________________
શારદા સાગર
૬૫૧ કયાંય સુખ દેખાય છે? કઈ વાતે તમે સુખી છે? તમારા પૂર્યોદયે મળેલું સુખ પણ સરકાર કયાં સુખ ભોગવવા દે છે? છતાં સુખ માનીને બેસી ગયા છે. આવા દુખથી ભરેલા સંસારના સુખ માટે અમૂલ્ય શક્તિ અને સમય ખચી રહ્યા છે. પણ ધર્મ માટે ખે છે? આજે તે ધર્મનું સ્થાન ક્યાં રાખ્યું છે?
માની લે કે તમારા ઘેર દીકરાના લગ્ન છે. ખૂબ સુખી છે. સમાજમાં તમારું માન પણ ઘણું છે. એટલે લગ્ન પ્રસંગે ભારતના વડાપ્રધાનને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તમે વડાપ્રધાનને આમંત્રણ આપે એટલે વડાપ્રધાન એકલા ને આવે પણ તેની પાછળ તે તેના પહેરેગીરે, પોલીસે ને પટ્ટાવાળા બધા આવે ને? હવે સાચું બોલો - તમે પહેલાં તેનું સ્વાગત કરશે? પહેલાં તે વડાપ્રધાનનું સ્વાગત થાય પછી નાના અમલદાર અને પોલીસે વિગેરેનું થાય. હવે તમે કહે કે તમારા અંતરમાં પહેલું સ્થાન કેનું છે? સંસારના વ્યવહારનું કે ધર્મનું? આજે દશેરાને દિવસ છે. ઘણી જગ્યાએ ચાંલ્લા આદિ સંસારના શુભ પ્રસંગે હશે. ગામમાં સંતે પણ બિરાજે છે. આયંબીલની એાળીની આરાધનાના પવિત્ર દિવસો ચાલે છે. તે તમે પહેલાં ધર્મસ્થાનકે આવશે કે ચાંલ્લામાં જશે? . પહેલા ચાંલ્લામાં. નવરા પડે ત્યારે ઉપાશ્રયમાં. કેમ ખરું ને? (તામાંથી અવાજ –ના, એવું નથી. મને તે લાગે છે કે રવીવારે પણ કોઈ પ્રસંગ આવી જાય તે અહીં પણ આવવાનું બંધ રહે. એક કવિએ કહ્યું છે :
હું તને ભજું છું રવીવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે, આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સીધાવું, બે ઘડી બેસું છું રવીવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે..હું તને...
કદાચ મારા જેવાએ બાધા આપી કે તમારે જ દર્શન કરવા આવવું. તે પણે આવે ખરા પણ ઉભા ઉભા દર્શન કરીને ચાલતા થઈ જાય. પણ જે વ્યાખ્યાન સાંભળવું હોય તે રવીવારે. કોઈના લગ્ન, ચાંદલા કે પાર્ટીમાં જવાનું આમંત્રણ આવ્યું તે પછી પહેલા ત્યાં. એટલે એને અર્થ એ થાય ને કે દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણેનું સ્થાન પટ્ટાવાળા જેવું છે ને? આ તે ધર્મ પ્રત્યેનો પ્રેમ કહેવાય? જે સાચે ધર્મ સમજ્યા હો તે તમારી માન્યતા બદલી નાંખે. શ્રદ્ધાને રણકાર જ્યારે જાગશે. ત્યારે તમારી દશા જુદી હશે! તમને અત્યારે એમ લાગે છે ને કે બંગલે, ગાડી, મોટર, રસેઇયા, એરકંડીશન રૂમ બધું છે એટલે હું સુખી છું. પણ જ્યારે તમારી માન્યતા બદલાશે ત્યારે એમ થશે કે આ બધું શરીરને સુખ આપશે પણ મારા આત્માને સુખ નહિ આપી શકે. આત્માને તે ધર્મ દ્વારા સુખ મળશે. આ બધી મમતા બેટી છે.
બંધુઓ ! જ્યાં સુધી રાગ અને દ્વેષ નથી છૂટયા ત્યાં સુધી મમતા છે. હા, કદાચ