________________
१४८
શારદા સાગર મટી ગયે છે. આ બધે આયંબીલ તપને પ્રભાવ છે. જયારે સંતના મુખેથી સત્ય હકીક્ત જાણી ત્યારે માતાના હર્ષને પાર રહ્યો. તે દીકરીને ભેટી પડીને બેલી. - અહો મારી વહાલી દીકરીએ તો મારા કુળને ઉજજવળ બનાવ્યું છે. બંધુઓ! બાપે જેને કઢીયા સાથે પરણાવી તે મહાન સુખી બની ગઈ ને જેને રાજકુમાર સાથે પરણાવી હતી તે મહાન દુઃખી બની ગઈ. એ વાત ઘણી લાંબી છે. આપણે તે આયંબીલ તપને મહિમા કે છે તે વાત સમજવી છે. આયંબીલ તપના પ્રભાવથી મહાન લાભ થાય છે. ચીકણું કર્મો ખપી જાય છે. સ્વાદ છતાય છે. આત્માને સ્વભાવ અણહારક છે. દેહનું પોષણ કરવા માટે ખાવાનું છે તેમાં જીભના સ્વાદ કરવાની ના હોય. માટે શુદ્ધ ભાવથી નવપદની આરાધના કરો. હવે થોડી વાર અંજના સતીને યાદ કરીએ.
ચરિત્ર અંજના સતીને મામા મામીને મેળાપ: અંજના સતીને તેના મામા મળ્યા એટલે હવે દુખને અંત આવી ગયો. અંજનાને મામા-મામી મળતાં તેમને નાના બાળકની જેમ વળગી પડી. મામા પૂછે છે બેટા ! તું આ વગડામાં કયાંથી? તારી આ દશા કેમ? ત્યારે બધી વાત કરી. દીકરી! સાસરે આમ થયું પણ તારા પિયર જવું હતું ને? અહીં એકલી કેમ આવી ત્યારે અંજનાએ કહ્યું- મામા! મારા દુઃખની શી વાત કરું? મારા માતા-પિતાને શું દેષ? મારા કર્મને એ ઉદય હશે કે જેથી માતા-પિતા કે ભાઈ-ભાભીઓએ કેઈએ મારા સામું ન જોયું. અરે, પીવા પાણી પણ ન આપ્યું ને ગામમાં આણુ દેવરાવી કે કોઈએ અંજનાને પાણી પણ પાવું નહિ. એટલે હું વનની વાટે ચાલી નીકળી. મામા તેના માથે હાથ મૂકીને કહે છે બેટા! હવે રડીશ નહિ. કાલે તારું દુઃખ મટી જશે. એમ કહી બધા વિમાનમાં બેઠા. વિમાને બેસાડી રે સંચર્યા, અંજનાને ઉત્સગે હનુમાન કુમાર તે, દીઠા જબ મોતીના ઝુમખા, ઉછલી અંચલ દીધી છે ફાળ તે, તેડી મેતીને ભૂમિ પડયે, અંજના મૂર્જિત શુદ્ધ નહીં સાર તે મામોજી પુત્ર લઇ પાછા વળે, આપ્યો અંજનાને તેણુ વાર તેસતી રે
મામા-મામી, અંજના, વસંતમાલા બધા વિમાનમાં બેસી ગયા. નાનકડો બાલુડે અંજનાના મેળામાં સૂવે હતે. વિમાનમાં મતીના ઝુમ્મર લટકાવેલા હતા. રમતાં રમતાં બાળકની નજર મોતીના ઝુમ્મર ઉપર ગઈ. એટલે તે લેવા માટે હનુમાન અંજનાના ખેળામાંથી ઉછળે ને મોતીનું ઝુમ્મર તેડીને વિમાનની બારીમાંથી ઉછળીને નીચે પડે.
બંધુઓ! બે દિવસના બાલુડામાં કેટલી તાકાત છે! આ હનુમાનમાં આવું બળ કયાંથી આવ્યું? શનિવારે હનુમાનને તેલ ચઢાવતા હો તે વિચાર કરજો. તેલ ચઢાવે બળ નહિ આવે. બાર બાર વર્ષ સુધી સતત બ્રહ્મચર્યના પાલન પછી હનુમાનનો જન્મ થયે હતા. જેના માતા-પિતા બને તેટલું બ્રહ્મચર્યનું વધુ પાલન કરે તેના બાળકે વધુ