડી દે, તમે માને છે કે પૈસા છે તે સુખ છે. તે મિથ્યા માન્યતાના દોરડાને વીતરાગ વચનની શ્રદ્ધાના દાતરડા વડે કાપી નાંખે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથને મહાભયંકર વેદના થઈ ત્યારે ભવ્ય વિચારણું થઈ કે અહો! મારા આત્માએ આવી વેદના તો અનંત ભવમાં પરાધીનપણે અનંતી વાર ભેગવી છે. હવે જે એક વાર વેદનાથી મુકત થાઉ તો આ જન્મ-જરા-મરણ અને વ્યાધિઓના મૂળને બાળનાર પરમ પાવનકારી પ્રવજ્યને સ્વીકાર કરું. આ પ્રમાણે દઢ સંકલ્પ કરતાની સાથે વેદના શાંત થઈ ને આત્મસ્વરૂપનું ભાન થયું. આત્મામાં અને ખી જાગૃતિ ને જેમ આવી ગયું. જ્યાં સુધી આપણે ચેતન્ય દેવ ઊંઘે છે ત્યાં સુધી કર્મો દબાવે છે. પણ પિતાની શક્તિ પ્રગટ કરે છે ત્યારે કર્મની તાકાત નથી કે ઉભા રહી શકે. આત્મારૂપી કેસરી સિંહની સામે કમેં તે શીયાળીયા જેવા રાંક છે. અનાથી મુનિની વેદના શાંત થઈ ને સુખે ઉંઘ આવી ગઈ. સવાર પડતાં તેમનાં માતા પિતા, ભાઈ, ભાભીઓ, બહેને અને પત્ની બધા મને કહેવા લાગ્યા કે અમારી બાધા સફળ થઈ. અનાથીમુનિ કહે છે, એમ નથી. મારા દેવની માન્યતા તત્કાળ ફળી છે. બોલે, તમારી માનતા પહેલી કે મારી? બધા કહે છે તમારી પહેલી. તેમાં અમારો સહકાર ને સંમતિ છે.
બંધુઓ! અનાથી મુનિના માતા-પિતા, ભાઈ, બહેને અને પત્નીને ખબર ન હતી કે તેમની માનતા કેવી છે? એટલે હા પાડી. તેમની પ્રતિજ્ઞા એવી હતી કે મારી વેદના જે આજે રાત્રે મટી જાય તે માતા-પિતા આદિ સ્વજનની આજ્ઞા લઈને સવારે સંયમ માર્ગને સ્વીકાર કરે. નિયમ એટલે નિયમ. પણ કાંઈ ઉપાધિ દેખી એટલે ફરી જવું તેમ નથી.