________________
શારદા સાગર
૬૫૫ મારા બંધુઓ ! તમે પણ તમારા જીવનમાં સત્ય અને સદાચારના સુમને વિક્સાવજે.
આજના દિવસે રાવણને માર્યો એમ લોકો કહે છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીશું તે સમજાશે કે પવિત્ર ભારતભૂમિમાં આજે ત્રણ ત્રણ રાવણે પેદા થયા છે. તેને મારવાને કોઈ પ્રયત્ન કરે છે? આ ત્રણ રાવણે ક્યા છે? તે તમે જાણો છો ? ભ્રષ્ટાચાર, અનાચાર અને માંસાહાર. આ ત્રણે રાવણને ખતમ કરવાની તમારામાં તાકાત છે? ભારતમાંથી આ ત્રણ રાવણ વિદાય નહિ થાય ત્યાં સુધી તેનું ઉથાન થવાનું નથી. જો તમારે આ પવિત્ર ભારતભૂમિનું ગૌરવ વધારવું હોય તે આ ત્રણ ભાવ રાવણેને નાશ કરે
ફરીને વિચારીએ કે વિજ્યાદશમી સાચી રીતે ઉજવી ક્યારે ગણાય? તમે નહિ છતાયેલો એવો આત્મા, ચાર કાળી કષા અને પાંચ ઈન્દ્રિઓ ઉપર વિજ્ય મેળવો ત્યારે સાચી વિજ્યાદશમી ઉજવી ગણાય. આજના દિવસે ક્ષત્રિયોને આનંદ હોય છે. તે આપણો આત્મા પણ સાચે ક્ષત્રિય બની આ દશ શત્રુ ઉપર વિજય મેળવે તે દુનિયામાં કઈ તેને શત્રુ ન રહે. ને વિજયાદશમીનું સાચું મહત્વ સમજ્યા ગણાય.
ચરિત્ર - સતી અંજનાને પુત્ર જોયા પછી શાંતિ થઈ - હનુમાનકુમાર હજુ તે તરતમાં જન્મેલ છે. છતાં તેનું બળ કેટલું છે? તેનું મુખ જોઈને મામા તે રાજી રાજી થઈ ગયા. અંજના તે પુત્રના પડી જવાથી બેભાન થઈને પડી હતી.
બાંહે સાહીને બેઠી કરી, પુત્ર પરિક્ષાને મહિમા તું જોય તે, દેશ વિદેશે હે હું ભમ્યા, એહ સબલે ન દીઠે કેય તો, સઘળે શરીરે પ્રાયે ભલે, કારુણિક પુરૂષ કે અવતર્યા સર તે, ડાલ ભાંગી રે મહાવૃક્ષની, પથ્થર ભાંગીને કીધે ચકચૂર તે સતી રે...
મામા કહે છે બેટા અંજના !- આ તારા પુત્રને લાવ્યા. જ્યાં દીકરાને લાવ્યા એ શબ્દ સાંભળ્યા ત્યાં અંજનાએ આંખ ખેલ. માતાને દીકરા ઉપર કેવું વહાલ હોય છે! દીકરે માતાને ભૂલે છે પણ માતા દીકરાને ભૂલતી નથી. અંજનાને હાથ પકડીને વસંતમાલાએ તેને બેઠી કરીને બાળક તેના મેળામાં આવે. અંજના તેના બાલુડાને નીરખી નીરખીને જુએ છે કે એને કયાંય વાગ્યું તો નથીને? આટલે ઊંચેથી પડે. પણ તેના શરીરે લોહીને તસીયો પણ નથી આવ્યો.
- મામાએ કરેલા વખાણ - મામા કહે છે બેટા ! આ તારે દીકરો ખૂબ પ્રભાવશાળી થશે. હું દુનિયાભરમાં ફર્યો ને ઘણુ બળવાન માણસોને જોયા. પણ આ તારા બાલુડા જેવો બળવાન પુરૂષ જે નથી એ કે બળવાન છે! વિમાનમાંથી ઝાડ ઉપર પડે તો ઝાડની ડાળ ભાંગી ગઈ ને ત્યાંથી શીલા ઉપર પડયે તે કાચને ગ્લાસ જેમ ચૂરેચૂરા થઈ જાય તેમ શીલાના ભૂક્કા ઉડાડી દીધા. મને તે આનું પરાક્રમ જેઈને નવાઈ લાગે છે.