________________
શારદા સાગર
૬૩૩
કોઈ પણ એક તપ વિના એકે આત્મા મોક્ષે ગયે નથી. મોક્ષે જતો નથી ને જવાનો પણ નથી. એ બતાવે છે કે તપશ્ચયને મહિમા ખૂબ ને ઉત્તમ છે. આવા તપ જે જીવનમાં હશે તો તમે બ્રહ્મચર્ય પણ સારું પાળી શકશે. ભેગી જી કેવી રીતે ભેગની પાછળ પડે છે તે હું આપને સમજાવું.
એક વખત એક થાણદાર કોઈ સ્ત્રી ઉપર આસકત થયે. દિવસો જતાં તે સ્ત્રી પ્રત્યેની તેની આસકિત વધતી ગઈ. એક વાર તેની બદલી થઈ. તે વિચાર કરવા લાગે કે આવી સુંદર સ્ત્રીને મૂકીને મારે જવું પડશે? તે સ્ત્રીને તેણે કહ્યું કે મને તારા વિના ગમશે નહિ. તું મારી સાથે ચાલ. ત્યારે તેણે કહ્યું કે હું તારી સાથે આવી શકે તેમ નથી. ત્યારે થાણદારે આ વાત પિતાની એક સ્ત્રી મિત્રને કહી. તેણીએ કહ્યું કે તમે ત્યાં છુપાઈને જેજે. હું બધું ઠીક કરી દઈશ. તે સ્ત્રી પેલી સ્ત્રી પાસે ગઈ ને બોલી હે દેવી! તું ખૂબ માનીતી લાગે છે. કેમ ખરું ને? હું તને જ પૂછું તેને જવાબ આપીશ? મારે એ જાણવું છે કે તારે અત્યાર સુધી કેટલા કેટલા સાથે પ્રીતિ બંધાણું છે? ત્યારે પેલી સ્ત્રી એક નહિ પણ અનેક નામો બોલતી ગઈ. ને આ સ્ત્રી કાગળ ઉપર લખતી ગઈ. ૬૫ નામ થયા. પછી તે બેલી હજુ પણ યાદ કર. તે સીએ બીજા પાંચ નામ લખાવ્યા. ૭૦ થયા. વધુ દબાણ કરતાં બે બીજા યાદ આવ્યા. પણ પેલા થાણદારનું નામ ક્યાંય ન આવ્યું. તે સ્ત્રીએ થાણદાર પાસે જઈને કહ્યું કે મેં તેના પ્રેમીઓના નામ લખી લીધા છે તે વાંચી લે. તેમાં તારું તે નામ નથી. એને તારા ઉપર પ્રીતિ નથી. થાણદારના મનમાંથી પ્રેમનું ભૂત નીકળી ગયું છે તે સ્ત્રી પ્રત્યેની આસક્તિ ઉતરી ગઈ. તેને સમજાયું કે હું માર્ગ ભૂલ્યા હતા. પરસ્ત્રીમાં પડવું તે મહાપાપ છે.
જ્ઞાની પુરૂષે આટલા માટે કહે છે કે હે આત્મા! તું બીજાના મોહમાં પડીને શા માટે તારી અમૂલ્ય જિંદગી બરબાદ કરે છે? ઉત્તમ સંયમ ધર્મના પાલન માટે મોહ-મૂછીને ત્યાગ કરવો જરૂરી છે. ભગવંતે સંયમ બે પ્રકારને બતાવ્યા છે. વિષયમાં ન પડતા ઈન્દ્રિ ઉ૫ર સંયમ રાખવે તે ઇન્દ્રિય સંયમ છે, ને છકાય છની રક્ષા કરવી તે પ્રાણુ સંયમ છે. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થતાં મન-વચન અને કાયાથી જીવ સંયમમાં પ્રવૃત્તિ કરી શકે છે. મિથ્યાત્વી, પરિગ્રહના લેપી અને વ્યસનમાં પડેલા જીવે સંયમનું પાલન કરી શકતા નથી. શરીર પ્રત્યેની મમતા છેડી તેને તે સંયમ પાળવાનું સાધન માને. પણ જે આત્મા શરીરને પિતાનું સર્વસ્વ સમજી તેની માવજત કરવામાં પડી રહે તે મળેલે ઉત્તમ ભાવ હારી જાય છે.
એક વખત એક રાજા હાથી ઉપર બેસીને જંગલમાં શિકાર કરવા માટે જતો હતો. ત્યારે એક કળીએ શાબ પીને રાજાના હાથીને જોઈને પૂછ્યું કે હે રાજા ! તુ હાથી વેચીશ? રાજાને ખૂબ ગુસ્સો ચઢ. તેણે રાજદરબારમાં તે કેબીને બોલાવ્યા ને