________________
શારદા સાગર
માંકડા ખરીદે. તમને ખૂબ ઉપયોગી થશે. ત્યારે રાજાએ પૂછ્યું, માંકડા મારે શું ઉપયોગી થશે? ત્યારે મદારી કહે કે સાહેબ! એક તમારી ચોકી કરશે ને એક મશાલ પકડીને ઉભું રહેશે. રાજાને થયું ઠીક, મારે ચોકીદારને પગાર બચી જશે. એટલે બંને માંકડા ખરીદી લીધા. રાત્રે એક રાજાની ચાકી ભરે ને બીજું મશાલ પકડીને ઉભું રહે. બરાબર એક મહિના સુધી માંકડાએ આ કામ કર્યું. રાજાને આ જોઈને ખૂબ આનંદ થયે કે અહો! મદારીએ કેવી સરસ ટ્રેઈનીંગ આપી છે. તે માણસની માફક કામ કરે છે. મારે તે પગાર બચી ગયે?
એક વખત રાત્રે એક માંકડું ચાકી કરે છે ને બીજું મશાલ પકડીને ઉભું છે સમય થતાં રાજા ઉંઘી ગયા. રાતના રાજાને નેકર કેરીને કરંડીયે લઈને મહેલમાં આવ્યું. અને રાજાના રૂમની બહાર અજવાળું પડતું હતું ત્યાં કેરીઓ જેવા બેઠો. કે કેટલી કેરીઓ પાકી છે ને કેટલી બગડી ગયેલી છે. સારી અને બગડેલી કેરીઓ જુદી કરવા લાગ્યું. કેરીઓ જોઈને માંકડાનું મન લલચાયું. માંકડાએ મશાલ રાજાના ઉપર ફેંકી દીધી ને ચેક કરનાર પણ ચેકી કરવી છેડી કરી લેવા માટે દોડી ગયા. રાજા ઉપર સળગતી મશાલ પડતા તેની સાલ સળગી. રાજા એકદમ જાગી ગયા તો બચી ગયા. પણ માંકડાને મન રાજાની કિંમત કેટલી હતી? જ્યાં સુધી કેરી નહોતી જોઈ ત્યાં સુધી રાજાનું રક્ષણ કર્યું પણ કેરી મળતાં રાજા બની જશે કે તેનું શું થશે તેની પરવા ન કરી.
આ દષ્ટાંત મારે તમારા ઉપર ઉતારવું છે. દેવાનુપ્રિયે ! સામાયિક કરવા માટે હાથમાં પથરણુંની થેલી લઈને ઉપાશ્રયે આવવા તૈયાર થયા. પણ દીકરે કહે કે બાપુજી! આજે તે દુકાને તમારું જ કામ છે. આજે મોટે વહેપારી આવવાનો છે. જે તમે હશે તે માટે સેદે થશે ને તેમાં નફે થશે. ત્યારે તમે શું કરશે? પથરણની થેલી મૂકી દેશે કે ઉપાશ્રયે આવશે? બોલે. તે વખતે તે પથરણની થેલી ખીંટીએ ભરાવી દેશો. ઉપાશ્રયે તો કાલે જવાશે પણ આ વહેપારી કાલે હાથમાં નહિ આવે. (હસાહસ). બેલે હવે તમારામાં ને માંકડામાં કંઈ ફેર ખરે? મારે તમને માંકડા નથી કહેવા પણ તમારી જાતે તમે સમજી લેજે. એ તો બિચારા તિર્યંચ જાતિ હતા પણ તમે તે બુદ્ધિવાન મનુષ્ય છે ને! એને કેરી મળતાં. રાજા ઉપર મશાલ ફેંકીને કેરી લેવા દેકારણ કે એને રાજાની કિંમત સમજાઈ ન હતી. તેમ તમને પણ જેટલી ધનની કિંમત સમજાઈ છે તેટલી ધર્મની કિંમત સમજાઈ નથી, જે ધન કરતાં ધર્મની કિંમત વધુ આંકી હતા તે પથરણની થેલી ખીંટીએ ભરાવી દેત નહિ. પહેલા સામાયિક કરી લઉં. પછી દુકાને જઈશ. જે ભાગ્યમાં હશે તે મળશે. આનું નામ ધર્મની કિંમત સમજ્યા કહેવાય. કર્મ ક્યારે ઉદયમાં આવશે ને આયુષ્ય કયારે પૂરું થશે તેની તમને ખબર નથી. માટે બને