________________
શારદા સાગર
૬૪૭
કહેવા લાગ્યા. ત્યારે મેં કહ્યું કે જુઓ, તમે બધા આટલા દિવસથી બધું કરો છો ખરુંને? તમે કેટલા દિવસથી દેવની માનતા માની છે. ત્યારે કહે તમે બિમાર પડ્યા ત્યારથી તે આટલા દિવસ થઈ ગયા છતાં તલમાત્ર મારી વેદના ઓછી થઈ ન હતી. તે હકીક્ત છે ને? બધા કહે હા. તે મેં ગઈરાત્રે એક દેવની માનતા માની છે ને સંકલ્પ કર્યો છે કે જે મારે રેગ મટે તો મારે આમ કરવું. સંકલ્પ કર્યો કે તરત મને ઉંઘ આવી ગઈ છે. તે બેલે. મારા દેવને પ્રસન્ન કરવા માટે સંકલ્પ પૂર્ણ કરવામાં તમે બધા સાથ આપશે ને? સર્વ પ્રથમ મા-બાપને પૂછયું કે મારી માનતા પૂરી કરવામાં તમારી સંમતિ છે ને? માતા-પિતાએ કહ્યું કે બેટા! તું સાજો થયે તે અમારે મન મોટે લાભ છે. તારો જે સંકલ્પ હશે તે પૂરે કરવામાં અમારો પૂરે સાથ છે. આ રીતે ભાઈઓ, બહેને, પત્ની બધાને પૂછતાં દરેકે મારે સંકલ્પ પૂરો કરવામાં સંમતિ આપી. વધુ પછી વિચારીશું
- આયંબીલ તપને મહિમા કે છે તે વાત છેડી સમજાવું. ગઈ કાલની અધુરી વાત છે. શ્રીપાળ રાજા સહિત ૫૦૦ કેઢીયાનો રોગ આયંબીલ તપની આરાધના કરવાથી મટી ગયો. કોઢ મટી જવાથી શ્રીપાળનું સેંદર્ય એવું ખીલી ઉઠયું હતું કે જાણે દેવકુમાર ન હોય! તે શોભતે હતે. મયણાસુંદરી તેના પતિ સાથે મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. તેની માતા પણ વ્યાખ્યાનમાં આવી હતી. તેણે પિતાની પુત્રી મયણાસુંદરીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા પણ તેની સાથે કઈ સેંદર્યવાન પુરૂષને જોઈને કે આવી ગયે. અહે કુલખંપણ! તું ધર્મને ખાતર રાજ્યના સુખે છોડીને એક કઢીયા સાથે પરણી. અને હવે તે કોઢીયાને છોડીને બીજા પુરૂષના પ્રેમમાં પડી ગઈ લાગે છે. ધિક્કાર છે મને કે મેં જે પુત્રીને જન્મ આપે તે આવી કુલટા નીકળી? આના કરતાં તે હું વાંઝણી રહી હતી તે સારું હતું. તેને પરાયા પુરૂષ સાથે આવેલી જોઈને મારું કાળજું બળી જાય છે. હમણાં ઘેર જઈને મારા ભાઈને વાત કરું ને એક તલવારના ઝાટકે આના બે ટુકડા કરાવી નાંખ્યું. આ રીતે મનમાં વિચાર કરતી હતી. સંત મુનિરાજ તેની માતાના મુખ ઉપરના ભાવ સમજી ગયા. વ્યાખ્યાન પૂરું થયા પછી કહે છે બહેન! તું કે ન કરીશ. તારી દીકરી સતી છે. તેણે જૈન ધર્મને મહિમા વધાર્યો છે.
માતા કહે છે, મહારાજ ! તે સતી નથી કુરતી છે. એના બાપે એને કેઢીયા સાથે પરણાવી હતી. તેના રેષથી હું મારા પિયર આવીને રહી છું ને એ તે રાજકુંવર જેવા બીજા કેઈ પુરૂષને લઈને ફરે છે. સતે મયણાની માતાને કહ્યું કે આ તે જ કેઢી છે. એ તે રાજકુંવર હતું પણ કર્મના સાગથી કઢી બન્યું હતું. તેમણે ખૂબ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવથી આયંબિલની ઓળી કરી. નવપદની આરાધના કરી. તેના પ્રભાવથી તેને રેગ