________________
૬૪૬
શારદા સાગર
તેટલી ધર્મ આરાધના કરી લે. જો આત્માને ભયંકર આપત્તિમાંથી ખચાવનાર કાઇ હોય તા તે ધર્મ છે.
અનાથી નિગ્રંથના ગાઢ કર્મના :ઉત્ક્રય થતાં રાગ આવ્યા. તેમને કાઈ રાગથી મુક્ત કરવા સમર્થ ન થયું ત્યારે અનાથી મુનિએ સંકલ્પ કર્યો કે જો હું આ રાગથી એક વાર મુક્ત થઉં તેા કષાય રહિત, ક્ષમાવાન અને આરભથી 'હિત સાધુ બનું. સંયમ ધર્મનું શરણું સ્વીકારું. કારણ કે ધર્મ વિના શાંતિ મળવાની નથી. એમ સમજીને સંકલ્પ કર્યાં. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે :
एवं च चिन्तइत्ताणं, पसुत्तोमि नराहिवा । परियतन्ती राईए, वेयणा मे खयंगया ॥ ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૩૩ હું રાજન્! હું આ રીતે નિશ્ચય કરીને સૂતા કે તરત મારી આંખ મીંચાઈ ગઈ. ખુબ વેઢના થતી હતી તેના કારણે નિદ્રા આવતી ન હતી. રાત તે દિવસથી પણ લાંખી લાગતી હતી. આંખેા મટકું પણ મારતી ન હતી. તેના ખલે સયમ લેવાની ભાવના ભાવી કે તરત સૂતા વેંત નિદ્રા આવી ગઈ. જ્યાં જાગૃત થયે ત્યાં જાણે મને કોઇ રાગ ન હાય તેમ સર્વ પીડા નાશ થઈ ગઈ.
હે રાજન! બન્યું એમ કે જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઈ તેમ તેમ મારી વેદના ઘટતાં ઘટતાં પ્રભાત થતાં બધી શાંત થઈ ગઇ. દ્રવ્યરાત્રી વીતતાં ભાવરાત્રી રૂપી અજ્ઞાન ટળવા લાગ્યું. ટળતાં ટળતાં જ્ઞાનરૂપી પાઢ પ્રગટયું. દ્રવ્યરાત ગઈ ત્યાં કારમી વેદના ગઇ ને ભાવરાત્રીરૂપી અજ્ઞાન ટળતાં અંતરના મેલ ધાવાઇ ગયા. દ્રવ્યે સૂર્ય ઉગ્યેા અને ભાવે સમ્યક્ત્વ રૂપી સૂર્યના પ્રકાશ થયા. એટલે આત્માની શાંતિ પ્રાપ્ત થઇ. હું ઘણાં દ્વિવસથી ઉધ્યેા ન હતા. તેથી મને નિદ્રા આવી જવાથી બધાને ખૂષ આનંદ થયા. હું. તે ઉંઘી ગયેા હતા છતાં તે મધા જાગતા બેસી રહીને મારી રક્ષા કરતા હતા. હું જાગૃત થયા. મારી વેદના શાંત થવાથી મારું મુખ પ્રપુલ્લિત હતુ. તે જોતાં તે ખધાને જાણે નવુ જીવન આવ્યું હોય તેમ આનંદમાં આવી ગયા ને મારા માતા-પિતા પૂછવા લાગ્યા કે બેટા? તને કેમ છે! ભાઈ- બહેના કહે છે વીરા કેમ છે? પત્ની પૂછે કે સ્વામીનાથ! કેમ છે? બધા એકી સાથે પૂછવા લાગ્યા ત્યારે મેં જવાબ આપ્યા. કે મને તદ્દન સારુ છે. મને કાઈ જાતની વેદના થતી નથી. ત્યારે માતા કહે છે. બેટા! મે અમુક દેવની માન્યતા માની હતી. તે આજે ફ્ળી. ભાઇ-મહેને કહે કે અમે ખરા દ્વિલથી સેવા કરી હતી તે સફળ થઇ. પત્ની કહે મેં બધી ચીજોને ત્યાગ કર્યો હતા ને હું તમારે માટે રાજ પ્રભુને પ્રાર્થીના કશ્તી હતી. તે મારા પાકાર પ્રભુએ સાંભળ્યેા. ત્યારે વૈદા અને ડૉકટરી કહે કે અમારા ઈલાજોની અસર થઈ. તેથી ભાઈને સારુ થયુ. સૈા પાતપાતાની રીતે