________________
શારદા સાગર
૬૩૫
તે તેને રોગ મટી જતો. આ અભયદાન અને સંયમને પ્રતાપ છે. આ ગ્રંથકારની વાત છે. માટે હું તમને કહું છું કે યથાશક્તિ સંયમનું પાલન કરે, જે સંયમનું પાલન કરશે તે તમે તમારા જીવનને સુરક્ષિત બનાવી શકશે. સંયમથી માનવજીવનની શોભા છે. સંયમ વિનાને માણસ મનુષ્યના ળિયામાં પશુ જેવું છે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે મહારાજ! મેં એવા ગાઢ કર્મો બાંધ્યા હતા તે મારા પુરુષાર્થ વિના કેમ છૂટે? બીજા બધા ગમે તેટલા પ્રયત્ન કરે, સેવા કરે, દવા કરે, ઉભા ને ઉભા રહે પણ ભોગવવાનું કોને? પોતાને જ ને? બંધુઓ! તમે માનતા હો કે મારી પાસે પૈસે છે. માણસો છે. બધું છે. હવે મારે શું દુઃખ છે. પણ એટલું યાદ રાખજો કે -
ઉદય આવતા ત્યારે, લેગ ફી એહના,
વિપાકે ભાગી ના કેઈ, બાંધનારે જ ભગવે. જ્યારે કરેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે તેમાં કેઇ ભાગ નહિ પડાવે. અનાથી મુનિની વાત તમે સાંભળે છે ને? તેને ત્યાં કેટલી સમૃદ્ધિ હતી ને કેવું પ્રેમાળ કુટુંબ હતું. છતાં કઈ રેગ મટાડી શકયું નહિ. ત્યારે તેમણે એક નિશ્ચય કર્યો કે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્મસાધના કરવા માટે સંયમ એ શ્રેષ્ઠ સાધન છે. સંયમરૂપી નૌકાને સહારે ન લેતા મેં માતા-પિતા, પત્ની આદિને મારે રેગ મટાડનારા સમજીને તેમને વળગે. પણ એ જ બિચારા અનાથ હતા તે મારે રોગ ક્યાંથી મટાડી શકે? જ્યારે મારાથી વેદના સહન ન થઈ ત્યારે રાત્રે સૂતા સૂતા મેં એ નિર્ણય કર્યો, કે જે મારે રેગ મટી જાય તો હું સંસારરૂપ સાગરને તરવાની સંયમરૂપી ઉત્તમ નૌકામાં બેસી જાઉં. એમાં મારા આત્માને સુખ મળશે. સુખ એ કઈ બહારની ચીજ નથી. સુખ એ આત્માને નિજ ગુણ છે. તે પરથી મળે તેમ નથી. તારામાં અખૂટ સુખનો ખજાને હોવા છતાં પણ તું દુઃખી કેમ છે? આવા વિચારે ચઢી ગયે. બસ, એક વાર આ વિપુલ વેદનામાંથી મુક્ત થાઉં તે હું કે મુનિ બનું?ખતે એટલે ક્રોધાદિ કષાયને ત્યાગ કરું, દશ ચતિ ધર્મ છે. તેમાં પહેલો ધર્મ છે ક્ષમા. સાધુ ઘર છોડીને સંયમી બને છે ત્યારે તે નકકી કરે છે કે સંયમમાં મને ગમે તેવા પરિષહ કે ઉપસર્ગો આવશે, કઈ મારી સામે પ્રશંસાના પુષ્પ પાથરશે તે હરખાઈશ નહિ અને કઈ કટુ વચન, નિંદાના કંટક પાથરશે તે પણ તેના ઉપર ગુસ્સે નહિ કરું. બંને પ્રસંગોમાં સમાનભાવ રાખીશ. ગુરૂ કદાચ મારા પર ગુસ્સે થશે તે પણ હું આકરે નહિ બનું. એવી ક્ષમા રાખીશ. દંત - પાંચ ઇન્દ્રિઓનું દમન કરીશ. ગોચરી જઈશ ત્યારે અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં સહેજ પણ દુખ નહિ ધરું. એ રીતે પાંચેય ઈન્દ્રિઓને સંયમમાં રાખીશ. અને નિરારંભે જેમાં કોઈ પણ જીવની હિંસા થાય તેવા આરંભના કાર્યને હું ત્યાગ કરીશ. એ ક્ષાન્ત