________________
શારદા સાગર
શક્તિશાળી હોય છે. માટે જે તમારે તાકાત જોઈતી હોય તે બને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરો.
| હનુમાનકુમાર વિમાનમાંથી નીચે પડી ગયો. આ જોઈને અંજના તો બેભાન બની ગઈ. અહો! જે પુત્રનું મુખ જોઈને હું આનંદ પામતી હતી. જેના ઉપર મારી આશાના મિનારા બંધાયા હતા તે પડી ગયા. તેનું શું થયું હશે ? પવનજી આવશે ત્યારે હું શું જવાબ આપીશ? એ મને કહેશે કે તારાથી એક બાળક ન સચવાયે? મને ઠપકે આપશે. આ રીતે એક સાથે અંજનાને ઘણાં વિચારે આવી ગયા. આ વિચારે તે બેભાન થઈ ગઈ. મામાએ તરત પોતાનું વિમાન નીચે ઉતાર્યું ને પુત્રને શોધવા લાગ્યા. હનુમાન વિમાનમાંથી એક ઝાડ ઉપર પડેલો. એટલે ઝાડની ડાળ તૂટી ને પછી એક મોટી શીલા ઉપર પડે, તે શીલાના બે ટુકડા થઈ ગયા. પણ હનુમાન ખૂબ, પુણ્યવાન આત્મા હતું. તેના શરીરને સહેજ પણ ઈજા ન થઈ. એના હાડકામાં ફેકચર પણ ન થયું. ને આપણે તે સહેજ ઉંચેથી પડીએ તે હાડકા ભાંગી જાય, મામા શૈધતાં શોધતાં ત્યાં આવ્યાં. જોયું તે બાળકે શીલાના બે કટકા કરી નાંખ્યા છે. જઈને જુએ તે ફૂલ જે બાળક મેઢામાં અંગુઠો લઈને ચૂસે છે. મામાએ શીલા માંડ માંડ દૂર કરીને બાળકને ત્યાંથી ઉપાડીને વિમાનમાં લઈ ગયા. જ્યારે પડે ત્યારે મામા મામીના પણું હશશ ઉડી ગયા હતા. જે બાળકને કંઈ થશે તે આપણે શું કરીશું? પણ જીવતે મળે એટલે સેને આનંદ થયે. બાળકનું તેજ અને બળ જોઈને મામા પણ ચકિત થઈ ગયા છે. હવે મામાના ગામમાં આવશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૫ આસો સુદ ૧૦ ને મંગળવાર
તા. ૧૪-૧૦-૭૫ અનંત કરૂણાનીધિ, સમતાના સાગર, ભગવંતે ભવ્ય જીવોના કલ્યાણ માટે સિદ્ધાંત પ્રરૂપ્યા. ભગવંતની વાણી અનંત ભાવથી ભરેલી છે. એ અપૂર્વ ને અલૌકિક વાણીનું પાન કરનાર આત્મા ભવરગમાંથી મુકત બને છે. જ્યારે જે વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવતું હોય તે વસ્તુ અવ્યાતિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દેષથી રહિત હેવી જોઈએ. જ્યારે જીવનું લક્ષણ બતાવવામાં આવે ત્યારે આ ત્રણ દેશ માંહેને એક પણ દેષ ન હોવા જોઈએ. જે એક પણ દેષ સંભવ હોય તે તે લક્ષણ દૂષિત કહેવાય. દા. ત. જીવનું લક્ષણ ચૈતન્ય છે. તે ચૈતન્ય ગુણ વિનાને એક પણ જીવ ન હોઈ શકે.
જ્યાં જીવ છે ત્યાં ચૈતન્ય અવશ્ય હોય છે. જીવ ગમે તેટલા કર્મોથી ઘેરાઈ ગયેલ હોય તે પણ તેને ચૈતન્ય ગુણ અવશય નહિ. નિગદથી માંડીને સિદ્ધના જેમાં ચૈતન્ય